ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપી રહેલા વેલસ્પન ગ્રુપે ૧પ૧ મેગાવોટનો સૌરઊર્જા પ્લાન્ટ્ સ્થાપ્યો
ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા નરેન્દ્ર ભાઇ મોદીનું આહ્વાન
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે મધ્યપ્રદેશના નીમચમાં વેલસ્પનના સોલાર પ્લાન્ટ્ના લોકાર્પણમાં જણાવ્યું હતું કે ઊર્જાક્ષેત્રે ભારતે આત્મનિર્ભર બનવાની સમયની માંગ છે. વિકાસ માટે ઊર્જાના પ્રાકૃતિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ એ જ ઉત્તમ માર્ગ છે એમ તેમણે જણાવ્યું હતું.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહજી ચૌહાણ સાથે રહીને શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સોલાર પાવર પ્લા્ન્ટનું નિરીક્ષણ કર્યું હતું.
વેલસ્પન એનર્જી કંપનીએ મધ્યપ્રદેશમાં ૧પ૧ મેગાવોટની સ્થાપિત વીજ ક્ષમતા ધરાવતો સોલાર પાવર પ્લાન્ટે ૮૦૦ એકરમાં કાર્યાન્વિત કર્યો છે. લક્ષિત સમયાવધિ કરતાં આઠ મહિના વહેલો સૂર્યશકિતથી વીજળી પેદા કરતો આ સોલાર પાવર પ્લાન્ટ ૮૮પ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયો છે જેનાથી ૬,ર૪,૦૦૦ ઘરોને સૌરઊર્જાની વીજળી ઉપલબ્ધ થશે. વેલસ્પન કંપની ગુજરાતના કચ્છં જિલ્લામાં પોતાના ઔદ્યોગિક એકમ ધરાવે છે.
શ્રી શિવરાજસિંહને મધ્યપ્રદેશના ઊર્જાવાન અને પાણીદાર મુખ્યમંત્રી તરીકે અભિનંદન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સૌરઊર્જાના આ પ્લાન્ટથી મધ્યપ્રદેશે દેશને વીજળીનું નવું નજરાણું આપ્યું છે. વેલસ્પન ગ્રુપને પણ તેમણે ઊર્જાક્ષેત્રે આ પ્લાન્ટ દ્વારા દેશના વિકાસ માટે યોગદાન આપવા બદલ અભિનંદન આપ્યા હતા.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભાજપા એ એવી સરકાર છે જે જનતાનો અવાજ સમજે છે. (પાવર ટુ એમ્પાવર પિપલ) અમારે માટે સત્તા એ સામાન્ય માનવીના સશકિતકરણનું સાધન છે, એમના માટે સંપૂર્ણ સત્તા એ સંપૂર્ણ ભ્રષ્ટાચારનું સાધન છે (એબ્સોલ્યુ ટ પાવર ફોર એબ્સોલ્યુટ કરપ્શન) પ્રાકૃતિક સંસાધનોથી ઊર્જાનું ઉત્પાદન કરીને ભારત બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે પોતાનું સામર્થ્યો બતાવી શકે છે પણ યુ.પી.એ. સરકાર ઉદાસિન જ રહી છે અને ભ્રષ્ટાચારને પ્રાથમિકતા આપી છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
દેશમાં પ્રાકૃતિક સંસાધનો, ઊર્જાવાન યુવાશકિત અને સામર્થ્યવાન સમાજ છતાં દેશ એક દશકમાં વિકાસથી નીચે જતો રહયો તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે અનાજ ભંડાર હોય છતાં લોકો ભૂખે મરે, દેશમાં વીજળીના કારખાનામાં ર૦,૦૦૦ મેગાવોટની ઉત્પાદન ક્ષમતા હોય છતાં કોલસાના અભાવે વીજળી પેદા થાય નહીં, વીજળી વગર દેશના લોકો અંધકારમાં ડૂબે છતાં કોલસામાં ભ્રષ્ટાચાર થાય એવી દુર્દશા યુપીએ સરકારે કરી છે.
ડોલરની તુલનામાં રૂપિયો અભૂતપૂર્વ રીતે ગગડતો રહે, કરન્ટ એકાઉન્ટ ડેફીસીટનું સંકટ વકરતુ જાય છે, કારણ કે કોલસાનું ઇમ્પનર્ટ કરવાની ઊર્જાનીતિ અપનાવી દેશના અર્થતંત્ર ઉપર બોજો વધારી દીધો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ભારતના નીતિનિર્ધારકોની ઊર્જા નીતિની ક્ષતિઓ દર્શાવતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે હિમાલયમાંથી નીકળતી નદીઓના પાણીમાંથી હાઇડ્રો પાવર અને દરિયાકાંઠે વિન્ડ પાવર તથા મરૂભૂમિ-મેદાનોમાં સૂર્યશકિતથી સોલાર પાવરના પ્રાકૃતિક સંસાધનો વિકસાવવાની સંભાવનાનો આઝાદી પછી કોંગ્રેસ સરકારોએ કોઇ વિઝનરી વિચાર જ કર્યો નથી.
હિન્દુસ્તાનના તિરંગાના ત્રણ રંગ હરિત, સફેદ અને કેસરી રંગો છે અને દેશમાં કૃષિનું ગ્રીન રિવોલ્યુશન, વ્હાઇટ રિવોલ્યુશન (દૂધ) તથા હવે સેફરોન એનર્જી (કેસરીયો રંગ) રિવોલ્યુન આવી રહયું છે.
ભારતમાં સપ્ત(ઊર્જા સ્વરૂપે ઊર્જારૂપી અશ્વરથ સવાર થઇને ઉર્જાક્ષેત્રે સ્વનિર્ભરતાની દિશાનું વિઝન તેમણે આપ્યું હતું. સપ્ત ઊર્જા રથમાં તેમણે ગેસ, થર્મલ, હાઇડ્રો, સોલાર, વિન્ડ, બાયોમાસ એન્ડ ન્યુકલીયર એનર્જીને ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કચરામાંથી કંચન એટલે બાયોમાસ એનર્જી-અને ભારતના ખૂણે ખૂણે આ બાયોમાસ એનર્જીથી ઊર્જા-ઉત્પાદન કરી શકાય. ઊર્જા ક્ષેત્રે ભારત ખૂબ મોટી તાકાત તરીકે ઉભરી શકયું હોત પણ દેશના લાંબા સમયના ભવિષ્યની સોચ જ દિલ્હી દેશના વર્તમાન શાસકોમાં નથી. વિકાસ જ બધી સમસ્યાનું સમાધાન છે એની ભૂમિકા તેમણે આપી હતી. સામાન્ય માનવીનું જીવન ઉંચે લાવવા ભાજપાની બધી સરકારો વિકાસની માંગ સાથે જનતાની અપેક્ષાની પૂર્તિ કરી રહી છે. તેમ તેમણે જણાવ્યું હતું.
મધ્યપ્રદેશના મુખ્ય મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.