29-30 મે, 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોકો વિડોડો અને મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડો-પેસિફિક દરિયાઇ સહયોગ પર બંને દેશોના સહભાગી દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરી હતી.

રાષ્ટ્રપતિ જોકો વિડોડોની ભારત મુલાકાત દરમિયાન 12 ડિસેમ્બર, 2016ના રોજ બંને દેશો દ્વારા દરિયાઇ સહયોગ પર કરવામાં આવેલ સંયુક્ત નિવેદનને યાદ કરતા અને એ બાબતનો ઉલ્લેખ કરતા કે ભારત અને ઇન્ડોનેશિયા દરિયાઇ પાડોશીઓ અને દરિયાઇ નૌકામાર્ગ ધરાવતા દેશો છે કે જેમના સંબંધો દરિયાઇ માર્ગે વિકસિત થયેલ સાંસ્કૃતિક સંપર્કમાં સ્થાપિત થયેલ છે અને જેઓ પ્રદેશમાં અને વિશ્વમાં વ્યાપક સ્તરે દરિયાઇ વાતાવરણનું નિર્માણ કરવાના એકસમાન વિચારો ધરાવે છે;

ઇન્ડો-પેસીફીક પ્રદેશમાં મજબુત આર્થિક વિકાસ અને સમૃદ્ધિ લાવવા માટે અને શાંતિ તથા સંતુલિતતાને પ્રોત્સાહન આપવા માટે તેમના દરિયાઇ સહયોગને મજબુત બનાવવા ઇચ્છે છે;

એ બાબતનો સ્વીકાર કરીને કે 7500 કિલોમીટરનો દરિયાકાંઠો, 1380 ટાપુઓ અને 2 મિલિયન ચોરસ કિલોમીટર કરતા વધુના અનન્ય આર્થિક ક્ષેત્ર (એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન) સાથે ભારત ઇન્ડો-પેસિફિકમાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે, જ્યારે ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી વિશાળ દ્વિપસમૂહ ધરાવાતા રાજ્ય તરીકે અને 108000 કિલોમીટરનો દરિયાકાંઠો, 17,504 ટાપુઓ તેમજ અનન્ય આર્થિક ક્ષેત્ર (એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન) સાથેના 6,400,000 ચોરસ કિલોમીટરના કુલ દરિયાઇ વિસ્તાર સાથેનું એક એવું આધારબિંદુ છે કે જે હિન્દ મહાસાગર અને પેસિફિક સમુદ્રને જોડે છે. આ બંને સમુદ્રો સંયુક્ત દરિયાઇ પ્રદેશને પ્રસ્તુત કરે છે કે જે વૈશ્વિક દરિયાઇ વેપાર અને વાણિજ્ય માટે મહત્વના છે.

સંયુક્ત રાષ્ટ્ર અધિકારપત્ર સહિત આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અધિકારો અને જવાબદારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સમુદ્રી કાયદા પરનું સંમેલન (યુએનસીએલઓએસ) 1982 અને દક્ષિણપૂર્વ એશિયા (ટીએસી)માં મૈત્રી અને સહયોગ અંગેની 1976ની સંધિ સહિતના આંતરરાષ્ટ્રીય કાયદાઓ અંતર્ગત અધિકારો અને ફરજોનું પાલન કરીને;

એક મુક્ત, ખુલ્લા, પારદર્શક અને નિયમ આધારિત, શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સંકલિત ઇન્ડો-પેસિફિક પ્રદેશની સ્થિતિ પ્રાપ્ત કરવાના મહત્વનું પુનરોચ્ચારણ કરીને કે જ્યાં સાર્વભૌમત્વ, સરહદીય સંકલન, આંતરરાષ્ટ્રીય કાયદાઓ, ખાસ કરીને યુએનસીએલઓએસ, વહાણવટા અને ઓવરફ્લાઈટની સ્વતંત્રતા, સંતુલિત વિકાસ અને ખુલ્લી, મુક્ત, ન્યાયપૂર્ણ અને પારસ્પરિક રીતે ફળદાયી વેપાર અને રોકાણની વ્યવસ્થાને આવકારવામાં આવે;

યુએનસીએલઓએસ અને અન્ય સંલગ્ન આંતરરાષ્ટ્રીય કાયદાઓ દ્વારા નિર્ધારિત કર્યા અનુસાર ઇન્ડો-પેસિફિક પ્રદેશના દરિયાઇ પાણીમાં દરિયાઇ સુરક્ષાની જાળવણી, શાંતિ, સંતુલિતતા અને સંતુલિત આર્થિક વૃદ્ધિનું સંરક્ષણ તેમજ વિકાસની જરૂરિયાતનો સ્વીકાર કરીને;

દ્વિપક્ષીય સુરક્ષા સંવાદ, ત્રિપક્ષીય સંવાદ, સુધારેલ સંરક્ષણ સહયોગ સંધિ પર હસ્તાક્ષર કરીને અને શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે બહારની જગ્યાનો ઉપયોગ અને શોધખોળમાં સહયોગ અંગેની માળખાગત સંધિ જેવા નવા તંત્રોના નિર્માણ અને સંયુક્ત વ્યુહાત્મક ભાગીદારીના સ્તરે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સ્થાપનાનો આવકાર કરીને;

આઈઓઆરએની 20મી જયંતીની ઉજવણી કરવા માટે જાકાર્તામાં માર્ચ 2017માં યોજવામાં આઈઓઆરએ નેતૃત્વ સંમેલનના પરિણામ સ્વરૂપે પ્લાન ઑફ એક્શન અને જાકાર્તા કોન્કોર્ડમાં જણાવ્યા અનુસાર સુધરેલા સહયોગના માધ્યમથી વધુ શાંતિપૂર્ણ, સંતુલિત અને સમૃદ્ધ હિંદ મહાસાગર પ્રદેશનું નિર્માણ કરવા માટે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન (આઈઓઆરએ)ના પૂર્વ ચેર સભ્યો તરીકે ઇન્ડોનેશિયા અને ભારત દ્વારા નિભાવવામાં આવેલ નેતૃત્વની ભૂમિકાની પ્રશંસા કરીને;

એ બાબતની નોંધ લઈને કે યુએનસીએલઓએસ દ્વારા નિયંત્રિત ખુલ્લા અને મુક્ત દરિયા એ પ્રદેશની શાંતિ, સંતુલિતતા અને સમૃદ્ધિ માટે તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે જરૂરી છે;

લોકો, હથિયારો, ડ્રગ્સ અને પૈસાનું સ્મગલિંગ, ગેરકાયદેસર, બિન-સત્તાવાર અને અનિયંત્રિત માછીમારી, તેમજ આતંકવાદીઓની હેરફેર જેવા ઇન્ડો-પેસિફિક પ્રદેશ દ્વારા સામનો કરવામાં આવી રહેલા ઉભરી રહેલા દરિયાઇ સુરક્ષાને લગતા મુદ્દાઓને ઉકેલવાના મહત્વ પર ભાર મુકીને;

વૈશ્વિક રીતે ઓળખાયેલ આંતરરાષ્ટ્રીય નિયમો, સુશાસન, કાયદાના નિયમો, મુક્તતા, પારદર્શકતા, સમાનતા અને સાર્વભૌમત્વ માટે આદર અને પ્રાદેશિક અખંડિતતાના આધાર પર પ્રાદેશિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે જોડાણને વધારીને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક પ્રદેશના આપણા સંયુક્ત હિત ઉપર ભાર મુકીને અને આ સંદર્ભમાંઆસિયાન-ઇન્ડિયા દરિયાઇ ટ્રાન્સપોર્ટ સંધિના ઝડપી અમલીકરણની દિશામાં આગળ વધતા;

ભારતની એક્ટ ઇસ્ટ પોલીસી અને પ્રદેશમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ (સાગર) તેમજ ઇન્ડોનેશિયન ઓશન પોલીસી અને ઇન્ડોનેશિયાના વૈશ્વિક દરિયાઇ આધારબિંદુના દ્રષ્ટિકોણ વચ્ચે પ્રદેશમાં સંપાત અને પુરકતાને આગળ વધારીને જ્યારે આસિયાનની કેન્દ્રીય અને એકતાની દ્રષ્ટિએ મહત્વને સ્વીકાર કરીને;

પ્રદેશમાં સંકલિત અને સંતુલિત આર્થિક વૃદ્ધિ અને વિકાસના પરિબળ તરીકે વાદળી અર્થતંત્ર (બ્લુ ઇકોનોમી)ના મહત્વને સમજીને;

ઉપરોક્ત બાબતોના સંદર્ભમાં નેતાઓ સંયુક્ત વ્યુહાત્મક ભાગીદાર તરીકે પડકારોને પહોંચી વળવા માટે અને તકોનું વિસ્તરણ કરવા માટે ઇન્ડો-પેસીફિક પ્રદેશમાં દરિયાઇ સહયોગ માટે સહભાગી દ્રષ્ટિકોણ પર નીચેની બાબતોમાં સંમત થયા.

અ. વેપાર અને રોકાણ સહયોગ વધારવા:

આપણી આર્થિક સંતુલિતતાને વધુ આગળ વિકસિત કરવા માટે બંને દેશો અને ક્ષેત્ર વચ્ચે સામાન, રોકાણ અને ટેકનોલોજીના પ્રવાહને વધુ પ્રોત્સાહન આપવા માટે.

ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુઓ વચ્ચે જોડાણો (સંસ્થાગત, ભૌતિક, ડિજિટલ અને લોકોનો લોકો સંપર્ક) વધારવા માટેના જરૂરી પગલાઓ લઈને; આંદામાનના ચેમ્બર ઑફ કોમર્સ અને અસેહ સહિતના સુમાત્રા પ્રદેશના એકમો વચ્ચેના બી ટુ બી જોડાણોને સુધારવા માટે.

નિષ્ણાતો, સાધનસામગ્રીની જોગવાઈ અને નાણાકીય સહાયના આદાન-પ્રદાનના માધ્યમ સહિત ટેકનીકલ સહયોગના માધ્યમથી દરિયાઇ સુરક્ષા, મત્સ્યઉદ્યોગને પ્રોત્સાહન, દરિયાઇ જીવંત સંસાધન સંચાલન માટે ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ મજબુત બનાવવાના દ્રષ્ટિકોણ સાથે દ્વિપક્ષીય સંગઠનના આધારે માનવ સંસાધન વિકાસ તરફ કામ કરવું.

દરિયાઇ માળખાગત બાંધકામ અને દરિયાઇ ઉદ્યોગને પ્રોત્સાહનના વિકાસ, ખાસ કરીને મત્સ્યઉદ્યોગ અને જહાજ નિર્માણમાં.

બ. દરિયાઇ સંસાધનોના સંતુલિત વિકાસને પ્રોત્સાહન:

વિજ્ઞાન આધારિત વહીવટ અને દરિયાઇ જીવસૃષ્ટિ સંસાધનોનું સંરક્ષણ.

જળવાયું પરિવર્તન સામે લડવું અને પર્યાવરણ અને કુદરતી સંસાધનોના સંરક્ષણની ખાતરી કરવી.

ગેરકાયદેસર, અનિયંત્રિત અને નોંધવામાં ન આવેલ (આઈયુયુ) માછીમારી સામે લડવા, તેની અટકાયત કરવા, રોકવા અને તેને સંપૂર્ણપણે અટકાવવા માટે તેમજ મત્સ્યઉદ્યોગને લગતા ગુનાઓને ઉભરતા ગુનાઓ તરીકે ઓળખવાં કે જે વિશ્વમાં દરિયાઇ પર્યાવરણીય અવનતીમાં પરિણમતી હંમેશા વધતી આફત બની ગયું છે.

સંકલિત આર્થિક વૃદ્ધિ અને રોજગારી નિર્માણના મુખ્ય સંસાધન તરીકે વાદળી અર્થતંત્રને પ્રોત્સાહન આપવું.

દ્વિપક્ષીય અને પ્રાદેશિક સહયોગના માધ્યમથી દરિયાઇ પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવો.

ક. કુદરતી આપત્તિ વ્યવસ્થાપનમાં સહયોગને વધારવો

પ્રદેશમાં આપત્તિ માટેની તૈયારી અને આફત ખતરા વ્યવસ્થાપનને મજબુત કરવું, ખાસ કરીને આપત્તિમાં અસરગ્રસ્ત લોકોને મદદ પૂરી પાડવી.

આપત્તિને લગતા ખતરા અને જોખમોની ભવિષ્યની સૂચના મેળવવા અને તેમની સામે લડવા માટે અગાઉની ચેતવણી વ્યવસ્થામાં વધુ વિકાસ કરવો અને જીઓડેટીક ડેટા-શેરીંગ, પદ્ધતિઓ અને માળખાગત વ્યવસ્થાઓને સુધારવી.

કુદરતી આપત્તિઓ અને માનવીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્ષમતા નિર્માણ કરવા સંલગ્ન સંસ્થાઓ અને તાલીમી સહયોગ વચ્ચે નિયમિત સંયુક્ત કસરતો સહિત આપદા વ્યવસ્થાપનમાં દ્વિપક્ષીય સહયોગને તાજો કરવો.

ડ. પ્રવાસન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનએ વધારવું

પ્રાદેશિક આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે લોકોનો લોકો સાથે સંપર્ક વધારવો.

સમુદાય આધારિત પ્રવાસન અને ઇકો-પ્રવાસનના સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવું.

દરિયાઇ પ્રવાસન, ક્રુઝ શીપ, દરિયાઇ સાહસિક રમતો, ડાઈવીંગ અને આરોગ્યપ્રદ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સાબંગ ટાપુ અને પૉર્ટ બ્લેર તથા સાથે-સાથે હેવલોક ટાપુ વચ્ચે જોડાણોમાં સુધારો કરીને આંદામાન દરિયાઇ પ્રવાસનના નિર્માણ તરફ કાર્ય કરવું.

અલ-મુસ્લિમ યુનિવર્સિટી ખાતે ભારત ઇન્ડોનેશિયા અભ્યાસને લગતા કેન્દ્રના નિર્માણ માટે પોર્ટ બ્લેરમાં એક સુયોગ્ય સંસ્થા અને અલ મુસ્લિમ યુનિવર્સિટી ઑફ બિરેઇન, યુનિવર્સિટી ઑફ મલીકુસાલેજ ઑફ લ્હોકેસ્યુમાવે (અસેહ), અને જવાહરલાલ યુનિવર્સિટી, નવી દિલ્હી વચ્ચે સંસ્થાગત જોડાણો સ્થાપિત કરવા.

ઈ. દરિયાઇ સુરક્ષા અને સલામતીને પ્રોત્સાહન આપવું:

ઇન્ડો-પેસીફિકમાં વર્તમાન સુરક્ષા માળખાને મજબુત કરવું કે જે આસિયાન સંચાલિત વ્યવસ્થા તંત્રોમાં છે.

પ્રદેશ સાથે સંલગ્ન તમામને શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ પુરા પાડવાના હેતુસર મુક્ત, સંકલિત અને પારદર્શક સહયોગ સ્થાપિત કરવો.

બંને દેશોના નૌકાદળ વચ્ચે 2002માં શરુ કરવામાં આવેલ દ્વિપક્ષીય સહયોગાત્મક પેટ્રોલ અને નિયમિત દ્વિપક્ષીય દરિયાઇ કવાયતોના પ્રારંભ સહિત વર્તમાન નૌકાદળના સહયોગને મજબુત બનાવવો.

ઇન્ડો-પેસીફ્ક પ્રદેશમાં દરિયાઇ સુરક્ષાને લગતી માહિતીના આદાન-પ્રદાનને વધારવું.

યુએનસીએલઓએસ સહિતના આંતરરાષ્ટ્રીય કાયદાઓના સિદ્ધાંતો પર આધારિત બંને દેશો વચ્ચે દરિયાઇ સરહદના સીમાંકન પર પારસ્પરિક સર્વસ્વીકૃત ઉપાય માટે ત્વરિત લવાદ માટે ટેકનિકલ બેઠકોને સહાય કરવાની ખાતરી આપતા અને વર્તમાન દરિયાઇ સરહદી સંધિની રચના કરવા અંગે સહમતી સ્થાપવી.

વધુ સારી અને વિસ્તૃત દરિયાઇ જાગૃતિનું નિર્માણ કરવા સહિત દરિયાઇ સુરક્ષા પર વ્યુહાત્મક ટેકનીકલ સહયોગમાં રસ્તાઓ શોધવાનું ચાલુ રાખવા માટે બન્ને દેશોના નિષ્ણાતોની નિમણુંક કરવી.

જળસર્વેક્ષણ (હાયડ્રોગ્રાફી) અને દરિયાઇ નકશાશાસ્ત્ર (કાર્ટોગ્રાફી)ના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવો.

નિષ્ણાતોનું આદાન-પ્રદાન, સાધનોની જોગવાઈ અને નાણાકીય સહાય સહિત ટેકનિકલ સહયોગના માધ્યમથી શોધખોળ અને બચાવ તથા પ્રદુષણ નિયમન સહિત દરિયાઇ સુરક્ષા માટે ક્ષમતા નિર્માણમાં સહયોગને પ્રોત્સાહન.

ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ, હોટલાઈનની સ્થાપના અને એક જ પોઈન્ટ આધારિત સંપર્ક તેમજ નિયમિત બેઠકો/સંકલિત પેટ્રોલ અને સંયુક્ત કવાયતોના માધ્યમથી તટરક્ષક દળો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવું.

ઇન્ડીયન રીમ એસોસિએશન ઓર્ગેનાઈઝેશન (આઈઓઆરએ)ના માળખા અંતર્ગત સુરક્ષિત અને સલામત હિંદ મહાસાગર માટે સહયોગને વધુ આગળ વધારવો.

ફ. શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીને લગતા સહયોગને મજબુત કરવો:

બહારના વાતાવરણમાંથી પૃથ્વીના પર્યાવરણને અને પૃથ્વીના રીમોટ સેન્સીંગને નિયંત્રિત કરવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઑફ એરોનોટિકસ એન્ડ સ્પેસ ઑફ ધ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયા (લાપાન) વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવું.

સંશોધન અને વિકાસ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાનો વચ્ચે સંશોધન ક્ષમતા અને દરિયાઇ ટેકનોલોજીના હસ્તાંતરણનો વિકાસ કરવો.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.