મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સાહિત્ય સર્જન પુસ્તકો અને તેમના ઉપર લખાયેલા અન્ય લેખકોના પુસ્તકો E-book on line હવે સરળતાથી વિનામૂલ્યે ઉપલબ્ધ થયા છે. કોઇપણ જિજ્ઞાસુ વાંચક https://www.narendramodi.in/ વેબસાઇટ પર જઇને તેમાં e-book gallery કલીક કરશે તો શ્રી નરેન્દ્રભાઇ મોદી સર્જિત અને વિષયક પુસ્તકો E-book ફોર્મેટમાં જોઇ શકાશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીની શ્રેષ્ઠ વકતૃત્વ શૈલી અને સ્વપ્નદ્રષ્ટા-ચિન્તક તરીકે પ્રતિભા સૌને વિદિત છે. લાખોની જનમેદનીને મંત્રમૂગ્ધ કરતા મુખ્યમંત્રીશ્રીએ સર્જક તરીકે વિષય વૈવિધ્યનું વિશાળ ફલક આવરી લઇને તેમના મૌલિક ચિન્તન આધારિત શિક્ષણ, પ્રકૃતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રેરણાપુરૂષોના સંસ્મરણ નિબંધો સહિત પુસ્તક લેખન કરેલું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રતિભા સંપન્ન વ્યકિતત્વ અને ચિન્તન આધારિત અન્ય નામાંકિત લેખકોના પુસ્તકો પણ ઉપલબ્ધ છે અને અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, તામીલ તથા કન્નડ ભાષામાં લખાયેલા છે.
સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં વાંચે ગુજરાત જનઅભિયાન મુખ્યમંત્રીશ્રીએ પ્રેરિત કર્યું છે ત્યારે તેમની E-book on line gallery લાખો વાંચકો શુભેચ્છકોને ઉપકારક બનશે.
હવે આ બધાં જ પુસ્તકો https://www.narendramodi.in/ વેબસાઇટ ઉપર e-book gallery કલીક કરીને વિનામૂલ્યે વાંચી શકાશે.