મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સ્વર્ણિમ જયંતી ઉજવણીના સમાપન અવસરની ઐતિહાસિક ભેટ રૂપે ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' ના સશક્ત તાલુકા વહીવટીતંત્રનો આજે પ્રારંભ કરાવતા તાલુકાને વિકાસના ગૌરવરૂપ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. પ્રત્યેક તાલુકાના વિકાસના સપના સાકાર થાય તેવી તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જીને પ્રત્યેક તાલુકાને તેના સામર્થ્યની આગવી ઓળખ ઊભી કરવા તેમણે આહ્વાહન કર્યું હતું.

સમગ્ર દેશમાં વિકાસના મોડેલ તરીકે ગુજરાતની ગૌરવ-પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરનારા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની શાસન વ્યવસ્થાને વધુ વિકેન્દ્રીત ધોરણે તાલુકા સરકાર તરીકે પ્રજાભિમુખ બનાવવા આજે ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' નો સમગ્ર ગુજરાતના ૨૨૫ તાલુકાને આવરી લેતા ઐતિહાસિક વહીવટી વ્યવસ્થાપનનો વડોદરા જિલ્લાના ડભોઇથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ એકંદરે રૂા. ૮.૨૮ કરોડના ખર્ચે નવનિર્મિત ડભોઇ તાલુકા વહીવટીતંત્રના આધુનિક સંકુલરૂપે તાલુકા સેવા સદન' નું ભવ્ય ભવન પણ લોકાર્પણ કર્યું હતું તેની સાથો સાથ તેમણે ડભોઇ જનસેવા કેન્દ્રને પણ જનતાની સેવા માટે ખુલ્લું મૂકયું હતું.

‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' કાર્યક્રમ ૧લી મે ૨૦૧૧થી પ્રથમ તબક્કે ૫૧ તાલુકામાં શરૂ થઇ રહયો છે અને ક્રમશઃ ૨૨૫ તાલુકામાં તેનો ઝડપથી અમલ થશે.

આ તાલુકા વહીવટી સશકિતકરણના સુવિચારિત ઐતિહાસિક અભિગમને સાકાર કરવા દરેક બે તાલુકા દીઠ એક પ્રાન્ત કચેરી - એવા માપદંડ સાથે નવી ૫૭ પ્રાન્ત કચેરીઓ પણ સાથે જ કાર્યાન્વિત કરવામાં આવી છે. એટલું જ નહીં, તાલુકામાં વિકાસકામોને ગુણવત્તાસભર બનાવવા ૨૨૫ તાલુકાની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીઓ પણ નવી કાર્યરત કરી છે.

વહીવટનો નિત્યનૂતન પ્રયાસ અને અવિરત વિકાસની યાત્રાની આ સફળતા પાછળ છ કરોડ ગુજરાતીઓનો સરકાર ઉપર ભરોસો જ કારણભૂત છે, એમ તેમણે ગુજરાતના વહીવટ અને વિકાસ અન્ય રાજયો કરતા અગ્રેસર રહયાં છે તેની ભૂમિકા આપતાં જાણવ્યું હતું. આ રાજયો વચ્ચેની વિકાસની તંદુરસ્ત સ્પર્ધા ‘‘ ટીમ ગુજરાત'' ની સફળતા છે. આજ ધોરણે રાજયના ૨૬ જિલ્લાની વહીવટીતંત્રની સમગ્ર ટીમે પણ દશ-દશ વર્ષથી નસેનસમાં ગુજરાતના વિકાસનો મંત્ર ધબકતો બનાવ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

‘‘ આ સરકારે ૨૧મી સદીના પ્રથમ દશકામાં ગુજરાતને વિકાસની નવી ઊંચાઇ ઉપર પહોંચાડયં, હવે પ્રત્યેક તાલુકો પણ વાઇબ્રન્ટ તાલુકો બને અને આગામી પાંચ વર્ષમાં રાજયના તમામ ૨૨૫ તાલુકા પ્રત્યેક પોતાના વિકાસ આયોજન માટેના વિઝન અને સમસ્યાના સમાધાન માટેની શકિત પ્રદર્શિત કરે એવી ટીમ તાલુકાની સ્પર્ધાનું વાતાવરણ બનાવવા તેમણે પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે તાલુકા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાની અદ્ભુત સફળતાથી તાલુકા ટીમે પોતાનું કૌશલ્ય પુરવાર કર્યું છે. એનાથી પ્રેરાઇને તાલુકા સરકારનો અભિગમ લઇને આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકોનો કાર્યક્રમ ગુજરાતના ૨૨૫ તાલુકામાં અમલમાં મૂકયો છે.

આ સરકાર વિકાસમાં કોઇ વાદ-વિવાદમાં માનતી નથી. ડભોઇમાં દેશના ૬૦૦૦ જેટલા તાલુકા બ્લોકમાં સૌથી આધુનિકતમ તાલુકા સેવા સદનની ગુજરાતે પ્રથમ ભેટ આપી છે. પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગુજરાત પ્રત્યે ભેદભાવની વૃત્તિ અપનાવે છે '' તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્ર ગમે એટલી આડખીલીઓ ઊભી કરે તો પણ ગુજરાતની વિકાસયાત્રા અટકવાની નથી.

મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતની ખેતીની જમીન વેચવા માટેના જમીન માફીયા અને ધૂતારાઓના પેંતરાંનો, ભૂતકાળની પાપલીલા અને ખોટા દસ્તાવેજો કરીને ખેડૂતોને લૂંટનારાના કારસ્તાનોનો રહસ્યસ્ફોટ કરતા જણાવ્યું કે આ સરકારે સામે ચાલીને ખેડૂતોના આર્થિક હિતોનું રક્ષણ કર્યું છે. આનાથી ખેડૂતોની ખેતીની જમીનના વેચાણમાં તેના આર્થિક હિતોનું રક્ષણ થશે.

મુખ્યમંત્રીશ્રીએ, અત્યાર સુધી રાજયના ૨૬ જિલ્લાસ્થંભ ઉપર વિકાસની મજબૂત ઇમારત ઊભી કરી છે અને હવે એક જ હરણફાળથી રાજયના ૨૨૬ તાલુકાને સક્ષમ વિકેન્દ્રીત વહીવટનું ઉત્તમ કેન્દ્ર બનાવીને તાલુકાની લોકશકિતને વિકાસમાં જોડવાની નેમ વ્યકત કરી હતી.

તાલુકા સરકારનો આ અભિગમ વિકેદ્રીત વહીવટને નવીશકિત આપનારો, દેશમાં પ્રથમ ક્રાંતિકારી-લોકતાંત્રિક શાસન વ્યવસ્થાનો પ્રયોગ છે અને તેનો ઐતિહાસિક ભૂમિકા માટે પ્રત્યેક તાલુકાની જનશકિત પણ સહભાગી બની તાલુકાના, વિકાસનો મંત્ર સાકાર કરવા સ્વયંમ સેમિનારો કરે, એવું તેમણે રાજયના ૨૨૫ તાલુકામાં આ ક્રાંતિકારી તાલુકા સરકારના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળનારા કરોડો લોકોને આહ્વાન આપતા જણાવ્યું હતું.

આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકોના આયોજનથી સરકાર લોકોને દ્વાર, તાલુકે પહોંચી છે તેવી લાગણી વ્યકત કરતા મહેસૂલ અને માર્ગ મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, આ સોપાન સત્તાના વિકેન્દ્રીકરણના વિચારને સાકાર કરે છે અને છેવાડાના માનવી સુધી ઝડપી સેવાઓ સુલભ બનાવે છે. એટીવીટી એ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાનું પરિણામ છે, તેવી માહિતી આપતાં તેમણે ઉમેર્યું હતું કે, આ સ્વર્ણિમ ગુજરાતની યશકલગી સમાન આયોજન છે. રાજય સરકારે તેના અમલીકરણ માટે અંદાજપત્રમાં રૂા.૧૮૦ કરોડ અને તેની વિભાવનાઓ પ્રમાણે વિકાસ સરળ બનાવવા રૂા.૩૭૫ કરોડની જોગવાઇ કરી છે. ગુજરાત આ આયોજનનો અમલ કરનારૂં દેશનું પ્રથમ અને એકમાત્ર રાજય છે. આજે રાજયના ૨૬ જિલ્લાઓમાં ૫૧ જનસેવા કેન્દ્રો કાર્યરત થયાં છે અને નીકટ ભવિષ્યમાં તમામ ૨૨૫ તાલુકાઓમાં જનસેવા કેન્દ્ર શરૂ થઇ જશે. એટીવીટીથી તાલુકાઓનો ગુણવત્તાયુકત વિકાસ સરળ બનશે અને આયોજની પ્રક્રિયા પાયાના સ્તરેથી શરૂ થતાં લોકોની અપેક્ષાઓ પ્રમાણે વિકાસ શકય બનશે.

ગુજરાતની પ્રગતિ, સમૃધ્ધિ અને શાંતિના વિરોધીઓ મુખ્યમંત્રીશ્રીનો પંથ કાંટાળો બનાવવા સતત કાવાદાવા કરતાં રહયા છે, તેમ છતાં, ગુજરાતની પ્રજાના પીઠબળથી તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે, તેવી લાગણી વ્યકત કરતાં જિલ્લા પ્રભારી અને શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક દશકા દરમિયાન ગુજરાતનો સર્વાંગી અને સમતોલ વિકાસ થયો છે. તેના પરિણામે છ કરોડ ગુજરાતીઓમાં આ અમારા મુખ્યમંત્રીશ્રી છે, આ અમારી સરકાર છે તેવી ભાવના જાગી છે, તેમણે નર્મદા બંધની ઊંચાઇ વૃધ્ધિ સહિત ગુજરાતના પ્રાણપ્રશ્નો ઉકેલવાની રાજય સરકારની સિધ્ધિઓની ઝાંખી કરાવી હતી.

આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકોની અભિનવ સંકલ્પનાના પ્રેરક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી છે તેવી માહિતી આપતાં રાજયના મુખ્યસચિવ શ્રી એ.કે.જોતિએ સહુને આવકારતા જણાવ્યું હતું કે, ‘‘મૈં નહીં પણ હમ'' ની ભાવના અને તાલુકાથી લઇને રાજધાની સુધી ટીમ ગુજરાતની ભાવના આ વ્યવસ્થાનું પ્રેરક બળ છે. એટીવીટીના લાભોની માહિતી આપતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યવસ્થામાં એકજ સ્થળે એકથી વધુ કચેરીઓ કાર્યરત થતા અને જનસેવા કેન્દ્રમાં યોજનાકીય અરજીઓ અને ફરિયાદોના સ્વીકારની વ્યવસ્થાથી લોકોના સમય અને નાણાંની બચત થશે. તાલુકાટીમ તાલુકાની જરૂરીયાતો અને માંગ પ્રમાણે વિકાસ આયોજન ઘડી કાઢશે.

એટીવીટીના આ રાજયવ્યાપી લોકાર્પણ કાર્યક્રમમાં પ્રવાસન રાજયમંત્રી શ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, માર્ગ અને મકાન રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમાર, સંસદીય સચિવશ્રી યોગેશ પટેલ, સાંસદ શ્રી બાળકૃષ્ણ શુકલ, શ્રી રામસિંહભાઇ રાઠવા, ધારાસભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, ગુલસિંહ રાઠવા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, દિનુમામા, અભેસિંહ તડવી, મધુભાઇ શ્રીવાસ્તવ, જિલ્લા પંચાયત અધ્યક્ષા સુધાબેન, વડોદરાના મેયર ડૉ.જયોતિ પંડયા, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, નિગમ અધ્યક્ષો, અગ્રસચિવશ્રી પી.પનીરવેલ સહિત રાજયશાસનના ઉચ્ચાધિકારીઓ જિલ્લા કલેકટરશ્રી વિજય નેહરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલ.સી.પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રીમતી ગગનદીપ ગંભીર, રેન્જ આઇ.જી.પી.શ્રી જેે.કે.ભટૃ, શહેર-જિલ્લાના પદાધિકારીઓ તેમજ અતિવિરાટ જનસમુદાય ઉપસ્થિત રહયો હતો.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award

Media Coverage

PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi remembers former PM Chaudhary Charan Singh on his birth anniversary
December 23, 2024

The Prime Minister, Shri Narendra Modi, remembered the former PM Chaudhary Charan Singh on his birthday anniversary today.

The Prime Minister posted on X:
"गरीबों और किसानों के सच्चे हितैषी पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। राष्ट्र के प्रति उनका समर्पण और सेवाभाव हर किसी को प्रेरित करता रहेगा।"