મુખ્યમંત્રીશ્રીના હસ્તે બિઝનેસ ઇન્ડિયા એવોર્ડ એનાયત
માંદાખોટ કરતા સરકારી જાહેર સાહસોના ભ્શ્ઘ્ ટર્ન એરાઉન્ડનું મોડેલ ગુજરાતે પુરૂં પાડયું છે
ગુજરાત વિકાસના જનઆંદોલન કરીને નવી ઊંચાઇએ પહોચ્યું હિન્દુસ્તાન પણ વિકાસના જનઆંદોલનથી પરિસ્થિતિ બદલી શકશે: નરેન્દ્રભાઇ મોદી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુંબઇમાં બિઝનેસ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ખોટ કરતા કે માંદા, સરકારી જાહેર સાહસોને પૂનઃ નફાકારક બનાવવાનું આગવું મોડેલ ગુજરાતે પુરૂં પાડયું છે.દશ વર્ષ પહેલાં ગુજરાત સરકારના જાહેર સાહસો રૂા. ર૭૦૦ કરોડની જંગી ખોટ કરતા હતાં તેને ‘ગુડ પ્રોફેશનલ્સ ગવર્નન્સ’ દ્વારા નફો કરનારી કોર્પોરેટ કંપનીઓ તરીકે આગવી પ્રતિષ્ઠા મળી છે. દેશમાં સરકારી જાહેર સાહસો સતત ખોટ કરતાં હોય કે માંદા હોય ત્યારે તેને કાં તો બંધ કરાય કે વેચી દેવાય છે, પરંતુ ગુજરાતે ત્રીજો સફળ વિકલ્પ આપ્યો છે, એમ મુખ્યમંત્રીશ્રીએ મુંબઇમાં બિઝનેસ ઇન્ડિયા આયોજિત બિઝનેસમેન ઓફ ઇયરર૦૧૧ એવોર્ડ સન ફાર્મા ગ્રુપના અધ્યક્ષશ્રી દિલીપ સંઘવીને એનાયત કરતા જણાવ્યું હતું.
આ સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિદ્યુત બોર્ડ જે સને ર૦૦૧માં રૂા. રપ૪૩ કરોડની ખોટ કરતું હતું અને રૂા. ૯૦૦ કરોડની વિવિધ રાહતોને ઉમેરતાં રૂા. ૩૪૦૦ કરોડની વાર્ષિક ખોટ થતી હતી તેનું ટર્ન એરાઉન્ડ પ્રોફેશનલ ગવર્નન્સ દ્વારા કરીને આજે રૂા. ૭૦૦ કરોડનો નફો કરતી કુલ સાત સેવા ક્ષેત્રની કંપનીઓમાં કઇ રીતે રૂપાંતર કર્યું તેની ભૂમિકા આપી હતી.
શ્રી દિલીપ સંઘવીને અભિનંદન અને શુભેચ્છા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત ફાર્માસ્યુટીકલ્સ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે, કારણ કે દેશની પ્રથમ ફાર્મસી કોલેજ અમદાવાદમાં પ૦ વર્ષ પહેલાં શરૂ કરનારા પૂર્વજોએ દવા ઔષધ ક્ષેત્રે માનવશકિત કૌશલ્યનો પાયો નાંખેલો તેની દીર્ઘદ્રષ્ટીના સુફળથી ગુજરાત આખી દુનિયાને પ્રભાવિત કરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારતને સંરક્ષણના શસ્ત્ર સરંજામના ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવવાની દિશામાં આગવી પહેલ તરીકે ડિફેન્સ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહિત કરવાની નીતિનો નિર્દેશ કરતા જણાવ્યું કે ગુજરાતમાં એક નવું આધુનિક ગુજરાતનું નિર્માણ થઇ રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે શાંધાઇ કરતા પણ વિશાળ ધોલેરા લ્ત્ય્ અને ઞ્ત્જ્વ્ ઘ્ત્વ્ળ્ જેવા પ્રોજેકટની રૂપરેખા આપી હતી.
ગુજરાત વિકાસની જે ઊંચાઇ ઉપર પહોંચી ગયું છે તેનું શ્રેય વિકાસના જનઆંદોલનને આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જનશકિતની તાકાતથી આઝાદીનું આંદોલન ગાંધીજીએ સફળ બનાવ્યું હતું. ર૧મી સદીમાં હિન્દુસ્તાનમાં વિકાસનું જનઆંદોલન આકાર લેશે આપણા દેશમાં પણ પરિસ્થિતિ બદલી શકાય એવી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટેના સફળ અભિયાનથી પ્રવાસનની ૪૦ ટકા વિકાસ વૃધ્ધિ થઇ છે અને સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાત વિશ્વની સૌરઊર્જા રાજધાની બની ગયું છે તેની રૂપરેખા પણ આપી હતી. તેમણે ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં, પરંતુ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી સિધ્ધિઓ ગુજરાતે મેળવી છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે દશ વર્ષમાં દૂધના ઉત્પાદનમાં ૬૦ ટકાનો વધારો થયો છે અને પશુઆરોગ્ય મેળાની ઝૂંબેશના પરિણામે ૧૧ર જેટલા પશુરોગો સંપૂર્ણ નાબૂદ થયા છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતે લગાતાર ૧૧ ટકાનો વિકાસદર જાળવીને વિક્રમસર્જ્યો છે. જળવ્યવસ્થાપન ક્ષેત્રે પણ દુષ્કાળગ્રસ્ત ગુજરાતે ભૂગર્ભ જળસપાટીને ૧૩ મીટર સુધી ઉંચે લઇ જવાની સફળતા મેળવી છે. આખા દેશમાં ૨૪હૃ૭ થ્રી ફેઇઝ વીજળી પૂરવઠો બધા જ ગામોને આપનારૂં એકમાત્ર ગુજરાત છે, અને પાવર લોડ શેડીંગમાંથી ગુજરાતને મૂકત કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની પ૦ વર્ષની બધી જ પંચવર્ષીય યોજનાનો સરવાળો કુલ મળીને રૂા. ર.૩૦ લાખ કરોડનો થવા જાય છે તેની તુલનામાં આગામી પાંચ વર્ષની ૧રમી પંચવર્ષીય યોજનાનું કદ જ રૂા. ર.પ૦ લાખ કરોડનું નક્કી કર્યું છે. વિકાસની ઉંચાઇનું ગુજરાતનું આ કદ સૌને પ્રભાવિત કરી રહ્યંુ છે. ગુજરાતે વીજળી અને પાણી જેવા માળખાકીય સુવિધા વિકાસના ક્ષેત્રોમાં ક્રાંતિ સર્જી છે.
આ પ્રસંગે બિઝનેસ ઇન્ડિયા એવોર્ડ જ્યુરીના અધ્યક્ષશ્રી શશી રૂઇઆએ ગુજરાતના વિકાસની પ્રભાવક સફળતાનું સંપૂર્ણ શ્રેય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વને આપ્યું હતું અને શ્રી દિલીપ સંઘવીની કોર્પોરેટ સેકટરની સાફલ્યગાથાની વિશેષતા દર્શાવી હતી. બિઝનેસ ઇન્ડિયાના પ્રમુખશ્રી અશોક અડવાણીએ મુખ્યમંત્રીશ્રીને ભારતીય રાજનીતિના નવા તાજગીભર્યા નેતૃત્વના ધારક ગણાવ્યા હતા. શ્રી દિલીપ સંઘવીએ પણ પોતાનો પ્રતિભાવ આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ વિઝનને વિશિષ્ઠ ગણાવ્યું હતું.