બ્રાન્ડ ઇન્ડિયાની વૈશ્વિક પહેચાન માટે આપણી વિશેતાનું ગૌરવ કરીએ.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે મોડી સાંજે મુંબઇમાં IAA ઇન્ટરનેશનલ એડવર્ટઇઝર્સ એસોસિયેશન આયોજિત ગ્લોબલ માર્કેટીંગ સમિટને અતિથિ વિશેષ તરીકે સંબોધતા જણાવ્યું કે માનવીય મૂલ્યો અને પ્રકૃતિની જીવનશૈલીની ભારતીય વિરાસત એ દુનિયા માટે બ્રાન્ડ્ ઇન્ડિયા છે પણ, એનો વૈશ્વિક પ્રભાવ પ્રસ્થાપિત કરવા આપણે આપણી આ વિરાસતનું ગૌરવ કરવું પડશે.
IAA પ૬ દેશોમાં તેના ચેપ્ટર ધરાવે છે અને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બ્રાન્ડવ ઇન્ડિયા વિઝન વિષયક પ્રેરક ચિન્તન રજૂ કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દુનિયા સમક્ષ બ્રાન્ડ ઇન્ડિ્યા કઇ રીતે પ્રસ્તુત નથી થઇ શકયું તેના મૂળમાં આપણને પોતાના ભરોસાનો અભાવ નડે છે એની ભૂમિકા આપી હતી.
૧ર૦૦ વર્ષના ગૂલામી કાળની માનસિકતાનું આ પરિણામ છે અને આઝાદી પછી ૬૦ વર્ષો સુધી આપણે આપણા ગૌરવનો મહિમા કરી શકયા નથી તેમ તેમણે જણાવ્યું હતું. સફળ ઓરેટર ઘણા મળી શકે પણ શ્રેષ્ઠ કોમ્યુનિકેટ જૂજ હોય છે તેનું દ્રષ્ટાંત આપતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીજી ઉત્તમ કોમ્યુનિકેટ હતા. ગાંધી-ધ બેસ્ટ કોમ્યુનિકેટ-વિશ્વ માટે "બ્રાન્ડ ઇન્ડિયા" બનશે.
ઇમ્પ્રેસીવ માર્કેટીંગ અને ઇન્સ્પાઇરીંગ માર્કેટીંગમાં સાતત્યપૂર્ણ બધું જ શાસ્વત બને છે. ગાંધીજીમાં શું હતું? એમણે કદી ટોપી નથી પહેરી પણ ગાંધી ટોપી વિખ્યાત થઇ ગઇ છે. તે વખતે તો ટીવી-મિડીયા જ નહોતું છતાં ગાંધીજીનો શબ્દ કોઇપણ વિકૃતિ વગર સ્વયંસ્પષ્ટી લોકો સુધી પહોંચતો તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સરદાર પટેલ વિશે દુનિયાએ બિસ્માર્ટની પહેચાન કરે છે પણ શા માટે બિસ્માર્ટ એટલે સરદાર પટેલ એવો ગૌરવ મહિમા દુનિયા ના કરે? એવો સવાલ કરતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે આપણે છેલ્લા પ૦ વર્ષમાં સમગ્ર માનવજાત સમક્ષ એકલા ગાંધીને તેમના જીવનદર્શન માટે પ્રસ્તુત કર્યા હોત તો દુનિયા ગાંધી વિચારની અનુભૂતિ માટે ભારતમાં આવી હોત.
ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી બચવા ભારતીય પ્રકૃતિ-પ્રેમ ઉત્તમ ઉપાય છે. ગંગાનદી માતા છે એવો ભાવ આપણા પૂર્વજોએ પ્રસ્થાપિત કરેલો. વૃક્ષમાં પરમાત્માનું રૂપ પ્રસ્થાપિત કરેલું પ્રકૃતિ સાથે સહજીવનની આ જીવનશૈલીને દહિયાનુસી ગણનારા આપણી વિરાસતનો મહિમા કરનારાની હાંસી ઉડાડે છે, પણ આજે દુનિયા પર્યાવરણ માટે પ્રકૃતિનું તાદાત્ય્મ સ્વીકારે છે. આવશ્યકતાની પૂર્તિ માટે જ પ્રકૃતિનું દોહન કરવાનું છે, પ્રકૃતિનું શોષણ ગ્લોબલ વોર્મિંગ લાવે છે. આ વૈજ્ઞાનિક વિરાસત બ્રાન્ડમ ઇન્ડિયાનું વૈશ્વિક ગૌરવ કરી શકે છે. એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
દુનિયામાં હેરિટેજ આર્કિટેકચરનો આકર્ષણ પ્રભાવ છે પરંતુ ભારતનો હેરિટેજ વૈભવ આટલો વિશાળ છે, લોથલ જેવું પુરાતન પોર્ટ-બંદર હોય, પ૦૦૦ વર્ષ પુરાતન સંસ્કૃત નગર-રચનાની વિરાસત ધોલાવીરા હોય તે આપણી જ્ઞાન-કૌશલ્યે વિરાસત છે તેનું આપણને જ કેટલું ગૌરવ છે. શા માટે આપણે દુનિયા સમક્ષ પહોંચાડવામાં ઉણા ઉતર્યા છીએ? જેનો ભૂતકાળ વૈભવશાળી હોય તેનો વર્તમાન કઇ રીતે સામર્થ્યંવાન ના હોય-આપણે દુનિયા સમક્ષ આપણી ભારતીય સંગીતની-નૃત્યની વિરાસતોને વિશ્વ સમક્ષ કેમ લઇ જઇ શકયા નથી?
મિલીટરી પાવર કે ઇકોનોમિક પાવરથી દુનિયા જીતી નથી શકાતી પણ દુનિયા સાથે નાતો બાંધવા માનવીય સંબંધો SOFT-પાવર જ આવશ્યક છે અને ભારતીય વિરાસતમાં જ સંગીત, પરિવારિક મૂલ્યોં, કુટુંબ પ્રથા આપણી વિશેષતા છે. પશ્ચિમની જીવનશૈલી સંગીત કદાચ તનને ડોલાવી શકશે પણ ભારતીય સંગીત મનને ડોલાવે છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય યોગની વિરાસત દુનિયાને સ્વાસ્ય્-શાંતિ માટે ઉત્તમોત્તમ છે. જીનેટીક સાયન્સે, સર્જરી, મેડીકલ સાયન્સ, હોલિસ્ટીક હેલ્થકેર-બધું જ આપણી વિરાસતમાં મોજુદ છે-જરૂર છે આપણે એનું ગૌરવ કરીએ એમાં ભરોસો કરીએ. આયુર્વેદ આપણી શ્રેષ્ઠા ચિકિત્સા પધ્ધેતિ છે પણ આપણને કેટલો ભરોસો છે? ચીન વિશ્વમાં સૌથી વધુ હિન્દુસ્તાનની જ વિરાસત હર્બલ મેડિસીન એક્ષ્પોર્ટ કરે છે પણ ભારત નથી કરી શકયું?
વિશ્વમાં આત્મહત્યાની સમસ્યામાંથી મૂકિત તનાવ-મૂકત જીવનની છે અને યોગ-પ્રાણાયમમાં એ તનાવ-મૂકિતની તાકાત છે પણ આપણે તેનું ગૌરવગાન કરવાને બદલે તાજમહાલથી આગળ વધતા જ નથી, આ માનસિકતા બદલવી પડશે. પ્રત્યેક નાગરિકમાં બ્રાન્ડ ઇન્ડિયાનો મહિમા ભાવ ઉભો કરવો પડે તેમ તેમણે જણાવ્યું હતું.
પૂરી દુનિયામાં શાકાહારી-અન્ન ભોજનનો પ્રભાવ વધી રહયો છે પણ આપણા ઇન્ડીઅન વેજીટેરિઅન ફૂડ ફેસ્ટીવલનું બ્રાન્ડીંગ કેમ ના કરીએ? હિન્દુસ્તાનની જે વિશેષતા છે તે જ પહેચાન વિશ્વ સમક્ષ મૂકવાનું સ્વાભિમાન કેળવીએ. આપણાં દીલોદીમાગમાં ભારત-ભકિતનો ભાવ જગાવવો પડે એમ તેમણે જણાવ્યું હતું.
ગાંધીજીની ખાદીનું ગ્લોબલ માર્કેટીંગ થઇ શકે છે ખાદીને રાજનેતા સુધી સિમીત નથી રાખવી, હોલિસ્ટીક લાઇફ સ્ટાઇલ વષા તરીકે દુનિયા એને અપનાવી લેશે એમ તેમણે જણાવ્યું હતું.
કિસાનની તાકાતથી ઓર્ગેનિક ફૂડનું ભારત માર્કેટીંગ કરી શકે એવું તેનું પારંપરિક સામર્થ્ય છે તેમ પણ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું હતું.