હોલિકા દહન સાથે સમાજની વિકૃતિઓને જલાવી દઇએ
માતાબહેનોદીકરીઓના માનસન્માન ગૌરવ જાળવીએ
એકભારત, શ્રેષ્ઠ ભારત ના એકતાના રંગે રંગાઇએ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિક ભાઇ બહેનોને હોળી ધૂળેટીના રંગોત્સવની શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ સાંપ્રત સમયમાં હોલીકા દહન નવા રૂપરંગ સાથે કરવાની સામાજિક જરૂરીયાતનો નિર્દેશ કરતા જણાવ્યું છે કે હોળીના આ પર્વે માતાબહેનો દિકરીઓનું રક્ષણ થાય, તેમનું સન્માન ગૌરવ જળવાય અને સમાજજીવનમાં માતૃશકિતની પ્રતિષ્ઠા ઊંચી રહે તે માટે આપણે સૌ સમાજની જાગૃતિને ઊજાગર કરીએ.
સમાજમાં કયાંય પણ પ્રવર્તમાન વિકૃતિઓઅનિષ્ઠો હોય તેને હોળીકા દહનની જેમ સાથે જલાવી દઇએ. મુખ્યમંત્રીશ્રીએ હોળીના પર્વને, રંગોના ઉત્સવને ખેલદિલીપરસ્પર પ્રેમ અને સહયોગના તહેવાર તરીકે મનાવવાનો અનુરોધ કરતાં એમ પણ જણાવ્યું છે કે, રંગોના ઉમંગથી પરસ્પર પોતીકાપણાનો ભાવ પ્રગટાવીએ.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિવિધ પ્રાંતપ્રદેશના હોળી પર્વને રંગોત્સવને અનેકતામાં એકતાના રંગે ઉજવવા આપણે ભારતવાસીઓ એક ભારતશ્રેષ્ઠ ભારત નો સંકલ્પ કરીએ. વિકાસના નવા રંગ નવા ઉમંગથી હોળીધૂળેટીનો રંગોત્સવ જનતા જનાર્દન મનાવે તેવી અંતઃકરણની શુભેચ્છાઓ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાઠવી છે.