કાશ્મીર ખીણમાં તેમના સલામત અને સમ્માનભેર પુન:સ્થાપન માટે આવેદનપત્ર પાઠવ્યુ
નવી દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને થયેલા અન્યાય પ્રત્યે ઉંડી સહાનુભુતિ દર્શાવી છે અને જણાવ્યુ છે કે કાશ્મીર ખીણપ્રદેશમાં તેમના સલામત અને સમ્માનભેર પુન:સ્થાપન માટે ભાજપ પ્રતિબધ્ધ છે અને જમ્મુ-કાશ્મીરની ભુમિ પર કાશ્મીરી પંડિતોની સદીઓ જુની સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે પક્ષ સમુદાયની સાથે મળીને પ્રયાસો કરશે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિમંડળે આજે મુલાકાત લઈને તેમના સમુદાયને છેક ૧૯૯૦ ની સાલથી કાશ્મીરમાં ભોગવવા પડતા વિવિધ પ્રશ્નો મુદ્દે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
કાશ્મીરી પંડિતોના દુ:ખમાં સહભાગી થતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે આજથી ૨૪ વર્ષ પહેલા ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ ના રોજ કાશ્મીરી પંડિતોને તેમનું વતન છોડવાની ફરજ પાડવામાં આવી હતી. આ માત્ર એક સમુદાય પર થયેલ હુમલો નહોતો પણ તેમની સદીઓ જુની સંસ્કૃતિ અને પરપંરા ઉપરનો હુમલો પણ હતો. વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની પીડા માત્ર તેમની સાથે થયેલા અન્યાયનો સામનો કરવા પૂરતી સિમિત નથી, પણ કાશ્મીર ખીણપ્રદેશમાંથી વિલુપ્ત થઈ ચૂકેલ કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાની પણ છે.
કાશ્મીરી પંડિતો સાથે થયેલો અન્યાય એ માત્ર તેમના અધિકારો પર થયેલો હુમલો નથી પણ “સર્વ પંથ સમભાવ” ના આપણા રાષ્ટ્રિય આદર્શ પર થયેલા હુમલા સમાન છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે કાશ્મીરી પંડિતોની વ્યથાને શબ્દોથી ક્યારેય વર્ણવી શકાય એમ નથી. કાશ્મીરી પંડિતોને ન્યાય અપાવવા પ્રત્યે અમે મક્કમપણે પ્રતિબધ્ધ છીએ.
પ્રતિનિધિમંડળે પરંપરાગત કાશ્મીરી પરિધાન અને હસ્તકલાની કૃતિઓ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કર્યા હતા.
Shri Modi tweeted:No words will ever explain the extent of suffering Kashmiri Pandits experienced. Justice towards the community remains our firm commitment. — Narendra Modi (@narendramodi) January 19, 2014
Injustice to Kashmiri Pandits is not only an attack on their rights but an attack on our national ideal of Sarva Pantha Sambhav. — Narendra Modi (@narendramodi) January 19, 2014
Met a delegation of Kashmiri Pandits earlier today pic.twitter.com/f7hyoE7DhL — Narendra Modi (@narendramodi) January 19, 2014