મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રીસના એથેન્સમાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પીકસ ઇન્ટરનેશનલ એથ્લેટિકસ રમતોત્સવમાં સ્વર્ણિમ અને રજતચન્દ્રકો જીતીને આવેલા મંદબુધ્ધિના અને માનસિક ક્ષતિગ્રસ્ત એવા, ગુજરાત ૧૧ જેટલા યશસ્વી રમતવીર બાળકોને પોતાના નિવાસસ્થાને ખાસ આમંત્રીને તેમને વ્યકિતગત અભિનંદન અને શુભેચ્છા આપ્યા હતા.

સ્પેશિયલ ઓલિમ્પીકસ ભારતની, ગુજરાત ચેપ્ટરના ઉપક્રમે રાજ્યના ખૂણે-ખૂણેથી મંદબુધ્ધિના પરંતુ રમતગમતોમાં પ્રતિભાસંપન્ન એવા ૮ વર્ષથી ઉપરના બાળકોને ખાસ કોચ દ્વારા ખેલકૂદનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવે છે. સને ર૦૧૦ સુધીમાં મંદબુધ્ધિના રમત-ગમતમાં સુષુપ્ત શકિત ધરાવતા ૮૪પ૬ર એથ્લેટ્સની પ્રતિભા શોધ કરીને તેનું રજીસ્ટ્રેશન કરેલું છે અને પર૩ર કોચ તથા ૪૪૧ ટ્રેઇનર્સ ઉપરાંત ૧૯૮૩૧ સ્વયંસેવકો અને ૧૬૪૦૦ કુટુંબો મંદબુધ્ધિના બાળકોને રમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અવિરત પ્રયાસ કરતા રહ્યા છે તેમને પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હાર્દિક અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને આજે સવારે સંવેદનાસભર વાતાવરણમાં ગુજરાતના આ ૧૧ યશસ્વી બાળકો જેમાં ૭ કન્યાઓ પણ ઉપસ્થિત હતી તેની સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી સાથે સમૂહ તસ્વીર પડાવવા આ મંદબુધ્ધિના એથલેટ્સમાં ભાવવિભોર અનુભૂતિ જોવા મળી હતી.

સ્પેશિયલ ઓલિમ્પીકસ ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ રાકેશ શાહે એથેન્સ-ગ્રીસમાં તા. રપ જૂનથી ૪ જુલાઇ સુધી યોજાયેલ મંદબુધ્ધિના રમતવીરોના આ સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પીકસમાં ૧૮૪ જેટલા રમતવીર બાળકોએ ભારતભરમાંથી ભાગ લીધો તેની રૂપરેખા આપી હતી. દુનિયાના ૧૮૦ દેશોના ૭પ૦૦ જેટલા રમતવીરોની સ્પર્ધામાં ગુજરાતના ૧૧ વિકલાંગ બાળકોએ ગોલ્ડન અને સિલ્વર મેડલો જીત્યા હતા જે હોંશેહોશે આજે આ વિજેતા બાળકોએ મુખ્યમંત્રીશ્રીને બતાવ્યા હતા.

શ્રી રાકેશ શાહ જેઓ ધારાસભ્ય પણ છે તેમણે જણાવ્યું હતું કે એરમાર્શલ ડી. કીલોર (D. KEELOR) ચેરમેન ઓફ સ્પેશિયલ ઓલિમ્પીકર્સે અને એશિયા સ્પેસિફિક એમ. ડી. ડેવીડ રૂથરફોર્ડે ગુજરાત જેવા રાજ્એ સ્પેશિયલ ઓલિમ્પીકસ માટે જે વિકલાંગ રમતવીરોના પ્રતિભા શોધ, પ્રશિક્ષણ તથા સ્પર્ધાઓનું વ્યવસ્થાપન કર્યું છે તેને એક રોલ મોડેલ ગણાવ્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's industrial production expands to six-month high of 5.2% YoY in Nov 2024

Media Coverage

India's industrial production expands to six-month high of 5.2% YoY in Nov 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જાન્યુઆરી 2025
January 11, 2025

Redefining Progress, Empowering a Nation: PM Modi's Vision for a Viksit Bharat