ખેલમહાકુંભ : ર૦૧રની મશાલ જ્યોત રેલીને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રી

રમશે ગુજરાત જીતશે ગુજરાતનો સંદેશ લઇને ૧૮ દિવસ સુધી ગુજરાતભરમાં પરિભ્રમણ

રમતગમતને સ્પર્ધારૂપે નહીં સમાજજીવનના સહજ હિસ્સા સ્વરૂપે સ્વીકારીએ નરેન્દ્રભાઇ મોદી

ર૧ લાખ ખેલાડીઓનું વિક્રમસર્જક રજિસ્ટ્રેશન

રાજ્યની નવી સ્પોર્ટસ પોલીસી બનશે

ખેલદિલીનું મહાત્મ્ય અને ખેલકૂદ પ્રવૃત્તિઓની પ્રતિષ્ઠા ઉભી કરો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ/ર૦૧ર માટેની મશાલજ્યોત રેલીનું આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવતાં રમતગમતને સ્પર્ધારૂપે નહીં પણ સમસ્ત સમાજજીવનના સહજ હિસ્સા તરીકે વિકસાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આગામી ખેલમહાકુંભર૦૧ર૧૩ની પૂર્વ તૈયારીરૂપે ૧૮ દિવસ સુધી આ મશાલ જ્યોતયાત્રા ગુજરાતભરમાં શ્નરમશે ગુજરાત, જીતશે ગુજરાતઌનો સંદેશ લઇને પરિભ્રમણ કરશે. આ વર્ષે ર૧ જેટલી રમતો માટે વિક્રમસર્જક ર૧ લાખ ખેલાડીઓએ ભાગ લેવાની નોંધણી કરાવી છે તેનો ઉલ્લેખ ગૌરવભેર કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે રમતમાં સ્પર્ધા કે હારજીતનું નહીં પણ ખેલદિલીના તંદુરસ્ત વાતાવરણનું મહત્વ છે અને ખેલમહાકુંભથી ખેલદિલીની પ્રતિષ્ઠા વધશે, ખેલાડીઓની રમતગમત કૌશલ્યની શકિતઓનો આત્મવિશ્વાસ વધશે.

મુખ્યમંત્રીશ્રીએ ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાથી ત્રણેક મહિના રમતગમતના ખેલમહાકુંભની અંતરંગ પૂર્વતૈયારીઓ પછી છેલ્લા એક જ સપ્તાહમાં આટલો વિરાટ રમતોત્સવ યોજવાનું કાર્ય ઉપાડી લેવા માટે સહુ સહયોગીઓને અભિનંદન આપ્યા હતા. ખેલમહાકુંભની બે વર્ષની અદ્ભૂત સફળતાએ ગુજરાતમાં રમતગમત પ્રત્યેની શાળા, સમાજ, પરિવારોની ઉદાસિનતા અને નિરૂત્સાહના વાતાવરણમાં બદલાવ લાવી દીધો છે. રમતના મેદાનો, રમતોની સુવિધાના નીતિનિયમો, ગુણવિકાસ, ખેલાડીઓનું ક્ષમતા નિર્માણ આ બધામાં એક મહાત્મ્યનું ગુણાત્મક પરિવર્તન આવી ગયું છે. શાળામાં વ્યાયામ અને પી.ટી. શિક્ષકોને પણ નવી પ્રતિષ્ઠા મળી છે. ખેલમહાકુંભને આટલા વિશાળ પાયા ઉપર સફળ બનાવવામાં વ્યાયામ અને શાળાના રમત ક્ષેત્રના શિક્ષકોએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે તે માટે તેઓ પણ અભિનંદનને અધિકારી છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ યુવકસેવા, રમતગમતો અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગને ભૂતકાળમાં કયારેય આટલું મહત્વ અપાયું નહોતું તેનો નિર્દેશ કરી જણાવ્યું કે હવે આ સરકારે તો નાણાં, ઉદ્યોગ, કૃષિ જેવા મહત્વના વિભાગોની હરોળમાં તેનો મહિમા કર્યો છે કારણ કે રમત ક્ષેત્રે, યુવાશકિત કૌશલ્ય માટે નવી પેઢી અને આગામી પેઢીઓની ખાસ કાળજી આ સરકાર લઇ રહી છે. તેમણે આ સંદર્ભમાં સ્પોર્ટસ પોલીસી રચવાની અને જિલ્લે જિલ્લે સ્પોર્ટસ સ્કુલ શરૂ કરવાની નેમ પણ વ્યકત કરી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ શારીરિક ક્ષતિ છતાં અદ્ભૂત શકિત ધરાવતા સ્પેશિયલી એબલ્ડ ચિલ્ડ્રન અને વિકલાંગ ખેલ માટેના ઉત્સાહ ઉમંગને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. આ ખેલમહાકુંભના કારણે સમાજનું રમતગમત અને ખેલાડીઓ પ્રત્યે ઉદાસિન નહીં પણ ઉદાર અને પ્રોત્સાહક વલણ સર્જાયું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષ સ્વામિ વિવેકાનંદની ૧પ૦મી જ્યંતીનું યુવાવર્ષ તરીકે ઉજવાઇ રહયું છે તેની રૂપરેખા આપતા જણાવ્યું કે રાજ્યમાં ગ્રામથી જિલ્લા સુધીના ગામડાં અને શહેરોમાં વિવેકાનંદ યુવા કેન્દ્રો શરૂ થઇ ગયા છે અને ખેલમહાકુંભ માટે તે મહત્વના ચાલકબળ બની રહેવાના છે. ખેલમહાકુંભથી હોનહાર ખેલાડીઓને આત્મવિશ્વાસથી સમગ્રતયા ખેલકૌશલયના વિકાસનું વાતાવરણ સર્જવા અને તંદુરસ્ત ખેલદીલીથી ટીમ સ્પિરીટ સાથે ખેલમહાકુંભમાં ભાગ લેવા તેમણે ઈંજન આપ્યું હતું

 

યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ અને રમતગમત મંત્રીશ્રી રમણભાઇ વોરાએ આ મશાલ મહાપ્રસ્થાનના અવસરે સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા. રાજ્યની સ્વર્ણિમ જ્યંતિ ઉજવણી વર્ષર૦૧૦થી આરંભાયેલો ખેલમહાકુંભ સતત ત્રીજા વર્ષે દેશના વિરાટ રમતોત્સવ તરીકે ઉજવવાનું ગુજરાતે ગૌરવ મેળવ્યું છે તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો. ખેલમહાકુંભ ખેલકૂદમાં અભિરૂચી ધરાવનારા આબાલવૃધ્ધ સૌ માટે કૌશલ્યતા નિખારવાનો અને સમૂહભાવના ખિલવવાનો એક અવસર બન્યો છે તેની પ્રતીતિ ર૧ લાખ રમતપ્રેમીઓએ વિવિધ સ્પર્ધાઓ માટે આ વર્ષે નામાંકનથી કરાવી છે તેમ પણ શ્રી વોરાએ ઉમેર્યું હતું.

ખેલમહાકુંભની મશાલ રાજ્યભરમાં ગામતાલુકાજિલ્લા સુધી ખેલકૂદ સંસ્કૃતિની જ્યોત ઊજાગર કરશે તેવો વિશ્વાસ પણ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર(દક્ષિણ)ના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્યશ્રી અશોકકુમાર પટેલ, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેનશ્રી અશોકભાઇ ભાવસાર, ખાદીગ્રામોધોગ બોર્ડના ચેરમેનશ્રી વાડીભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મહેન્દ્રસિંહ રાણા, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જ્હા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલશ્રી વિકાસ સહાય સહિત અનેક મહાનુભાવો અને રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્તયુવા ખેલાડીઓરમતપ્રેમી યુવાનો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi to launch multiple development projects worth over Rs 12,200 crore in Delhi on 5th Jan

Media Coverage

PM Modi to launch multiple development projects worth over Rs 12,200 crore in Delhi on 5th Jan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises