ભારતના વિકાસદરનો લક્ષ્યન પાર પાડવા દેશની ૫૦ ટકા જનસંખ્યાં એવી નારીશકિતને વિકાસમાં જોડવાની કાર્ય યોજના બનાવો
મુખ્યામંત્રીશ્રીનો કેન્દ્રો સરકારને પ્રેરક અનુરોધ ગુજરાતે નારી સશકિતકરણના ક્ષેત્રે મહિલા સમાજને વિકાસમાં ભાગીદાર બનાવી
મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ભારતના વિકાસદરના લક્ષ્યબને પાર પાડવા માટે દેશની ૫૦ ટકા જનસંખ્યાય એવી નારીશકિતને વિકાસમાં જોડવા માટેની યોજના તૈયાર કરવાનું મહત્વાનું સૂચન કર્યુ હતું. ભારતના અર્થતંત્રમાં દેશની ૫૦ ટકા મહિલાશકિતનું આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદારી અને નેત્તૃત્વ પ્રેરિત કરવા માટેની યોજના હવે રાજય સરકારોએ તૈયાર કરવાનો સમય પાકી ગયો છે, એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતે મહિલાઓના આર્થિક સશકિતકરણમાં આ અભિગમ અપનાવ્યો છે.
રામનવમીના પર્વે ગુજરાતના મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે અમરેલીમાં શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સતવ પ્રસંગે એલ.એમ.કાકડિયા એમ.સી.એ. મહિલા કોલેજનું લોકાર્પણ કર્યું હતું. આમંત્રિતો અને લેઉવા પટેલ સમાજના આગેવાનોની ઉપસ્થિાતિમાં સમાજના પરિવારો ઉત્સારહ-ઉમંગથી આ પ્રસંગે ઉપસ્થિયત રહયા હતા. મુખ્યામંત્રીશ્રીએ રામનવમીની શુભેચ્છાપ આપતા, મહાત્મા ગાંધીએ રામરાજયનો સંકલ્પિ કરેલો તે સપનાને સાકાર કરવા પ્રત્યેક નાગરિક પોતાનું યોગદાન આપે અને સ્વાજમી વિવેકાનંદના ૧૫૦ માં જન્મયજયંતિ વર્ષમાં ભારતમાતાની આરાધના કરી, મા ભારતી જગતગુરૂના સ્થાજને બીરાજમાન થાય તેવું વિવેકાનંદનું સ્વભપ્નન સાકાર કરવા યુવાનો પ્રતિબધ્ધુ બને તેવું આહવાન કર્યું હતું.
દુનિયામાં આઝાદી પછી દેશ દુર્દશાની ગર્તામાં ડુબી જશે એવી કોઇએ કલ્પબના નહોતી કરી પણ કમનસીબે સ્વેતંત્ર ભારતના શાસકોએ શિક્ષણ અને સંસ્કા રના જીવન ઘડતરની ઉપેક્ષા જ કરી હતી. આ સંદર્ભમાં અમરેલીમાં આટલા ભવ્ય્ કન્યા કેળવણીના આધુનિક સંકુલનું સંચાલન કરવા બદલ વસંતભાઇ ગજેરા અને તેમના સહયોગીઓને ખુબ અભિનંદન આપ્યા હતા.
શિક્ષણ અને સંસ્કાારથી જ આવતીકાલની પેઢી દુરાચારથી મુકત રહી સદાચારના સમાજ નિર્માણ માટેની ચિંતા કરનારા આપણા જ સમાજમાં છે, એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં શિક્ષણ ગુણવત્તાસભર બનાવવા રાજય સરકારે પ્રાથમિક શાળાના ‘ગ્રેડેશન’ની પહેલ કરી છે, તેમ તેમણે જણાવ્યું હતું. શ્રી નરેન્દ્રુભાઇ મોદીએ જણાવ્યું કે સમગ્ર દેશનાં રાજકીય પંડિતો અને અર્થશાસ્ત્રી ઓને ગમે કે ન ગમે, સ્વીદકાર કરવો જ પડે છે કે ગુજરાતે છેલ્લાા ૧૨ વર્ષમાં જે વિકાસની દિશા અને રાજનીતિએ સિધ્ધીર મેળવી છે તે હિન્દુેસ્તા નને શકિતશાળી અને અર્થતંત્રને મજબૂત બનાવવામાં નિર્ણાયક યોગદાન છે. ભારતના વિકાસદરના લક્ષ્યાને પામવા માટેનું પ્રેરક સૂચન કરતા મુખ્યજમંત્રીશ્રીએ દેશના સમાજની ૫૦ ટકા મહિલાશકિતને વિકાસમાં જોડવાની જરૂર ઉપર ભાર મુકયો હતો.
ગુજરાતમાં મહિલાશકિતને વિકાસમાં ભાગીદાર બનાવવા તેની નિર્ણયમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા અને આર્થિક પ્રવૃત્તિમાં અગ્રેસર બનાવવા માટેના અનેક કાર્યક્રમોની ભુમિકા શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આપી હતી. તેમણે ગુજરાતમાં વિશાળ સાગર કાંઠે વસતા સમાજોની બહેનોને આર્થિક પ્રવૃત્તિમાં શકિતશાળી બનાવવા માટે ‘મિશન મંગલમ્’ પ્રોજેકટ અંતર્ગત સખી મંડળની બહેનોને દરિયાઇ સેવાળ (Sea Weed) ની ખેતીના પાયલોટ પ્રોજેકટની સફળતાનો નિર્દેશ કર્યો હતો. જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે સી-વિડના પાયલોટ પ્રોજેકટમાં સાગરખેડુ પરિવારોની બહેનોને જોડી છે તેવું તેમણે જણાવ્યુંલ હતું.
ગુજરાતમાં શિક્ષણને સમગ્રતયા ગુણવત્તાસભર બનાવવા અને પાયાના પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટીના ઉચ્ચસ શિક્ષણમાં ગુણાત્મઅક પરિર્વતન લાવવાની પહેલ પણ આ સરકારે કરી છે, તેની રૂપરેખા આપી મુખ્યીમંત્રીશ્રીએ દશ વર્ષમાં ગુજરાતની યુનિર્વસિટીઓની સંખ્યાી ૧૧ માંથી ૪૪ થઇ છે, તેમાં પણ ફોરેન્સીતક સાયન્સગ, રક્ષાશકિત યુનિર્વસિટી અને સ્કી૧લ યુનિર્વસિટી જેવી નવી પહેલ કરી છે, તેમ જણાવ્યું હતું. શિક્ષણ બાબતમાં ગુજરાતનો કોઇ તાલુકો એવો નથી જેમાં સમાજના સંપન્નજ વર્ગો-જ્ઞાતિઓ પોતાની શકિતથી આધુનિક શૈક્ષણિક વિકાસમાં અગ્રીમ યોગદાન ન આપી રહયા હોય. તે માટે અભિનંદન આપતા મુખ્યિમંત્રીશ્રીએ શિક્ષણમાં સમાજશકિત અને સરકારની શકિત એક જ સંકલ્પ થી આગળ વધી રહયા છે તેમ જણાવ્યું હતું.
પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી આર.સી.ફળદુએ જણાવ્યુંી કે, સમાજની ભવિષ્ય ની પેઢીના ઘડતરનું ઉત્તમ કામ આ સંકુલમાં થઇ રહ્યું છે. ૧પ વર્ષ પૂર્વે નાના ભૂલકાઓનું ભવિષ્યવ શૈક્ષણિક રીતે સુદ્ઢ બને અને તે કેવળ સમાજ જ નહી, પણ દેશ-વિશ્વનું કલ્યારણ કરે એવા પાયા અહીં નંખાયા છે. સારસ્વબત ભૂમિ અને તેની સંસ્કાહરિતા અહીં ચાલી આવી છે, પરંતુ ગુલામીકાળ દરમિયાન આપણો ઇતિહાસ અને સાંસ્કૃેતિક વારસો જે ભૂલાઇ ગયો હતો તે હવે પુનઃસ્થાલપિત થઇ રહ્યો છે. અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી વસંતભાઇ ગજેરાએ કહ્યું કે, મુખ્યીમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કન્યાપ કેળવણી માટે મહા અભિયાન ઉપાડયું છે અને ગુજરાતનું ઘડતર કેવું થવું જોઇએ તે બાબતે તેમણે સતત ચિંતન કર્યું છે, તે માટે મુખ્ય મંત્રીશ્રી આપણા સૌના અભિનંદનને પાત્ર છે.આ શૈક્ષણિક સંકુલની પ્રવૃત્તિઓનો તેમણે વિગતે ચિતાર રજુ કર્યો હતો.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યેમંત્રીશ્રી નરહરી અમીને જણાવ્યું હતું કે અમરેલી જેવા નાના શહેરમાં આવું વિશાળ સંકુલ બન્યું એટલે સમગ્ર વિસ્તાતરની કન્યા ઓના શિક્ષણ માટે ઉમદા કામગીરી થઇ શકી છે. ગુજરાતમાં છેલ્લા દાયકામાં શિક્ષણની ભૂખ ઉભી થઇ છે ત્યારે, મહિલાઓને ઉચ્ચર શિક્ષણ મળતા આવનારી પેઢી વધુ શિક્ષિત બનશે. સમાજમાં શિક્ષણની અહાલેક જગાવવા સમાજના મોભીઓને તેમણે અપીલ કરી હતી. પૂર્વ સાંસદશ્રી વિઠ્લભાઇ રાદડીયાએ જણાવ્યુંં હતું કે, અમરેલીમાં બહેનોને સારા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આ સંકુલ સુંદર કામગીરી કરે છે અને સમાજને નવો રાહ ચિંધે છે.
સૌરાષ્ટ્રુમાં સ્ત્રી સશક્તિકરણની દિશામાં આ સંકુલનું મહત્વ નું યોગદાન છે. આ પ્રસંગે કૃષિ રાજયમંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, રાજયસભાના સાંસદશ્રી પુરૂષોતમભાઇ રૂપાલા, લોકસભાના સાંસદશ્રી નારણભાઇ કાછડિયા, પૂર્વકૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી, ધારાસભ્ય શ્રી વી.વી.વઘાસીયા, ધારાસભ્યવ સર્વશ્રી વલ્લઇભભાઇ કાકડીયા, કિશોરભાઇ કાનાણી, જનકભાઇ બગદાણાવાળા, પ્રફૂલભાઇ પાનસેરીયા તેમજ અમરેલી જિલ્લાશ પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ માયાણી તથા જિલ્લાા ભાજપ પ્રમુખ ડો. કાનાબાર સહિત વિદ્યાર્થીઓ તથા વાલીગણ બહોળી સંખ્યા માં ઉપસ્થિરત રહ્યાં હતા.