મુખ્યમંત્રીશ્રીએ વિશેષ (ચાર્ટર્ડ) વિમાની સેવાઓનો કરેલો પ્રબંધ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરાખંડમાં પૂર-વરસાદના કુદરતી કહેરમાં ફસાયેલા આપત્તિગ્રસ્ત ગુજરાતી યાત્રિકોને ગુજરાત પરત લાવવા માટે ખાસ વિમાની સેવાનો પ્રબંધ કર્યો છે.તદ્અનુસાર આજે સાંજે ૪-૩૦ કલાકે ગુજરાત સરકાર તરફથી ૧૭ બેઠકની ક્ષમતા ધરાવતું વિમાન દહેરાદૂનથી ગુજરાત પરત આવવા ઇચ્છતા અસરગ્રસ્ત પરિવારોને વિનામૂલ્યે અમદાવાદ લાવશે. ત્યારે બાદ આજે જરૂર જણાયે આજ વિમાનની બીજી ઉડાન પણ કરવામાં આવશે.
આવતીકાલે શનિવારે સવારે ૭-૩૦ કલાકે ૧૩૫ બેઠકોની ક્ષમતા ધરાવતા વિમાનની પ્રથમ ઉડાન દહેરાદૂનથી ગુજરાતી પરિવારોને અમદાવાદ પરત લાવવા માટે શરૂ કરાશે. આવી વધુ ઉડાન જરૂર જણાયે ચાલુ રખાશે. આ વિશેષ વિમાની સેવામાં મહિલાઓ અને બાળકોને પ્રવાસ પ્રાધાન્ય અપાશે.