12મી જાન્યુઆરી 2022ના રોજ યોજાનાર રાષ્ટ્રીય યુવા મહોત્સવ માટે વિચારો અને સૂચનો શેર કરો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરી 2022ના રોજ 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને ત્યારે સંબોધન કરશે, જે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી છે. પીએમના ભાષણ માટે યુવાનોને તેમના સૂચનો આપવાનું આહ્વાન કર્યું છે. પીએમ તેમના સંબોધનમાં કેટલાક સૂચનો સામેલ કરી શકે છે.
દેશભરના યુવાનો આ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણ માટે સૂચનો અને નવીન વિચારો શેર કરી શકે છે. પીએમ તેમના ભાષણમાં કેટલાક સૂચનો સામેલ કરી શકે છે. કૃપા કરીને નીચેના ટિપ્પણી વિભાગમાં તમારા વિચારો અને સૂચનો શેર કરો.
રાષ્ટ્રીય યુવા મહોત્સવ અને સમિટ વિશે:
ભારતના દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા યુવાનોની હાજરી સાથે, રાષ્ટ્રીય યુવા ઉત્સવનો ઉદ્દેશ્ય યુવા નાગરિકોને રાષ્ટ્ર નિર્માણ તરફ ઉજાગર, પ્રજ્વલિત, સંગઠિત અને સક્રિય કરવાનો છે, જેથી આપણા જન સમુદાયમાં રહેલી સાચી સંભાવનાઓ બહાર આવે.
આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય સહસ્ત્રાબ્દીના યુવા માનસને પ્રજ્વલિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે અને એક યુવા નેતૃત્વનું એક પોસ્ટ કોવિડ ટેમ્પલેટ બનાવવાનો છે તથા સૌથી વિશેષ એ કે દુનિયા માટે એક પ્રામાણિક ભારતીય નેતૃત્વ રણનીતિ તૈયાર કરવાનો છે.
13 જાન્યુઆરી, 2022ના રોજ એક રાષ્ટ્રીય યુવા શિખર સંમેલનનું આયોજન કરાશે. જેનો ઉદ્દેશ ભારતની વિવિધ સંસ્કૃતિઓને એક વ્યાપક અને સંવાદાત્મક દ્રષ્ટિકોણના માધ્યમથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના એક સંયુક્ત સૂત્રમાં એકીકૃત કરવાનો છે. જ્ઞાનનો પ્રસાર કરવા અને બુદ્ધિને આકાર આપવા માટે આઈડિયા એક્સચેન્જ યુથ સમિટ સત્ર ઘરેલુ અને વૈશ્વિક આઈકન તથા વિશેષજ્ઞો સાથે આયોજિત કરાશે.
Comment 0