ઓજસ અને તેજસથી થનગનતી યુવાશકિતનું નિર્માણ કરીએ
મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહ્વાન
ચેણાઇની ઝ઼ખ્સ્ સ્કુલના વાર્ષિકોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા શિક્ષણનું મનનીય ચિન્તન પ્રસ્તુત કર્યું
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૧મી સદીમાં ભારતની નવી પેઢી ઓજસ અને તેજસનો તરવરાટ બતાવે એવી શિક્ષણ પધ્ધતિની હિમાયત કરી છે.
ચેણાઇના આડમ્બાકકમની દયાનંદા એંગ્લો વેદિક સ્કુલ (ઝ઼ખ્સ્ લ્ઘ્ણ્બ્બ્ન્) ના ર૮માં વાર્ષિકોત્સવ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગર તેમના નિવાસસ્થાનેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જ્ઞાનયુગમાં શિક્ષણના તમામ સ્તરે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું સંવર્ધન કરતી શિક્ષણ પધ્ધતિમાં ગુણાત્મક બદલાવની પ્રેરક ભૂમિકા પ્રસ્તુત કરી હતી.ભારતમાં ર૦રપ સુધીમાં ૭૦ ટકા જનશકિત યુવાનોની છે તેને કેન્દ્રસ્થાને રાખીને શિક્ષણના માધ્યમ દ્વારા સંકલ્પ સાકાર કરવા તેમણે જણાવ્યું હતું.
ઝ઼ખ્સ્ સ્કુલની સ્થાપના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુરૂ ગોલવેલકરજી, દયાનંદ સરસ્વતી અને સ્વામિ વિવેકાનંદના આદર્શોથી પ્રભાવિત થયેલા ય્લ્લ્ના વરિષ્ઠ સ્વયંસેવક શ્રી વરદરાજને અવિરત પુરૂષાર્થ અને નૈતિક સંકલ્પથી સ્થાપી છે, જેમાં ભારતીય સંસ્કાર મૂલ્યોને વરેલા ૬પ૦૦ વિદ્યાર્થીઓનું જીવન ઘડતર થઇ રહ્યું છે. આ પ્રસંગે આ શિક્ષણ સંકુલમાં દયાનંદ સરસ્વતી કક્ષનું નામકરણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કર્યું હતું જેનું ઉદ્દઘાટન રામકૃષ્ણ મિશન ચેણાઇના પ્રમુખ શ્રી ગૌતમાનંદજીએ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં શિક્ષણના તમામ સ્તરે દશ વર્ષમાં જે ગુણાત્મક પરિવર્તન થયું તેની રૂપરેખા આપી હતીરાજ્યમાં ર૦૦૧માં (૧૧) યુનિવર્સિટીઓ હતી તે વધીને ૪ર યુનિવર્સિટી થઇ છે તેમાં પણ ર૧મી સદીના જ્ઞાનયુગમાં દેશ અને દુનિયામાં માનવ સંસાધન વિકાસમાં પથદર્શક એવી ટિચર્સ યુનિવર્સિટી (ત્ત્વ્ચ્), ચિલ્ડ્રન યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, પેટ્રોલિયમ એનર્જી યુનિવર્સિટી, લો યુનિવર્સિટી જેવી વિશિષ્ઠ યુનિવર્સિટીઓથી જ્ઞાનસંપદાનું સંવર્ધન કરતા ઉચ્ચ શિક્ષણની પહેલ ગુજરાતે કરી છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં દશ જ વર્ષમાં મેડીકલ ને એન્જીનિયરીંગ ટેકનિકલ શિક્ષણની સુવિધાનું અતિવિશાળ ફલક ઉભૂં કર્યું છે તેની વિગતો આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે એન્જીનિયરીંગ અને મેનેજમેન્ટ સેકટરમાં રર૦૦૦ બેઠકોમાંથી ૧.રપ લાખ બેઠકોનો વધારો થયો છે.
દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રાથમિક શિક્ષણના પાયાના સ્તરે કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવના જનઆંદોલનો આખી સરકારે જોડાઇને પ્રેરિત કર્યા છે જેનાથી ૧૦૦ ટકા શાળાપ્રવેશ અને કન્યા ડ્રોપઆઉટ દર માત્ર ર.૦૯ ટકા રહ્યો છે. ‘ગુણોત્સવ’ના અભિયાન સાથે સમગ્ર દેશમાં સરકારી પ્રાથમિક શાળાનું ગુણવત્તા પ્રમાણે રેન્કીંગ કરવામાં પણ એકમાત્ર ગુજરાતે નવીનતમ પહેલ કરેલી છે એમ તેમણે જણાવ્યું હતું.
હવે માત્ર વિધિવત શિક્ષણ પધ્ધતિ નહીં, પણ નવી પેઢીના સર્વાંગીણ જીવનવિકાસને આવરી લેતાં શિક્ષણમાં નવા આયામો અને ચિન્તન આવશ્યક બની ગયા છે. તેનું પ્રેરક ચિન્તન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે બૌધ્ધિક સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાની ક્ષમતા ધરાવતા યુવાનો માટે ત્ઘ્શ્વર્ફૂીદ્દફૂ સેન્ટર શરૂ કર્યું છે. રાષ્ટ્રભકતી ઇશ્વરપ્રત્યે પ્રેમ, બૌધ્ધિક વિકાસ, સંસ્કૃતિસાહિત્ય અને કલાભિવ્યકિતનું સામર્થ્ય, યોગ અને પ્રાણાયમ ખેલકૂદ અને શારીરિક શિક્ષણ અને નાગરિક વ્યકિતત્વ વિકાસને આવરી લેતા શિક્ષણ માટે માત્ર શિક્ષણ સંસ્થાઓના સંકુલ જ નહીં, ડિસ્ટન્સ લર્નંગ એજ્યુકેશનનું ફલક વિકસાવવું જરૂરી છે. ગુજરાત સરકારે તો ‘એજ્યુસેટ’ પ્રોજેકટ હેઠળ ૩૬ મેગાહર્ટઝની ક્ષમતાવાળા સેટેલાઇટની ટેકનોલોજી પ્રા કરીને શિક્ષણ સેટેલાઇટ ટ્રાન્સપોન્ડરથી આપવાનો મહત્વાકાંક્ષી નિર્ધાર કર્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું. સમાજના સંપણ વર્ગો જ નહીં, વંચિત અને ગરીબ વર્ગોના બાળકોને પણ સારૂ શિક્ષણ મળે તેમનામાં સાંસ્કૃતિક, રમતગમત, બૌધ્ધિક કૌશલ્યનો વિકાસ થાય તે માટે લ્ઘ્બ્ભ્ચ્ અંગ્રેજી વાતચિતના શિક્ષણ માટેના કાર્યક્રમો કર્યા છે. સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જ્યંતી વર્ષને યુવાશકિત વર્ષ તરીકે હુણરકૌશલ્યની તાલીમ માટે સ્કીલ ડેવલમેન્ટ અને ટેકનિકલ તાલીમનું ફલક પણ ખૂબ વિસ્તાર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી વરદરાજનની શિક્ષણ માટેની તપસ્વી જીવન સાધનાને સૌ માટે પ્રેરણાદાયી ગણાવી હતી અને શુભેચ્છા પાઠવી હતી.