ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતી ચલચિત્ર ધી ગુડ રોડ ની ઓસ્કાર એવોર્ડઝ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની થયેલી પસંદગી અંગે આનંદની લાગણી વ્યકત કરી છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ટવીટરના માધ્યમથી અભિનંદન પાઠવીને ગુજરાતનું ગૌરવ વિશ્વસ્તરે ઓસ્કાર એવોર્ડઝ માટેની પસંદગીમાં આ ફિલ્મ દ્વારા વધારનારા ફિલ્મના સૌ કલાકાર કસબીઓને શુભેચ્છાઓ પણ પાઠવી છે.