સામાજિક-આર્થિક- અને જાતિ આધારિત વસતિ ગણતરીનો ગુજરાતમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
આ વસતિ ગણતરી માટે સાચી પૂરેપૂરી માહિતી આપી રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવીએઃ નરેન્દ્રભાઇ મોદી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે તેમના ગાંધીનગરના નિવાસસ્થાનેથી સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસતિ ગણતરીની માહિતી ગણતરીકારને આપીને ગુજરાતમાં તેનો પ્રારંભ કરાવ્યો હતો.
આજે તા. ૧૬મી જાન્યુઆરીથી તા. ર૮ મી ફેબ્રુઆરી ર૦૧ર સુધી આ પ્રકારની વસતિ ગણતરીનું અભિયાન સમગ્ર ગુજરાતમાં શરૂ થઇ ગયું છે.
મુખ્યમંત્રીશ્રીએ સામાજિક આર્થિક અને જાતિ આધારિત વસતિ ગણનાને ભવિષ્યના વિકાસ આયોજનને સુવિચારિત રૂપે ધડવા માટેની આવશ્યકતા ગણાવી પ્રત્યેક ધર-પરિવાર તેમાં સાચી, પૂરેપૂરી અને સત્વરે માહિતી આપીને રાષ્ટ્રના વિકાસ માટેનું કર્તવ્ય નિભાવે એવી પ્રેરક અપીલ કરી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે વસતિ ગણતરીમાં સાચી માહિતી આપવાનો સૌનો અધિકાર છે અને મહિલા, યુવાનો, ગરીબ હોય કે તવંગર સહુ કોઇ આ રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવશે જે ગુજરાતના અને ભારતના વિકાસના આયોજનને સુનિヘતિ બનાવશે.
આ પ્રસંગે અગ્ર સચિવ સુશ્રી રિટા તેઓટિયા, શ્રી આઇ. પી. ગૌતમ તથા ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી પી. સ્વરૂપ સહિત વસતિ ગણતરીકારો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ તેમની વ્યકિતગત માહિતી આપી હતી