મુખ્ય મંત્રીશ્રીના અભિવાદનની અનોખી શૈલી: રજતતુલાથી સન્માન
મોરબીમાં નવા જિલ્લાસના શુભારંભ પ્રસંગે શહેરના ૧૦૦૮ ગરીબોને આવાસો માટે રૂ. રપ કરોડનો પ્રોજેકટ જાહેર
સમગ્ર જિલ્લામાંથી મુખ્ય મંત્રીશ્રીનુ ઉષ્માભર્યું સ્વાનગત સન્માન કરવા સમાજના તમામ આગેવાનો ઉમટયા
ગતિશીલ વિકાસ માટે વહીવટના વિકેન્દ્રીકરણનો ઉત્તમ માર્ગ ગુજરાતે બતાવ્યો
દેશને સંકટોમાં ધકેલી દેનારા કેન્દ્રીય શાસકોનો હિસાબ ચૂકતે કરજો
મુખ્ય મંત્રીશ્રીની રજતતુલાના મૂલ્યર જેટલું ભંડોળ સ્ટેતચ્યુ ઓફ યુનિટીના સરદાર સ્મારકમાં વપરાશે
મુખ્યે મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ નવરચિત મોરબી જિલ્લા નો ગરિમામય શુભારંભ કરાવતાં જાહેર કર્યું હતું કે, ગતિશીલ વિકાસ અને જનશક્તિને વિકાસમાં ભાગીદાર બનાવવા ઉત્તમ વહીવટી વિકેન્દ્રીંકરણ ગુજરાતે કર્યું છે. ભારતના વિકાસ માટે ગુજરાત જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ગુજરાતની જનતાને જે નરી આંખે દેખાય છે તે ગુજરાત વિરોધીઓને દેખાતું નથી. મોરબીના શહેરી ગરીબો માટે રૂ. ર૫ કરોડના ખર્ચે ૧૦૦૮ પાકાં આવાસો બાંધવાના પ્રોજેકટની નવા જિલ્લાના શુભારંભ અવસરે મુખ્યક મંત્રીશ્રીએ ભેટ આપી હતી. નાના જિલ્લાઓ અને વહીવટી વિકેન્દ્રી કરણથી જનશાસન વધુ લોકાભિમુખ અને વેગવંતું બનશે એની ખાતરી ૫ણ આપી હતી. મુખ્ય મંત્રીશ્રીએ ૧૫મી ઓગસ્ટઅના આઝાદી પર્વથી ગુજરાતમાં સાત નવા જિલ્લાની રચના કરી છે અને મોરબી ખાતે આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આગમન થતાં જ સમગ્ર મોરબી શહેર આનંદોત્સ વમાં રમમાણ બની ગયું હતું. મોરબી જિલ્લા માં રાજકોટ જિલ્લાખમાંથી મોરબી, વાંકાનેર, ટંકારા, માળિયા-મિયાણા, જામનગર જિલ્લાજમાંથી જોડીયા અને સુરેન્દ્ર નગર જિલ્લામમાંથી હળવદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યોલ છે. નવરચિત જિલ્લાંના ૩૫૭ ગામોની કુલ વસતિ નવ લાખ ૪૮ હજાર ૮૪૬ અને વિસ્તા ર ર,૯૭,ર૮૭.૧ ચો.કિ. થાય છે. શ્રી નરેન્દ્રનભાઇ મોદીની જિલ્લા નો સહુ નાગરિક સંસ્થામઓ, મંડળો, સ્વૈનચ્છિડક સંગઠનોએ અભિવાદન પ્રતિકરૂપે રજતતુલા કરવામાં આવી હતી. મુખ્ય્ મંત્રીશ્રીનું અભિવાદન કરવા ૧૦૦થી વધુ સંસ્થાજઓ અને આગેવાન-પ્રતિનિધિઓએ સન્મા્ન કર્યું હતું. સમગ્ર નગર-રૂટ ઉપર હજારોની સંખ્યાેમાં નાગરિક સમુદાયો અભૂતપૂર્વ ઉત્સાદહથી ઉમટયાં હતાં. શ્રી નરેન્દ્રુભાઈ મોદીએ આ નાગરિકશક્તિના દર્શનથી અભિભૂત થઇને તેમનું અભિવાદન કર્યું હતું.જનતાને નવરચિત મોરબી જિલ્લા ના શુભારંભને જાજરમાન બનાવવામાં હૈયાનો ઉમંગ છલકાવ્યોજ છે તેનું ગૌરવ કરતાં મુખ્યન મંત્રીશ્રીએ મોરબીના નવા જિલ્લા ની આગવી ઓળખ ઉભી થવાની છે. અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે ક્રાંતિકારી જ્ઞાન-પ્રકાશની જયોતિ પ્રગટાવનારા સ્વાેમી દયાનંદ સરસ્વાતીની આ ભૂમિમાં વિકાસનું પણ અનોખું સામર્થ્યપ છે તેને અવસર મળ્યો છે, એમ તેમણે જણાવ્યુંિ હતું.
મોરબી જિલ્લાની અનેક વિશેષતા ઓળખાવતા મુખ્યે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આઝાદીની લડતમાં સત્યાીગ્રહ અને જનચેતના જગાવનારા મહાત્માી ગાંધીજી જેને ગુરૂ માનતા એવા શ્રીમદ્ રાજચંદ્રની પણ આ ભૂમિ છે. મોરબીમાં તળીયાથી નળીયા સુધી સામાન્યવ માનવીની સાથે નાતો જોડે છે. સમગ્ર હિન્દુ સ્તા નનો સમય મોરબી સાચવે છે. એક આર્થિક પ્રવૃત્તિથી ધબકતો આ નવો જિલ્લો કચ્છદના શાખ પડોશી જિલ્લાો તરીકે પોતાની આગવી વિકાસની હરણફાળ ભરશે એવો વિશ્વાસ વ્યોકત કર્યો હતો. વિકાસ સ્થાગિત હોઇ શકે નહીં, વ્યાક્તિલક્ષી હોઇ શકે નહીં, પણ વિકાસ સર્વસમાવેશક, સર્વસ્પશર્શી હોય એ દિશામાં ગુજરાતે સફળતાપૂર્વક વહીવટી સુધારણા અને વ્ય્વસ્થાોપન કરી બતાવ્યુંર છે, એમ મુખ્યત મંત્રીશ્રીએ જણાવ્યુંક હતું.
નવા સાત જિલ્લાતમાંથી ચાર જિલ્લાર તો સૌરાષ્ટ્રયમાં કાર્યરત થઇ ગયા છે. વિકાસ માટે વહીવટનું વિકેન્દ્રીરકરણ કરીને ઇ-ગવર્નન્સાથી સેવા, સુવિધા અને સુખાકારીમાં ગુણાત્મ ક પરિવર્તન લાવવામાં ગુજરાત મોખરે છે. તાલુકા સરકાર અને આપણો તાલુકો- વાઇબ્રન્ટા તાલુકાથી ૫ર-માંથી બમણા ૧૦ર પ્રાન્તા બનાવી દીધા છે. તાલુકાઓ વચ્ચે વિકાસની સ્પઇર્ધા શરૂ થઇ છે. ભારતની જનતાની આંખમાં ધૂળ ઝોંકનારાને ગુજરાતની જનતાએ જાકારો આપી દીધો છે અને છ મહિના પહેલાં જ આખી જૂઠાણા ફેલાવનારી ફોજને ફેંકી દીધી એ આ ગુજરાતની જનતા છે. હવે દેશની જનતાને ભ્રમિત કરવા નીકળ્યા છે, પણ ર૦૧રમાં ગુજરાતની જનતાને અમારા કામોનો હિસાબ આપીને જનતા જનાર્દનનો વિશ્વાસ મેળવ્યો છે. હવે ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રાની સરકાર પાસે જનતા હિસાબ માંગી રહી છે અને અવસર આવ્યેય તેનો હિસાબ ચૂકતે કરી દેશે એમ મુખ્યા મંત્રીશ્રીએ જણાવ્યુંસ હતું.
દેશમાં રૂપિયાની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે અને રૂપિયાને જીવલેણ બિમારીનો ભોગ બનાવી દીધો છે એવો યુપીએ સરકારની સરિયામ નિષ્ફીળતા ઉપર આક્રોશ વ્યોકત કરતાં મુખ્યય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ દેશને સંકટોમાંથી બચાવવો હશે તો આ નિષ્ફનળ શાસકોથી મુક્ત થવું પડશે.
ચાંદીની રજતતુલાથી મળેલી ૯૫ કિલો ચાંદીનું ટ્રસ્ટીરશીપ તરીકે જેટલું મૂલ્યસ થાય તે ભંડોળનો ઉપયોગ લોહપુરૂષ સરદાર પટેલના ભવ્યં સ્મારરક સ્ટે ચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં વાપરવાના સંકલ્પલની મુખ્ય મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી. ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યુંય હતું કે, ગુજરાતનું સૌથી વધુ ઝડપી વિકાસ પામી રહેલું શહેર મોરબી છે. આ વિસ્તાહરના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગના કારણે વિદેશી હૂંડિયામણ ભારતને મળે છે. આવા સંજોગોમાં મોરબી સહિત ગુજરાતને દેશમાં ઉત્પાિદિત થતાં ગેસની આવશ્યકતા હોવાનું કહ્યું હતું. તેમણે ગુજરાતને સસ્તા ભાવનો ગેસ પૂરો પાડવામાં કેન્દ્રવ સરકાર અંતરાય બને છે, તેમ જણાવ્યું હતું. તેમણે વિકાસ આયોજન, શિક્ષણ, ઊર્જા, જળ સંચય ક્ષેત્રની યોજનાની વિગતો પણ પ્રવચનમાં દર્શાવી હતી.
ગ્રામ વિકાસ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ મોરબીને જિલ્લો બનાવવા બદલ મુખ્યા મંત્રી શ્રી નરેન્દ્રયભાઈ મોદીને વિસ્તાલરની જનતા વતી હર્ષની લાગણી વ્ય કત કરી, અભિનંદન આપ્યાદ હતા. કૃષિ રાજ્ય મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે, અનેક કુદરતી આફતોનો સામનો કરી મોરબીએ વિકાસ સાધ્યોભ છે તથા હવે નવો જિલ્લોય બનતાં રાજ્ય સરકારની નીતિના પરિણામે મોરબીના વિકાસના દ્વાર ખુલ્યાવ છે.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની દૂરંદેશી અને દ્રઢ ઇચ્છાજશક્તિના કારણે નવા જિલ્લાઓ અસ્તિનત્વઈમાં આવ્યાં છે અને આ નિર્ણય વિકાસ માટે ઇંધણ બનશે, તેમ તેમણે જણાવ્યુંે હતું. ધારાસભ્ય. શ્રી કાંતિભાઇ અમૃતિયાએ સરકારે મોરબી જિલ્લો બનાવતાં હવે વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યમકત કર્યો હતો.
ધારાસભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયાએ મોરબી જિલ્લોઅ બનતાં હવે તે વિકાસમાં નંબર વન બનશે તેવી આશા સેવી હતી. મોરબીના નવનિયુક્ત કલેકટર શ્રી શૈલેષ રાવળે શાબ્દિજક સ્વાનગત કર્યું હતું. આ અભિવાદન સમારોહમાં માર્ગ વાહન વ્યષવહાર નિગમના અધ્યિક્ષ શ્રી બાબુભાઈ ઘોડાસરા, સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, ધારાસભ્યોુ શ્રી પ્રવિણ માંકડીયા, જિતુભાઈ વાઘાણી તથા ભાવનાબહેન તેમજ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ તથા જિલ્લા તંત્રના અધિકારીઓ અને નવરચિત જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિ ત રહ્યાં હતાં.