ગુજરાતનો ત્રીજો ગુણોત્સવ ર૪-રપ-ર૬ નવેમ્બર ર૦૧૧ના દિવસો દરમિયાન યોજાશે

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં મંત્રીશ્રીઓ-સચિવશ્રીઓ-સનદી અધિકારીઓ અને પદાધિકારીઓ પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવાનું અભિયાન હાથ ધરશે

ગુજરાત પ્રાથમિક શિક્ષણનું ઉત્તમ મોડેલ બને - મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારના તમામ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ સનદી અધિકારીઓ સહિત ૩૦૦૦ જેટલા પદાધિકારીઓ આગામી તા. ર૪ થી ર૬ નવેમ્બર ર૦૧૧ના ત્રણ દિવસો દરમિયાન રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ અભિયાન હાથ ધરશે. રાજ્યની ૩ર૭૪ર સરકારી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા ઉત્તમ સ્તરે લઇ જવાના સંકલ્પ સાથે સને ર૦૧૧નો આ રાજ્યનો ત્રીજો ગુણોત્સવ યોજાવાનો છે તેની પ્રેરક ભૂમિકા સાથેનું દિશાદર્શક માર્ગદર્શન આજે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આપ્યું હતું જેનું જીવંત પ્રસારણ તમામ જિલ્લા અધિકારીઓ સમક્ષ પણ કરવામાં આવ્યું હતું. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં ગુણોત્સવનું અભિયાન પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે અધ્યયનનો વિષય બની ગયું છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે હવે ગુજરાતની પ્રાથમિક શાળા એક આદર્શ મોડેલ બને તે માટેના સુઆયોજિત માપદંડો ઉપલબ્ધ છે અને બે લાખ જેટલા શિક્ષકો આવતીકાલના ૬૦ લાખ જેટલા પ્રાથમિક શિક્ષણના બાળકોના ધડતર માટે આજે ઉત્તમ પુરૂષાર્થ કરે તેવો આ અવસર ગુણોત્સવ પૂરો પાડે છે.

આ સરકાર માટે શિક્ષણ ક્ષેત્રે વિકાસનો માપદંડ માત્ર ભૌતિક સંસાધનો અને સુવિધા જ નથી, પરંતુ પ્રાથમિક શિક્ષણમાં જનસમાજની શકિત અને જાગૃતિ જોડીને ગુજરાતની આજની બાળપેઢી આવતીકાલની સ્પર્ધામાં પાછળ રહી ન જાય તે જોવાનું આપણું દાયિત્વ છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે દશ વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાના અભિયાનથી ૧૦૦ ટકા શાળા નામાંકનની યશસ્વી સફળતા મેળવી છે-રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણના અભ્યાસપાત્ર એવા ૮૦ ટકા બાળકો ભણે છે. આપણે આ ૮૦ ટકા આજની બાળપેઢીની આવતીકાલનું ભવિષ્ય ધડવાનું છે અને ગુણોત્સવ દ્વારા શાળા, શિક્ષક તથા બાળકનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને તેની ઉણપો, કચાશ, ક્ષતિઓ નિવારવાનું તથા અવરોધક પરિબળો દૂર કરવાનું હકારાત્મક વાતાવરણ સર્જવું છે. શિક્ષકમાં પોતાની શૈક્ષણિક સજ્જતાની જવાબદારી જાગે, સમાજ-વાલી સમસ્તમાં ગામની શાળા કોઇ સરકારી અસ્કયામત નહીં પણ ગામની સંપતિનું ધરેણુ બને, સમાજનું ધબકતું ચેતના કેન્દ્ર બને તે દિશામાં ગુણોત્સવ દ્વારા મૂલ્યાંકન થવાનું છે.

ગુણોત્સવના અનેકવિધ વિશેષ પાસાંઓ અને ફાયદાની રૂપરેખા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુણોત્સવના મૂલ્યાંકનથી ઉત્તમ અને સારા શિક્ષકના પ્રયાસની નોંધ લેવાય છે અને જેમણે પ્રાથમિક શિક્ષણમાં મૌલિક સફળ પ્રયોગો કર્યા હોય તેને પણ પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. શિક્ષણ અને શાળા પ્રત્યે ઉદાસિન શિક્ષકોને માટે તથા પ્રાથમિક શાળાના પરિક્ષણ-તપાસણી માટે જવાબદાર કેળવણી નિરીક્ષકો CRC, BRC કેડર માટે ત્રીજો ગુણોત્સવ દાયિત્વમાં ગુણાત્મક સુધારાથી નિર્ણાયક બની રહેશે એવો સ્પષ્ટ સંકેત પણ તેમણે આપ્યો હતો. આપણે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની ઉત્તમ કામગીરી અને જીવંત સર્જનશીલતાને સ્વમૂલ્યાંકન ઇમાનદારીથી કરે તેના ઉપર તેમણે ભાર મૂકયો હતો. ગુજરાતે અનેક ક્ષેત્રે સ્થિતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા પૂરવાર કરી છે અને "ગુણોત્સવ'ના માધ્યમથી પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવાનું મોડેલ પણ ગુજરાત જ પુરૂં પાડશે, એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ગુણોત્સવ ર૦૧૧ની આ સમીક્ષા બેઠકમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પ્રાથમિક શિક્ષણ સ્તરે ગુણવત્તાની ચકાસણી કરનારૂં એકમાત્ર રાજ્ય ગુજરાત છે, મંત્રીશ્રીએ ઉમર્યું હતું કે, કેન્દ્ર સરકાર આજે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ નામાંકન થાય તે માટે માર્ગદર્શન આપે છે જ્યારે ગુજરાતે તો આજથી નવ વર્ષ પહેલાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ માર્ગદર્શનથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા દ્વારા એક અભિયાન ઉપાડયું છે જેના કારણે આજે આપણે સો ટકા નામાંકન જ નહીં પરંતુ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેશિયો આપણે ધટાડી શકયા છીએ.

છેલ્લા એક દશકામાં ગુજરાતનો શિક્ષણ ક્ષેત્રો વિકાસ ૧પ ટકાથી વધુ થયો છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે ગુજરાત સરકારે શિક્ષક અને શાળાનું ગ્રેડેશન કર્યું છે અને આખા અભિયાનથી ગુણવત્તામાં પાછળ રહી ગયેલી શાળા અને શિક્ષકોને વધુ સજ્જતા દ્વારા ગુણવત્તાસભર બનાવવામાં આવે છે, તેમ તેમણે જણાવ્યું હતું. પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તાએ દ્રશ્ય-શ્રાવ્ય પ્રેઝન્ટેશન દ્વારા અધિકારી-પદાધિકારીઓએ ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન કરવાની વિશદ કામગીરીની રૂપરેખા આપી હતી. શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ગુણોત્સવમાં થતું મૂલ્યાંકન પ્રાથમિક શાળા, પ્રાથમિક શિક્ષકો અને વિઘાર્થીઓમાં ગુણવત્તાનું નિર્માણ કરી શ્રેષ્ઠતા સુધી પહોંચવાનું અભિયાન છે.

આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતિ, સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર શ્રી મનોજ અગ્રવાલ, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી રાવલ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In a first, micro insurance premium in life segment tops Rs 10k cr in FY24

Media Coverage

In a first, micro insurance premium in life segment tops Rs 10k cr in FY24
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"