મહાત્મા્ મંદિરમાં રાષ્ટ્રીય આયુર્વેદ પરિષદનું ઉદ્દઘાટન કરતા શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી
મહાન આયુર્વેદની સદીઓ જૂની પરંપરાની અલભ્ય જ્ઞાનસંપદાનું ટોટલ ડિઝીટલ ડોકયુમેન્ટેશન કરવા આહ્વાન
ભારત જ નહીં વિશ્વના સ્વસ્થ સમાજ માટે આયુર્વેદનો પ્રભાવ પાથરીએ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગાંધીનગરમાં રાષ્ટ્રીય આયુર્વેદ પરિષદ (નેશનલ આયુર્વેદ સમિટ)નું ઉદ્દઘાટન કરતાં આયુર્વેદનો વૈશ્વિક પ્રભાવ પ્રસ્થાપિત કરવાની પ્રતિબધ્ધતા માટે આયુર્વેદ ચિકિત્સકો અને આચાર્યોને પ્રેરક આહ્વાન કર્યું હતું.
ભારત જ નહીં, વિશ્વના સ્વસ્થ સમાજ માટે આપણું આયુર્વેદ સામર્થ્ય બતાવીએ. એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઉપક્રમે મહાત્મા મંદિરમાં રાષ્ટ્રીય આયુર્વેદ પરિષદ યોજાઇ હતી. આયુર્વેદ ચિકિત્સાના ગણમાન્ય આયુર્વેદાચાર્યો અને દેશના આયુર્વેદિક તબીબોએ વિશાળ સંખ્યા્માં ભાગ લીધો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ભારતના વિશ્વખ્યાત આયુર્વેદાચાર્યોનું સન્મા્ન કર્યું હતું.આયુર્વેદાચાર્ય ધન્વન્તવરીનો દેહવિલય ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ નજીક ધાણેજમાં સમાધિ સ્થલે થયેલો અને દેવોના વૈદ્યરાજ અશ્વિનકુમારનો આરો તાપી નદીના તટ ઉપર છે તેનો ગૌરવ નિર્દેશ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આપણી આ શાસ્વત વિરાસતનો મહિમા આપણે જ કરતા નથી. ગુલામીકાળ ખંડે આપણને આપણી જ મહાન પરંપરાઓ પ્રત્યે ઉદાસિન બનાવી દીધા અને આયુર્વેદ વિજ્ઞાનની ભારતીય વિરાસતનું ગૌરવ અને સામર્થ્ય આપણે દુનિયા સમક્ષ રજૂ કરી શકયા નથી એમ તેમણે જણાવ્યું હતું.
આયુર્વેદનો પ્રભાવ બે મુખ્ય બાબતો ઉપર આધારિત છે તેની ભૂમિકા તેમણે આપી હતી. આયુર્વેદના ચિકિત્સકોનો ખૂદનો ભરોસો આયુર્વેદ ઉપર હોવો જ જોઇએ એ એક બાબત અને બીજી બાબત એ છે કે રોગીને આયુર્વેદમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રધ્ધા હોવા જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
મહાત્મા ગાંધીજી માત્ર એક વષા ધારણ કરીને પણ વિશ્વ માંધાતા સામે પૂરા આત્મિવિશ્વાસથી સમર્થ વ્યકિતત્વનો પ્રભાવ પાડતા તેનું ઉત્તમ ઉદાહરણ આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભારતીય આયુર્વેદ પરંપરા માટે આવા અડગ આત્મવિશ્વાસથી દુનિયા સમક્ષ આપણે સામર્થ્યે પુરૂં પાડવાનું છે.
આયુર્વેદ નું સદીઓથી પ્રાચિન શાષા છે અને આજે જગત હોલિસ્ટીક હેલ્થવકેરની દિશામાં આગળ વધી રહયું છે ત્યારે આયુર્વેદ તો સંપૂર્ણ સ્વસ્થ જીવનનું શાષા છે તેનો પ્રભાવ અને પ્રતિષ્ઠા વિશ્વમાં કેમ ઉભો ના થાય એવો વિશ્વાસપૂર્વક અનુરોધ તેમણે કર્યો હતો.ગુજરાતમાં ગાંધીનગરના કોલવડા નજીક મોડેલ આયુર્વેદ કોલેજ રૂા. ૧પ૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહી છે તેની ભૂમિકા આપતા તેમણે જણાવ્યું કે આયુર્વેદ અને આહાર-વિહારનું શાષા, તથા યોગ-આ બધાને જોડીને, આપણે હોલીસ્ટીક હેલ્થકેરના દુનિયાના અભિગમને આપણાં સામર્થ્યેથી પ્રભાવિત કરી શકીશું.
સાંપ્રત યુગમાં HURRY, WORRY & CURRY નો (ઉતાવળ ચિન્તા-તનાવ ભરી જીવનશૈલી અને આહાર-સ્વાદની જિંદગી)માં સંતુલિત જીવનને સ્વસ્થ, રાખવા આયુર્વેદ અને આહાર-વિહારને પ્રાથમિકતા આપવી પડશે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હિમાલયનું હર્બલ વનસ્પતિ જગત આપણા માટે ચીનના હર્બલ મેડિસીનના આક્રમક પ્રભાવ સામે વિશ્વમાં છવાઇ જવાનું પ્રાકૃતિક સંસાધન છે પણ ચીનની જેમ આપણે આ દિશામાં કશું કરતા નથી! વિશ્વના અનેક દેશોમાં આયુર્વેદના શાષાનું મહત્વા વધતું રહયુ છે પણ આપણે કયારેય આયુર્વેદના વૈશ્વિક પ્રભાવ માટે સહભાગીતાનો કોઇ પ્રયાસ કર્યો નથી.
શા માટે આયુર્વેદના વિશેષ સંશોધનો માટે વિશ્વના આયુર્વેદ ચિકિત્સામાં શ્રધ્ધા ધરાવતા દેશોનું સામૂહિક મંથન ના બને? એવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
જેમ હ્વદયરોગ માટે Electro Cardio gram ECG છે તેમ આયુર્વેદના ત્રિદોષ આધારિત ચિકિત્સા માટે ETG ઇલેકટ્રો ત્રિદોષ ગ્રામની ટેકનોલોજી પણ વિકસી છે એમ તેમણે જણાવ્યું હતું.
માનવશરીર આસપાસ ઔરા ચક્રના અધ્યયનથી શરીરના રોગોનું નિદાન થઇ શકે છે અને હવે ઔરા ચક્રને આધુનિક વિજ્ઞાને પણ સ્વીકૃતિ આપી છે ત્યારે આયુર્વેદ, ઔરાચક્ર કે ભારતીય ચિકિત્સા વિજ્ઞાનની પરંપરાના અલભ્યે જ્ઞાન અને સંશોધનોનો વિપુલ ભંડાર છે પણ તેના ડિજીટલ ડોકયુમેન્ટેશનની બાબતે ઉદાસિનતા છે. આપણે દુનિયામાં આયુર્વેદ-શાષાના સંશોધનો પરંપરાનું ડિજીટાઇઝેશન અને ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપટી રાઇટસ-પેટન્ટ રુપ માટે શા માટે સક્રિય નથી બનતા? એવા સંકલ્પબધ્ધતાથી સવાલો તેમણે ઉઠાવ્યા હતા.
આયુર્વેદ ઔષધો અને ચિકિત્સાના સંશોધનો માટે આયુર્વેદ-દવા ઔષધ ઉદ્યોગોને આહવાન કરતા મુખ્યમંત્રીશ્રીએ વિશ્વને પ્રભાવિત કરે તેવા પેકેજિંગ અને સંશોધન માટે પણ આહ્વાન ઔષધ ઊદ્યોગને કર્યું હતું.
પતંજલિ યોગ વિદ્યાપીઠના સંસ્થાપક અને યોગગુરૂ બાબા રામદેવજીએ ગુજરાતને આંગણે યોજાઇ રહેલી આ રાષ્ટ્રીય આયુર્વેદ સમિટ બદલાતા જતા વૈશ્વિક પ્રવાહોમાં સ્વાસ્ય્ં રક્ષા માટે પરંપરાગત પ્રાચીન આયુર્વેદ ચિકિત્સાનું ગૌરવ પ્રતિષ્ઠા કરનારૂં અનુષ્ઠાન બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
બાબા રામદેવજીએ આશીર્વચન પાઠવતાં પ્રભાવક શૈલીમાં જણાવ્યું કે, આધુનિક તબીબી વિજ્ઞાનના સાથે વિશ્વમાં પ્રાચીન યોગવિદ્યા અને આયુર્વેદ-યુનાની-હોમિયોપેથી જેવી વૈકલ્પિક ચિકિત્સા વ્યવસ્થા ઓ પણ સ્વસ્થ-તંદુરસ્ત જીવન માટે એટલી જ આવશ્યક અને આવકાર્ય છે તે આપણા સામર્થ્યથી ભારતે વિશ્વને સમજાવવું પડશે.
આયુર્વેદ ચિકિત્સાથ પધ્ધતિના પરંપરાગત અનુભવ જ્ઞાન અને સારવાર પધ્ધ્તિની રોગ નિવારણ સફળતાનો મહિમા મંડિત કરવા આપણે મૂલ્યોના જતન-સંવર્ધનનું વાતાવરણ નિર્માણ કરવું પડશે તેવું આહવાન તેમણે કર્યું હતું.
આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલે ગુજરાતમાં તબીબી જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે આયુર્વેદને અપાઇ રહેલા મહત્વની રૂપરેખા સાથે સમિટના ઉદેશો કર્યા હતા. ગુજરાતે દેશની સર્વપ્રથમ આયુર્વેદ યુનિર્વસિટીની સ્થા પનાનું ગૌરવ મેળવ્યું છે તેનો આનંદ તેમણે વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી કન્યાકેળવણી નિધિમાં ૧ લાખ ૧૧ હજારનો ચેક અર્પણ કરી આયુર્વેદ તબીબોએ સમાજદાયિત્વે દર્શાવ્યું હતું.
પ્રારંભમાં આરોગ્યના અધિક મુખ્ય સચિવશ્રી રાજેશકિશોરે સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા.
આ અવસરે મેઘાલયના આરોગ્યમંત્રીશ્રી હેગ, રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી દેવેન્દ્ર ત્રિગુણાજી સહિત ભારતના વિવિધ રાજ્યોના આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત તજજ્ઞ વૈધરાજ, આયુર્વેદ ઔષધ ઉત્પાદકો-વિદ્યાર્થીઓ અને ર૪ જેટલા રાજ્યોના આયુર્વેદ તબીબો ઉપસ્થિત રહયા હતા.