રેડિયો ફ્રિકવન્સી્ આઇડેન્ટીંફિકેન્શરન બેઝડ લાયબ્રેરી મેનેજમેન્ટ સીસ્ટમ સાથે નવસંસ્ક રણ થયું માહિતી સચિવાલય મધ્યકસ્થશ ગ્રંથાલય
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગાંધીનગરમાં માહિતી વિભાગ સંચાલિત સચિવાલય મધ્ય્સ્થા લાયબ્રેરીના નવસંસ્કશરણ સંકુલનું આજે ઉદ્દઘાટન કર્યું હતું. રાજ્ય સરકારના સચિવાલયના કર્મયોગીઓ માટે રૂા. ૧.પ કરોડના ખર્ચે આ મધ્ય સ્થા ગ્રંથાલયનું નવસંસ્કલરણ નિર્માણ થયું છે. આ અવસરે મુખ્યસસચિવશ્રી વરેશસિંહા, વરિષ્ઠત સચિવશ્રીઓ, ઉચ્ચા અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિસત રહયા હતા. મુખ્ય મંત્રીશ્રીએ સમગ્ર મધ્યચસ્થિ ગ્રંથાલયની વિવિધ કાર્યશૈલીનું નિરીક્ષણ કર્યું હતું.
નવા સચિવાલયના બ્લોક નં-૧૧/૨ માં આવેલા માહિતી કમિશનરશ્રીની કચેરી હસ્તકના આ મધ્યસ્થ ગ્રંથાલયનું “RFID [Radio Frequency Identification] based Library management system” દ્વારા આધુનિકરણ નવ સંસ્ક રણ કરવામાં આવ્યું છે. માહિતી કમિશ્નારશ્રી વી. થીરૂપૂગઝે મુખ્યનમંત્રીશ્રીને આ નવસંસ્ક રણની વિગતો આપતાં જણાવ્યુંથ હતું કે, આ અધ્યતન ગ્રંથાલયના ઉપયોગ માટે સભ્યોને RFID સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. આ RFID સ્માર્ટ કાર્ડ દ્વારા જ જે તે સભ્ય ગ્રંથાલયમાં પ્રવેશી શકશે, ગ્રંથાલયમાં રાખવામાં આવેલા RFID કીયોસ્ક ઉપરથી પોતાને જોઈતું પુસ્તક શોધી પોતાના નામે જાતે જ પુસ્તક મેળવી શકશે.જેની સ્લીપ પણ સભ્યને કીયોસ્ક ઉપરથી જનરેટ થતાં મળી રહેશે અને પુસ્તક પરત કરવા માટે ગ્રંથાલયના મુખ્યદરવાજાની બહાર Automated Book Drop Box ના ઉપયોગ દ્વારા જે તે સભ્ય ગ્રંથાલયમાં પ્રવેશ કર્યા વિના જ પુસ્તકને જમા કરાવીને જમા થયાની સ્લીપ મેળવી શકશે.
ગ્રંથાલયમાં બેસીને સંદર્ભગ્રંથો/પુસ્તકોના અભ્યાસ માટે સુંદર બેઠક વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. એટલું જ નહીં, ૧૫ જેટલા કોમ્પ્યુટર વાચકો માટે અલાયદા રાખવામાં આવ્યા છે, જેમાં ઈન્ટર્નેટ સવલત રાખવામાં આવી છે. જેથી કોઈ પણ વાચક અભ્યાસુ તેનો સંશોધન અને સંદર્ભ માટે ઉપયોગ કરી શકશે. આ મધ્યસ્થ ગ્રંથાલયમાં નવા ઓપ સાથે જ તેમાં વિવિધ ભાષાઓમાં પ્રકાશિત પુસ્તકો ઉમેરવામાં આવ્યા છે.
મુખ્ય ભાષાઓ ગુજરાતી, અગ્રેંજી અને હિંદી સહિત દેશની લગભગ તમામ ભાષાઓના પુસ્તકો મળી આશરે અગિયાર હજાર જેટલા વિવિધ શ્રેષ્ઠ વાંચનના પુસ્તકો હાલના તબક્કે ઉપલબ્ધસ થઇ શકશે.ગુજરાત અને દેશના વિવિધ ભાગોના કલા, સંસ્કૃતિ અને લોક્જીવન અંગેના પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે. અહી, ગ્રામ-વિકાસ, આર્થિકનીતિ, સમાજકલ્યાણ, મહિલા-વિકાસ, વ્યક્તિ-વિકાસ, ગુડ-ગવર્નન્સ, પર્યાવરણ, તત્વજ્ઞાન, વગેરે વિષયો સહિત દેશ અને દુનિયાના મહાનુભાવોના જીવન-ચરિત્રો પણ આ પુસ્તભકાલયમાં છે.