નકસલવાદી હિંસાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટ્વીટર ઉપર જણાવ્યું છે કે આતંકવાદ અને નકસલવાદ જેવી અમાનૂષી હિંસાની માનસિકતા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનો સમય ક્યારનોય પાકી ગયો છે.
મુખ્યમંત્રીશ્રીએ નકસલવાદી હિંસાનો ભોગ બનેલા કુટુંબો અને પોલીસોના પરિવારોને સંવેદનાશીલ સહાનૂભૂતિ પાઠવતાં જણાવ્યું છે કે તેમના દુઃખમાં સમગ્ર માનવતાવાદી લોકો સહભાગી છે. ઇજા પામેલા જલ્દીથી સાજા થઇ જાય તે માટે પણ તેમણે શુભેચ્છા પાઠવી છે.