એક પળ પણ કેન્દ્રની કોંગ્રેસ સરકાર સત્તા પર રહેવી જોઇએ નહીં

 યુ.પી.એ. સરકારની સમગ્રતયા ક્ષેત્રોમાં ઘોર નિષ્ફળતાનું રિપોર્ટ કાર્ડ વડાપ્રધાનશ્રીએ રજૂ કયું છે

 માત્ર પ્રોમીસ જ છે પરફોર્મન્સનું કયાંય નામો નિશાન નથી .

મુંબઇમાં ભાજપાની રેલીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને સાંભળવા વિશાળ જનમેદની ઉમટી પડી

 વડાપ્રધાનનું રિપોર્ટ કાર્ડ કેન્દ્રસ્થાને રાખી કેન્દ્ર સરકારની આકરી આલોચના

 મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાત્રે મુંબઇમાં ભારતીય જનતા પાર્ટીની વિશાળ રેલીને સંબોધતા જણાવ્યું કે યુપીએ૨નું ત્રણ વર્ષનું રિપોર્ટ કાર્ડ પુરવાર કરે છે કે કેન્દ્ર સરકાર તેના વચનો પાળવા માં જ નહીં, પરંતુ બધા જ મોરચે પરફોર્મન્સમાં નિષ્ફળ ગઇ છે. એક પળ પણ તેને સત્તા ઉપર રહેવા દેવાય નહીં. રૂપિયો ડોલર સામે ગગડી ગયો છે એ વૈશ્વીકરણના અર્થકારણની સ્થિતી નથી. કોઇ ને કોઇ ષડયંત્ર તેની પાછળ છે અને દેશની જનતા એ જાણવા માંગે છે એવો વેધક આક્ષેપ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

મુંબઇમાં આજે શ્રી નરેન્દ્ર મોદી પણ ભાજપાની રેલીને સંબોધવાના છે તે જાણીને વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી. મહારાષ્ટ્ર દુષ્કાળની વિકટની વિકત સ્થિતિથી પિડિત છે અને રાજ્યના કિસાનો પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરતાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રેગિસ્તાન અને ૧૦ માંથી સાત વર્ષ દુકાળ ભોગવતા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી દુકાળનું નામો નિશાન નથી કારણ કે જલ પ્રબંધન સફળ રહ્યું છે. દેશમાં નદીઓના જોડાણનું સપનું સાકાર થયું હોત તો મહારાષ્ટ્રના ખેડૂતોને દેવામાં ડૂબીને આત્મહત્યાની નોબત આવી જ ન હોત. દિલ્હીમાં એવી સરકાર છે જેની પાસે ન કોઇ નેતા છે, ન કોઇ નિયત કે ન કોઇ નિતી છે એટલે દેશની દુર્દશા થઇ છે. દિલ્હીમાં બેઠલી આ સરકારે લોકોને ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડવાના વચનો વાયદા કર્યા હતા અને લોકોને ગુમરાહ કરવા જેમ નિર્મલ બાબા વાતો કરે છે તેમ દિલ્હીની હાલની સરકાર પણ કરી રહી છે. મોંઘવારી વધતી જ જાય છે તેમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાન ર્ડા.મનમોહનસિંહની સરકારના ત્રણ વર્ષના રિપોર્ટ કાર્ડ વિશે ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ રિપોર્ટ કાર્ડમાં આતંકવાદ કે નકસલવાદ વિશે એક પણ શબ્દ નથી. શું આતંકવાદ સામે લડવાની આ ગંભીરતા છે એવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. કુપોષણ સામે શરમથી માથું ઝુંકી જાય છે એવું તેમણે કહેલું પણ આ રિપોર્ટ કાર્ડમાં એના વિશે એક હરફ પણ નથી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશની આઝાદી પછી કોઇ સરકારને સેના સાથે વિવાદ કે સંઘર્ષ નથી થયો ત્યારે આજે ગઠબંધનની આ સરકારની કઇ મજબુરી છે કે સરકાર સેના સાથે સતત સંઘર્ષમાં ઉતરે છે.

દેશ જાણવા માંગે છે કે સેના વડા એવું કહે છે કે સેનાના પાસે શસ્ત્રો, દારૂગોળો નથી. આ સ્થિતિ કેમ પેદા થઇ તેનો જવાબ આપો. મેડમ સોનિયાજીએ કબુલવું પડ્યું છે કે પ્રોમીસ નહીં ચાલે પરફોર્મન્સ આપો. આ દર્શાવે છે કે પરફોર્મન્સનું નામો નિશાન નથી. ગરીબી હટાવોના વચનથી સત્તા પર બેઠલી કોંગ્રેસે આજ સુધી આપેલા વચનો પાળ્યા જ નથી. ગરીબલક્ષી ૨૦ મુદ્દાના કાર્યક્રમના અમલીકરણમાં કોંગ્રેસ શાસિત કોઇ રાજ્ય પ્રથમ પાંચમાં પણ નથી ત્યારે ગુજરાત છેલ્લા દસ વર્ષથી પ્રથમ સ્થાને રહ્યું છે. દિલ્હીના કોંગ્રસી શાસકો વોટબેંકની રાજનિતિમાં સત્તા વહીવટમાં જ રાચે છે એમ તમેણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાતે દસ વર્ષથી ૧૧ ટકાનો કૃષિ વિકાસ દર પહોંચાડ્યો છે પરંતુ વડાપ્રધાનશ્રી ૨ ૨ ટકાના દરથી માત્ર ૧ ટકા વધારીને ૩ ટકા સુધી લઇ જવાની વાતને પોતાની સિધ્ધિ દર્શાવે છે. આવી સરકારના વડાપ્રધાન રાજ્યો વીજળીનું ઉત્પાદન વધારી રહ્યા છે તેનો યશ પોતાની કેન્દ્ર સરકારને આપે છે પણ કોલસા અને ઈંધણની ભ્રષ્ટાચારી નિતીઓના કારણે જે વીજળીના કારખાનાઓ ચાલે છે તે ૬૦ ટકા ક્ષમતાથી જ ચાલે છે તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ તેમની નિષ્ફળતાની કબુલાત કરી લીધી છે. રાજ્યને તબાહ કરવા, પરેશાન કરવા, સેન્ટ્રલ એજન્સીઓ અને બંધારણનો દુરૂપયોગ કરવા સામે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરતાં તેમણે જણાવ્યું કે શા માટે રાજ્યોને શકિતહીન બનાવી રહ્યા છો ? સીમાઓની રક્ષા કેન્દ્ર સરકાર હસ્તક છે ત્યારે સીમા પારથી આતંકવાદીઓ, દારૂગોળાના શસ્ત્ર સરંજામ, હવાલાથી નાણાંકીય ગેરકાયદે વ્યવહાર, કોમ્યુનીકેશન નેટવર્ક અને વિદેશ ભાગી ગયેલા આતંકી ગુનેગારોના પ્રત્યારોપણના પાંચેય ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારે કશું જ કર્યું નથી એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

આતંકવાદનકસલવાદથી દેશને બચાવવો હશે તો ઝીરો ટોલરન્સનો સંકલ્પ કરવો પડશે પણ દિલ્હીની સરકારમાં ૪૬ ઈંચની છાતી જ નથી. ૧૨૦ કરોડની જનતાને વિશ્વાસમાં લેવાને બદલે રાજનીતિ ખેલીને રાષ્ટ્રિય સુરક્ષા જેવી બાબતો માં પણ દેશને સંકટમાં ધકેલી દેવાનો આક્ષેપ તેમણે કેન્દ્ર સરકાર ઉપર કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ હિન્દુસ્તાનના ૬૫ ટકા યુવાશકિતના સ્કીલ ડેવલપમેન્ટ માટે યુવાનોના ભવિષ્ય વિશે કોઇ પણ વાત વડાપ્રધાનશ્રીના ૧૨૦ પાનાના રિપોર્ટ કાર્ડમાં કયાંય નથી તેમ પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે હિન્દુસ્તાનવાસીઓ અમરનાથ યાત્રાએ જવાનું જીંદગીનું સપનું સેવે છે પણ કેન્દ્ર સરકાર રક્ષણ આપવા તૈયાર નથી.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 નવેમ્બર 2024
November 22, 2024

PM Modi's Visionary Leadership: A Guiding Light for the Global South