ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સમાજસેવાના ભેખધારી મોહન ધારિયાના અવસાન અંગે ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યકત કરી સદ્દગતને શ્રધ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના ટવીટરના માધ્યમથી સ્વ. મોહન ધારિયાને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું છે કે સંનિષ્ઠ સમાજસેવા માટે પ્રતિબધ્ધ સ્વ. મોહન ધારિયા અનેક સેવાકર્મીઓ માટે આજીવન પ્રેરણાસ્ત્રોત બની રહયા હતા.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ. ધારિયાના આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી છે.
(Archive Photo from March 2012)