મુખ્ય મંત્રીશ્રી અને ગુજરાત ક્રિકેટ એસોશીયેશનનાં પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અંન્ડર-૧૯ વર્લ્ડ ક્રિકેટ ચેમ્પીયનશીપમાં ભારતીય ટીમના વિજયને વધાવતાં સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ક્રિકેટ ટીમમાં વિકેટકીપર તરીકે રમી રહેલા અમદાવાદના સ્મીત પટેલને પણ તેના ઉત્કૃષ્ઠ દેખાવ બદલ અભિનંદન આપ્યાં છે.