ડાંગ જિલ્લો ૬૪મું પ્રજાસત્તાક પર્વ રાજ્યકક્ષાની ઉજવણી
વઘઇમાં આર.ટી.ઓ.કચેરીનું લોકાર્પણ
વઘઇ : વિશાળ આદિવાસી યુવા સંમેલન
વિવેકાનંદ યુવા કેન્દ્રો અને રમત સાધનો સ્પોર્ટસ કીટનું વિતરણ
સ્વામી વિવેકાનંદ યુવા પરિષદમાં વનવાસી યુવાશક્તિનો સાક્ષાત્કાર..
ગુજરાતના યુવા કૌશલ્યવર્ધન કેન્દ્રો દેશ માટે મોડેલરૂપ
પ્રવાસનક્ષેત્રે સાપુતારા દુનિયાની આંખકા તારા
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ વઘઇમાં વિશાળ વનવાસી યુવા સંમેલનમાં ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું કે, ગુજરાતના યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટના કૌશલ્યવર્ધન કેન્દ્રો દેશ માટે મોડેલરૂપ બન્યા છે અને ગુજરાતના યુવાનોએ હુન્નર કૌશલ્યમાં સામર્થ્ય બતાવી રાજ્યની ઉત્પાદનમેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની નવી તાકાત ઊભી કરી છે.પ્રવાસનક્ષેત્રે ડાંગ જિલ્લો એક નવી જ પ્રવાસન વિરાસત બનશે જે રોજગારીના નવા દ્વારો ખોલશે, એમ તેમણે જાહેર કર્યું હતું.
૬૪માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો યજમાન બનેલા ગુજરાતના આદિવાસી ડાંગ જિલ્લામાં આજે મુખ્યમંત્રીશ્રી આદિવાસી જનતા જનાર્દનના ઉજવણી ઉત્સાહમાં સહભાગી બનવા પહોંચી ગયા હતા. ડાંગ જિલ્લાના વઘઇમાં આજે સવા રે સ્વામી વિવેકાનંદ યુવા પરિષદમાં ભાગ લેવા વનબંધુુ યુવાશક્તિનું અભિવાદન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. તેમણે વઘઇમાં આર.ટી.ઓ.ની નવી કચેરીનું લોકાર્પણ અને વિવેકાનંદ યુવા કેન્દ્રો માટે રમતના સાધનોનું વિતરણ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વની અંતઃકરણથી શુભેચ્છા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દૂરસૂદૂર ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓના ચરણોમાં આખી ગુજરાત સરકાર આવીને બેઠી છે. રાષ્ટ્રીય પર્વોની સરકારી ઉજવણીના સીમિત દાયરામાંથી બહાર લાવીને પ્રજાશક્તિને જોડવા નવા પ્રાણ પૂર્યાં છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિકાસને જોડીને, વિકાસને જન ભાગીદારીનું આંદોલન અને સર્વજનહિતાય સર્વજનસુખાય હોય તે રીતે જોડી દીધા છે, આના પરિણામે વિકાસ માટેનો જનવિશ્વાસ પેદા થયો છે.
પ્રજાસત્તાક પર્વનો મહિમા દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રજાશક્તિ જ શાસકના કામના લેખાંજોખાં કરતા હોય છે અને તેના આધારે જ પ્રજાશક્તિ સરકારની ચૂંટણી કરતી હોય છે. આ સંદર્ભમાં સતત ચોથીવાર ગુજરાતની જનતાએ અખૂટ વિશ્વાસ મૂકી અમારી સરકારને સેવાનો અવસર આપ્યો છે. મારી સરકાર વિશ્વાસને ઊની આંચ નહીં આવવા દે અને વિકાસને એકેએક નાગરિક સુધી પહોંચાડવા માટે એકેએક ક્ષણ પુરૂષાર્થ કરતી રહેશે એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જયતીં ગત આખું વર્ષ ગુજરાતે યુવાશક્તિ વર્ષ તરીકે ઉજવ્યું અને ગુજરાતની યુવાશક્તિને અવસર મળે તો કેટલું સામર્થ્ય ધરાવે છે તે પૂરવાર કરી લીધું છે. ગુજરાત સરકારે આ વર્ષે પણ યુવાશક્તિ વર્ષની ઉજવણી સ્કીલ ડેવલપમેન્ટને કેન્દ્રસ્થાને રાખીને યુવાનોને હુન્નર, કલા, કૌશલ્યમાં સંવર્ધિત કરવાનું અભિયાન ઉપાડ્યું છે.
ગુજરાતના ગ્રામવિસ્તારના કિસાન પરિવારોની યુવાપેઢી પણ હવે હુન્નરકૌશલ્યના આધુનિક સ્કીલ ડેવલપમેન્ટ ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્સની તાલીમ લઇને ઉત્તમ કૌશલ્ય સામર્થ્ય ધરાવે છે તેથી કૌશલ્યના ફલકને વિકસાવવાનું, લાખો યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને અભિયાન ઉપાડયું છે. એનો લાભ લાખો યુવાનો જ નહીં, ગ્રામીણ કન્યાઓ પણ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં જાય છે, તાલીમ મેળવે છે. કૌશલ્યવર્ધનથી કર્મબળ, બુદ્ધિબળથી આજની યુવાપેઢીએ ઉત્પાદનક્ષેત્રે નવી તાકાત પૂરી પાડી છે. આ ગુજરાતના કૌશલ્યવર્ધન કેન્દ્રો દેશના સ્કીલ ડેવલપમેન્ટ માટે મોડેલરૂપ બની ગયા છે એમ તેમણે ગૌરવથી જાહેર કર્યું હતું.
ડાંગ જિલ્લામાં વઘઇ અને સુબીર બે નવા તાલુકાની રચના થશે. યુવાનોના સપનાંને સાકાર કરવા વિકાસ જ ઉકેલ છે, તેવી નેમ વ્યક્ત કરતા તેમણે નવી ૨૪ માધ્યમિક સ્કૂલો શરૂ કરી છે, તેમ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લામાં સાપુતારા સબકી આંખકા તારા બની રાું છે, અને હવે સમગ્ર ડાંગ જિલ્લો પ્રવાસનક્ષેત્રે પણ આકર્ષણ ઊભું કરશે જેનાથી યુવાનો માટે આર્થિક પ્રવૃત્તિના અનેક અવસરો ઊભા થશે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજમાં ભ્રૂણહત્યાનું કલંક નથી અને સમગ્ર દેશમાં બેટી બચાવ માટેની મથામણ ચાલે છે ત્યારે આ ડાંગ જિલ્લામાં દર હજાર પુરૂષે ૧૦૦૭ સ્ત્રીઓ સ્ત્રીપુરૂષ સમાનતાનું ગૌરવ વધારે છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ આદિવાસી જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુ દર ઘણો ઊંચો હતો અને દસ વર્ષમાં તો ૧૦૮એમ્બ્યુલન્સ સેવા, ચિરંજીવી યોજનાની સંસ્થાકીય પ્રસૂતિની સુવિધાથી માતાશિશુ મૃત્યુદર ખૂબ ઝડપથી ઘટી રાો છે, તેની ભૂમિકા તેમણે આપી હતી..
ડાંગ જિલ્લાએ પ્રગતિની કેવી હરણફાળ ભરી તેની સફળતાના દ્રષ્ટાંતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રોજી રોટી માટેના આદિવાસી સ્થળાંતરની ટકાવારી ૪૦ ટકામાંથી માત્ર ૧૪ ટકા રહી છે. ગામડાં કૃષિ અને સિંચાઇક્ષેત્રે મળેલી સુવિધાથી સમૃદ્ધિની ખેતી કરતા થયા છે. શાકભાજીનું વાવેતર ૫૦૦૦ હેકટરમાં થાય છે. આવક બમણી થઇ છે. ડાંગમાં વાર્ષિક અનાજ ઉત્પાદન જિલ્લામાં ૭૩૦૦૦ ટનમાંથી સવા લાખ ટન ઉપર પહોંચ્યું છે અને સિંચાઇની સુવિધા વધુ ૮૦૦૦ હેકટરમાં વધી છે, તેની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ડાંગ જેવા જંગલ વિસ્તારમાં આજે ૩૧૧ ગામોમાંથી ૩૦૫ ગામોને પાકા રસ્તાના આધુનિકરણ માટે જ રૂા.૧૫૦ કરોડ જેટલી જંગી રકમ ખર્ચી હોય તેવું એકલા ડાંગ જિલ્લામાં પહેલીવાર આઝાદી પછી બન્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ જ્હાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સ્વામી વિવેકાનંદના આદર્શો જીવનમાં ઉતારવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી એસ.કે.નંદાએ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ.એ.આર.પાઠકે પણ સ્મૃતિચિહ્ન મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું.
વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેનાર ડાંગ જિલ્લાના ૭૦૦૦ જેટલા યુવાઓના લીધેલા શપથપત્રો મુખ્યમંત્રીશ્રીને એનાયત કરાયા હતા. આહવાની વિવેકાનંદ સાર્ધ સતિમંડળના પ્રમુખ શ્રી સંજયભાઇ પાટીલે ફોટોફ્રેમ તથા શ્રી ઘનશ્યામભાઇ પટેલે ડાંગના વનવાસીઓ દ્વારા બનાવેલી વાંસની કૃલાકૃતિ મુખ્યમંત્રીશ્રીને એનાયત કરી હતી.
તેવી જ રીતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શ્રી સંજયભાઇ પાટીલને ૭૦૦૦ જેટલા સ્લોગનવાળા ફોટોગ્રાફ્સ એનાયત કરીને વ્યસનમુક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાકક્ષાના સ્વામી વિવેકાનંદ વકતૃત્વ સ્પર્ધાના વિજેતા એકલવ્ય રેસીડેન્સી શાળાના શ્રી પરશુરામ ભોયેને સ્મૃતિચિહ્ન એનાયત કરવા ઉપરાંત આઇ.ટી.આઇ. દ્વારા ટૂંકાંગાળાના કોમ્પ્યુટરના તાલીમાર્થી લાભાર્થીઓને ઇ.એમ્પાવર પ્રમાણપત્ર અને રાજ્યકક્ષાની ક્વીઝ સ્પર્ધાના વિજેતા દીપદર્શન શાળાઆહવાને પણ સ્મૃતિચિહ્ન એનાયત કરી અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લાના અગ્રણી શ્રી બાબુભાઇ ચૌર્યા, વાહનવ્યવહાર કમિશનર શ્રી ગુા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.કે.ઠક્કર, આહવાડાંગના અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, યુવાનો અને જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.