જમીનોની મોજણી અંગે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મહેસૂલ વિભાગ દ્વારા પ્રકાશિત રિ-સર્વે મેન્યુઅલનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું વિમોચન
૧૮૮૦ થી ૧૯૧પના ગાળામાં બિ્રટિશ શાસન દરમ્યાન જમીનોની મોજણીનું કાર્ય થયુ હતુંઃ વર્તમાન રાજ્ય સરકારે પહેલીવાર પૂનઃમોજણી હાથ ધરી છેઃ-મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહેસૂલ વિભાગે જમીનોની મોજણી અંગેના ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલા રિ-સર્વે મેન્યુઅલનું આજે વિમોચન કર્યું હતું. જમીનોની મોજણી એ મહેસૂલ વિભાગની પાયાની કામગીરી છે અને મહેસૂલ વિભાગની સમગ્ર ટિમે ભગીરથ પરિશ્રમ કરીને આ રિ-સર્વે મેન્યુઅલ તૈયાર કર્યા છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ હાર્દિક અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, મહેસૂલ અગ્રસચિવશ્રી સી. એલ. મીના, સેટલમેન્ટ કમિશ્નરશ્રી મહેશ જોષી તથા અધિક સચિવશ્રી હેમેન્દ્ર શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યમાંસમયાંતરેજમીનોનીમોજણીકરી પ્રજાને અધ્યતન,ચોક્ક્સઅને સરળતાથી સમજી શકાય તેવું જમીનરેકર્ડપૂરુંપાડવું તે મહેસૂલ વિભાગની પાયાની કામગીરી છે. ગુજરાત રાજ્યમાં બ્રિટીશ શાસનકાળ દરમ્યાન સને ૧૮૮૦ થી ૧૯૧૫ના સમયગાળામાં વ્યાપક મહેસૂલી સરવે થયેલ. આ સર્વેની કામગીરી જે તે વખતે ઉપલબ્ધ શંકુ, સાંકળ વગેરે સાધનોથી હાથ ધરવામાં આવેલ હતી અને આ રીતે કરવામાં આવતી જમીન મોજણીની કામગીરીની કેટલીક મર્યાદાઓ પણ હતી. જે તે સમયે આ રીતે કરવામાં આવતી માપણીના માપો કાગળ ઉપર ખેતરવાર નોંધવામાં આવતાં હતાં અને તે આધારે ટીપ્પણ તૈયાર થતાં હતાં. લેવામાં આવેલ માપોની રેડી રેકનરના ઉપયોગથી ગણતરી થતી હતી અને આવી
ગણતરીપરથીગુણાકારબુકોતૈયારકરવામાં આવતી હતી. જે આધારે સર્વે નંબર, ક્ષેત્રફળ, ખેતરના કબજેદાર, ખેતરની વિવિધ લાક્ષણિકતા વિગેરે બાબતો ધ્યાને લઇને આકારબંધ તૈયાર કરવામાં આવતો હતો.
ગામની જમીન ખેડવાણ, બિનખેડવાણ, પડતર, ખરાબા, ગૌચર, જાહેર હેતુ વગેરે પ્રકારે વર્ગીકૃત કરી ગામનું રેકર્ડ તૈયાર કરવામાં આવતું હતું. આમ, આ એક લાંબી પ્રક્રિયા કાળજીપૂર્વક હાથ ધરવામાં આવતી હતી. પરંતુ ટેકનોલોજીની મર્યાદાને કારણે તૈયાર થતા રેકર્ડમાં ચોકસાઇનો અભાવ પણ વર્તાતો હતો. હવે અદ્યતન ટેકનોલોજીના સમયમાં રાજયની કિંમતી જમીનોની ચોકસાઇપૂર્વકની માપણી થવી જોઇએ. ગુજરાત રાજયમાં અમલી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઇઓ મુજબ તો આકારણી નવેસરથી ઠરાવવાના હેતુસર દર ત્રીસ વર્ષે જમીનોની પુન: મોજણી થવી જોઇએ, પરંતુ રાજયમાં બ્રિટીશ શાસન પછી જિલ્લાવાર વ્યાપક કામગીરી હાથ ધરાયેલ ન હતી. રાજ્ય સરકારે મૂળ સરવે પછી ખેતીની જમીન પર લેવાતા આકારમાં કોઇ વધારો કરેલ નથી અને હવે આ આકાર અથવા મહેસૂલમાંથી પ્રાપ્ત થતી રકમ નગણ્ય થતાં સરકારે સને ૧૯૯૭થી ખેતીની જમીન પરથી મહેસૂલ વસૂલ કરવાનું મુલત્વી રાખેલ છે.
નેશનલ લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (એન.એલ.આર.એમ.પી.) હેઠળ રીસર્વે કામગીરી કરવામાં રાજ્ય અગ્રેસર છે અને એક સંકલિત યોજના તરીકે રીસર્વે આધારીતઅદ્યતન રેકર્ડ તૈયાર કરી સાચા અર્થમાં લેન્ડ રેકર્ડ મોર્ડનાઇઝ કરવાની કામગીરી સને ૨૦૧૫ સુધીમાં સમગ્ર રાજ્યમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે. જે માટે ગ્રાઉન્ડ સર્વે વખતે ખાતેદારની હાજરીમાં આધુનિક ટેકનોલોજી જેવી કે ડી.જી.પી.એસ. અને ઇ.ટી.એસ. મશીનથી ચોકસાઇપૂર્વકની માપણી હવે હાથ ધરી છે. જેને આધારે ઇલેકટ્રોનીક-ડીજીટલ સ્વરૂપે જમીન રેકર્ડ તૈયાર કરવાનું આયોજન છે. આ કામગીરી મહેસૂલ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર કક્ષાની નિષ્ણાત સરવે એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
પાયલોટ પ્રોજેકટ તરીકે જામનગર અને ત્યારબાદ પાટણ જિલ્લાથી રીસર્વેનીકામગીરીહાથ ધરવામાં આવી અને સને ૨૦૦૯-૧૦ થી તબકકાવાર રાજયના ૧૦ જિલ્લાઓ આવરી લેવામાં આવેલ છે. આ મેન્યુઅલતૈયારકરવામાં રીસર્વેની કામગીરીના કર્મચારી, અધિકારીઓનો પ્રત્યક્ષઅનુભવઉપયોગી થયો છે તેથી હાલ સુધી જેનોંધપાત્રકામગીરી થઇ છે .
કુલ પાંચ જિલ્લાના ૫૨૯૭ ગામોમાંથી ૨૭૪૨ ગામોનીવિગતવારમાપણીપૂર્ણથયેલ છે અને ફ્રેશ સર્વેઆધારિતઅદ્યતનમહેસૂલીરેકર્ડનિયતનમૂનાઓમાંતૈયારકરવાનીકામગીરીસમાન્તરેચાલુછે. આ રીતે તૈયાર થતા અદ્યતન રેકર્ડને પ્રમાણિત કરવાની-પ્રમોલગેશનની પ્રક્રિયા મહેસૂલી અધિકારીઓએ હાથ ધરી છે. રીસર્વે બાદઅદ્યતનજમીનરેકર્ડતૈયારકરવા ઉપરાંત ગ્રાઉન્ડ કન્ટ્રોલ નેટવર્ક તૈયાર કરવાનીકામગીરીગતિમાં આવી છે. તે તબકકે, હવે પછીની કામગીરી માટે આ કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ/અધિકારીઓને ઉપયોગી થાય તેવું ‘‘મેન્યુઅલ’’ તૈયાર કરવાનું જરૂરી હતું. આ મેન્યુઅલ તાલીમ સાહિત્ય તરીકે તેમજ ક્ષેત્રીય કામગીરી માટે ત્વરીત સંદર્ભ તરીકે ઉપયોગી થશે.
મહેસુલી રેકર્ડનો દરજજો હાલ અનુમાનિત રેકર્ડ (Presumptive) છે. પણ હવે અદ્યતન થતું આ રેકર્ડ રાજ્યના વિકાસલક્ષી આયોજન માટે પણ ઉપયોગી બનશે. દરેક જમીન ધારણકર્તાની તેના પ્રત્યક્ષ કબજા મુજબની માપણી કરી નવું રેકર્ડ તૈયાર કરવામાં આવશે. તે મુજબ નવું તૈયાર થયેલ રેકર્ડ પારદર્શી બને તે હેતુસર રેવન્યુ એકાઉન્ટસ મેન્યુઅલનો ઘણો ઉપયોગી નમૂનો - ગામના નમુના નં ૭/૧૨ ને વિભાજીત કરી ગામ નમુના નંબર ૭ અને ગામ નમુના નંબર ૧ર અલગ રીતે નિભાવવાનો મહેસૂલ વિભાગે ઐતિહાસિક નિર્ણય લીધેલ છે. તે મુજબ ગામ નમુના નંબર ૭ સાથે જે તે ખેતરના બાંધમાપવાળો નકશો પણ છાપી ખાતેદારને આપવામાં આવે તે રીતે ગ્રાફિક ડીટેઇલને પણ નમુના નંબર ૭નો એક ભાગ બનાવેલ છે.
આ નવા નમુનાથી મહેસુલી તંત્રની ત્રણ અગત્યની બાબતો જેવી કે, હકકપત્રક, રજીસ્ટ્રેશન અને સરવેએકરૂપથઇ શકશે અને ભવિષ્યમાં હકકપત્રકમાંમાલિકીફેરફારસાથેજ જે તે ખેતરના નકશામાં ફેરફાર કરાવી શકાશે.મહેસૂલવિભાગે આવા જ શુભહેતુસર ઇ-જમીનપ્રોજેક્ટ શરૂ કરેલ છે જેમાં આ ત્રણ બાબતોની કોમ્પ્યુટરાઇઝ ઇફેકટ આપોઆપ આવશે. બાયોમેટ્રીક સીકયોરીટી સાથે જમીન રેકર્ડ ટાઇટલની ગેરન્ટી સાથે ભવિષ્યમાં ખાતેદારને મળી શકે તે દિશાનું આ પ્રયાણ છે.
આકાર્યક્રમહેઠળ જેપ્રગતિરાજયમાં થયેલ છે તેની પ્રત્યક્ષજાણકારીમાટે હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઓરિસ્સા રાજયોનામહેસૂલઅને માપણીતંત્રના ઉચ્ચ અધિકારીઓની ટીમો તેમજ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંસાધન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ રાજયનો પ્રવાસ કરેલ છે અને વિશદ ચર્ચા વિચારણા રાજય સરકારના અધિકારીશ્રીઓ સાથે કરીને આ કાર્યક્રમના અમલીકરણ અંગેની જાણકારી મેળવી છે.
ગુજરાત ટુડે-દૈનિકના પ્રકાશક સ્વ. સિરાજ તિરમીજીને મુખ્યમંત્રીશ્રીની શ્રધ્ધાંજલિ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએલોકહિતસાર્વજનિકપ્રકાશનટ્રસ્ટનાપ્રમુખઅને ગુજરાત ટુડે દૈનિકનાપ્રકાશકશ્રી સિરાજ તિરમીજીનાઅવસાનઅંગે ઉડાં દુઃખને આધાતનીલાગણીવ્યકત કરી છે.
સ્વ. સિરાજ તિરમીજીએ ગુજરાત ટુડે દૈનિકનાપ્રકાશનદ્વારાલોકશિક્ષણ અનેવિશેષકરીને લધુમતી સમાજનાવિકાસમાટે આપેલું યોગદાનપ્રેરકબની રહ્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ શોકસંદેશામાં જણાવ્યું હતું.