"Shri Narendra Modi congratulates BJP leaders on the party’s spectacular show in 4 states"
"Shri Modi expressed gratitude towards the voters for reposing faith in BJP, acknowledges and appreciates the efforts of party leaders and karyakartas"

ચાર રાજ્યોમાં પાર્ટીના અદ્દભુત દેખાવ બાદ ભાજપના આગેવાનોને અભિનંદન પાઠવતા શ્રી નરેન્દ્ર મોદી

શ્રી નરેન્દ્ર મોદીએ ભાજપમાં વિશ્વાસ જતાવવા બદલ મતદારો પરત્વે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી, પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની જહેમતને બિરદાવી તેઓની ભરપૂર પ્રસંશા કરી હતી.

શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના અભૂતપુર્વ વિજયી પ્રદર્શનની ભરપૂર પ્રસંશા કરી હતી અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વર્ચસ્વ સ્થાપિત કરનારા મહાન અને અજોડ વિજયી પરિણામ તેમજ દિલ્હીમાં થયેલી અભૂતપુર્વ જીતને બિરદાવી હતી. મત આપી ભાજપના વિજયનો પાયો નાખવા બદલ શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મતદારોનો આભાર માન્યો હતો. ભાજપમાં વિશ્વાસ જતાવવા બદલ મતદારો પરત્વે શ્રી નરેન્દ્ર મોદીએ કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

BJP’s victory in 3 states


Images Courtesy  : Hindustan Times

પાર્ટીના અભૂતપુર્વ પ્રદર્શન માટે જહેમત ઉઠાવનાર આગેવાનો અને કાર્યકર્તાઓના પ્રયાસોને પણ શ્રી મોદીએ બિરદાવ્યા હતા. શ્રી મોદીએ પાર્ટીની અતૂલ્ય સફળતાના ભરપેટ વખાણ કર્યા હતા અને હુકમના એક્કા સાબીત થયેલા હર્ષવર્ધન (દિલ્હી), શિવરાજ ચૌહાણ (મધ્યપ્રદેશ), શ્રીમતી વસંધરા રાજે (રાજસ્થાન), ડૉ. રમણ સિંહ (છત્તીસગઢ)ને અભિનંદન પાઠવ્યા હતા.

589 બેઠકોમાંથી 408 બેઠકો ઉપર વિજય હાંસલ કરવાની સિદ્ધિને અપ્રતિમ ગણાવી હતી, શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપને પસંદ કરીને જનતાએ ચુકાદો આપી દીધો છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે ભાજપનો વિજય એ લોકોના વિકાસ તરફેના વલણ અને ભ્રષ્ટાચાર તેમજ મતઆધારીત રાજનીતિ પ્રત્યે નારાજગીને સાબીત કરવા પુરતો છે,

લોકોનાં સપનાં અને આશાઓ સંતોષવાના ખરાદીલથી પ્રયાસોની ખાતરી આપતા શ્રી નરેન્દ્ર મોદીએ 272+એના મીશનને પૂર્ણ કરવાની શરૂઆત આ ત્રણ રાજ્યોમાં વિજય મળવાથી થઇ હોવાનું કહ્યું હતું અને કોંગ્રેસમુક્ત ભારત તરફ એક પગલું વધું આગળ ધપ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

જીતની ઉજવણીમાં સામેલ થતા અને શ્રી મોદીના ફાળાનો સ્વીકાર કરતાં, પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહે જણાવ્યું હતું કે વિધાનસભાની ચંટણીઓમાં પક્ષના વિજયમાં શ્રી મોદીનો સિંહફાળો રહ્યો હતો અને પક્ષના વરિષ્ઠ નેતાગણ અને કાર્યકરોના કાર્યોને પણ બિરદાવ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

BJP’s victory in 3 states


Image Courtesy  : Hindustan Times

BJP’s victory in 3 states

 
Image Courtesy  : OneIndia

BJP’s victory in 3 states

 
Image Courtesy  : The Hindu

કાંગ્રેસના ચારેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની હાંસી ઉડાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે કાંગ્રેસે ચારેય રાજ્યોમાં મેળવેલ કુલ બેઠકોનો સરવાળો ભાજપના કોઈપણ એક રાજ્યમાં મેળવેલ બેઠકો કરતાં પણ ઓછો છે.

Shri Modi tweeted,

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi