"18.24-lakh athletes took part in State-wide month-long Khel Mahakumbh-2011"
"Shri Narendra Modi exudes confidence of Gujarat sportspersons setting new national records in five years"

નરેન્‍દ્રભાઇ મોદી :

સમગ્ર ગુજરાતમાં ખેલકૂદનું જનઆંદોલન જગાવીએ

ગુજરાત રાષ્‍ટ્રિયકક્ષાની રમતસ્‍પર્ધાઓના વિક્રમો તોડવાનું સામર્થ્‍ય બતાવશે

ખેલ મહાકુંભ-2011નું શાનદાર સમાપન

વિકલાંગ રમતોસ્‍તવના સામર્થને બિરદાવ્‍યું

ફ્રાંસની કંપની ખેલમહાકુંભથી પ્રેરાઇને સ્‍પોર્ટસ વિલેજ સ્‍થાપશે

ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ-2011નું શાનદાર સમાપન કરતાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ખેલકૂદ સ્‍પર્ધાઓને એવી ઉંચાઇ ઉપર લઇ જવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો કે રાષ્‍ટ્રિયકક્ષાની રમતોના વિક્રમો સાથે ગુજરાત બરોબરી કરશે. સમાજજીવનમાં ક્રમશઃ ખેલકૂદ માનવીય ગરિમા અને રમત ક્ષેત્રમાં ક્ષમતાવર્ધન અને માનવસંશાધન કૌશલ્‍ય નિર્માણનું સામર્થ્‍ય બનશે એમ તેમણે જણાવ્‍યું હતું

ભારતનો સૌથી વિરાટ એવો ગુજરાતનો આ દ્વિતિય રમતોત્‍સવ ખેલ મહાકુંભ તા.11-11-11ના રોજ શરૂ થયેલો અને 6,92,000 મહિલા ખેલાડીઓ સહિત 18,24,000 જેટલા રમતવીરોએ 1500થી વધુ સ્‍થળો ઉપર ગામ, તાલુકા, અને જિલ્લાકક્ષાએ 17 જેટલી વિવિધ રમત સ્‍પર્ધાઓમાં પોતાનું કૌવત બતાવ્‍યું હતું અને આખરી સ્‍પર્ધામાં 88 જેટલા જુના વિક્રમો તોડીને નવા સ્‍થાપવામાં આવ્‍યા છે અને તેમાં પણ 42 રેકર્ડસ તો મહિલા ખેલાડીઓએ સ્‍થાપ્‍યા છે. આ વર્ષે ખેલ મહાકુંભ ઉપરાંત વિકલાંગો માટેની 15 રમતોમાં 58,305 તથા સાગરકાંઠાની બીચ સ્‍પોર્ટસમાં 3650 સાગરખેડુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ મળીને 5,429 ખેલાડીઓએ મેડલ જીત્‍યા હતાં

મુખ્‍યમંત્રીશ્રીએ વિકલાંગ ખેલાડીઓ સહિત વિજેતા ખેલાડી ભાઇ-બહેનોનું અભિવાદન કરીને કુલ રૂા.40 કરોડના પુરસ્‍કારો એનાયત કર્યા હતા. આ ખેલમહાકુંભમાં રમતોમાં ભાગ લઇને આટલો વિરાટ પ્રતિસાદ આખા ગુજરાતની જનતાના લાખો ખેલાડીઓ અને વરિષ્‍ઠ તથા વિકલાંગ ખેલાડીઓને મુખ્‍યમંત્રીએ અભિનંદન આપ્‍યાં હતા અને ખેલદિલીની ભાવનાથી ગુજરાતનું ગૌરવ વધારવા માટે ધન્‍યવાદ આપ્‍યા હતા. સમગ્ર જનતાએ રાજ્‍યમાં ખેલમહાકૂંભમાં ખેલદિલીની ભાવનાથી જે ઉત્તમ રમતોનું વાયુમંડળ રચ્‍યું તે પણ અભિનંદનને પાત્ર છે એમ તેમણે જણાવ્‍યું હતું. વિકલાંગ ખેલાડીઓને પોતાના આત્‍મવિશ્વાસથી વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્‍ય બતાવવા માટે મુખ્‍યમંત્રીશ્રીએ આ વર્ષનો ખેલમહાકૂંભ વિકલાંગ ખેલાડીઓને સમર્પિત કર્યો હતો. તેમણે જણાવ્‍યું કે, આપણા ખેલમહાકૂંભની સ્‍પર્ધાનું હાર્દ એ પણ હતું કે, આપણે આપણી રમતોના જુના વિક્રમો તોડીએ અને નવા રેકર્ડ પ્રસ્‍થાપિત કરીએ.

ગુજરાત જેવા રાજ્‍યમાં ભાગ્‍યેજ ખેલ પારિતોષિક મળતા તેવા વાતાવરણમાં 88 જેટલી રમતોમાં નવા વિક્રમો સ્‍થપાયા એમાં પણ 42 તો મહિલા ખેલાડીઓએ સ્‍થાપ્‍યા છે. ગુજરાત હવે ખેલકૂદના ક્ષેત્રમાં પણ દેશમાં ગૌરવભેર ઉન્‍નત મસ્‍તક રાખી શકે એવી સ્‍થિતિનું નિર્માણ થયું છે તેમ તેમણે જણાવ્‍યું હતું. ગુજરાત આધુનિક બનશે. છ કરોડ ગુજરાતીઓની માનવીય ગરિમાથી ખેલકૂદ ક્ષેત્ર આ ગરિમાની અભિવ્‍યકિતનું માધ્‍યમ બન્‍યુ છે એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતમાં ફ્રાન્‍સની કંપની ખેલમહાકુંભથી પ્રેરિત થઇને સ્‍પોર્ટસ વિલેજ સ્‍થાપશે તેવી જાહેરાત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ આ ખેલમહાકુંભના સમાપનની ઘોષણા સાથે આગામી વર્ષના ખેલમહાકૂંભની પૂર્વ તૈયારીઓનું ઉદ્‌ઘાટન પણ ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું. રમત-ગમત, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ ખેલ મહાકુંભના આ વિરાટ રમતોત્‍સવથી ગુજરાતે દેશ અને દુનિયાના ખેલકુદ નકશામાં આગવું સીમાચિન્‍હ્‌ અંકિત કર્યું છે, તેનો હર્ષ વ્‍યકત કરતાં ગુજરાત અને ગુજરાતીઓના જિનેટીક સિસ્‍ટમમાં ખેલકુદ પ્રત્‍યેનો જે લગાવ ઉભો થયો છે તે આવનારા દિવસોમાં ગુજરાતને રમત-ગમત ક્ષેત્રે આગવા કિર્તિમાન હાંસલ કરાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો. તેમણે ખેલમહાકુંભના આ રમતોત્‍સવના સફળ આયોજન માટે મુખ્‍યમંત્રીશ્રીના પ્રેરક નેતૃત્‍વને રમ્‍યું ગુજરાત જીત્‍યું ગુજરાતનું સૂત્ર દેશ અને દુનિયામાં ગુંજતુ કરવાનું આગવું અભિયાન ગણાવ્‍યું હતું. સ્‍પેશિયલ ઓલિમ્‍પીક ભારતના અધ્‍યક્ષ અને નિવૃત એરમાર્શલ ડેન્‍જીલ કિલરે વર્લ્‍ડ સ્‍પેશિયલ ઓલિમ્‍પીકના શ્રી થીમોટીના મુખ્‍યમંત્રીશ્રીએ શુભેચ્‍છા અને પ્રસંશા કરતાં પત્રનું પઠન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્‍ય મંત્રી મંડળના વરિષ્‍ઠ મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, અમદાવાદ શહેરના મેયરશ્રી અને મહાપાલિકાની વિવિધ કમિટિના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્‍યામાં રમતપ્રેમી નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતાં. આ પ્રસંગે વિજેતા ખેલાડીઓની વિવિધ જિલ્લા ટુકડીઓની માર્ચપાસ્‍ટ પણ યોજવામાં આવી હતી તેમજ રસ્‍સા ખેંચ, જમ્‍પીંગ રોપ અને ટેકવાડોનના નિદર્શનો પ્રસ્‍તુત કરાયા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand

Media Coverage

India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises