સ્વાગત છે!
પ્રધાનમંત્રી મોદી દ્વારા 2018 માં લિખિત 'એક્ઝામ વોરિયર્સ' પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવ્યું હતું.
અરુણાચલ પ્રદેશની યુવા એક્ઝામ વોરિયર એલેના તાયેંગે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખીને જણાવ્યું કે તેમને પુસ્તક ખુબ જ પસંદ પડ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિપ્રાય પણ આપ્યો હતો કે તેઓ માતાપિતા અને શિક્ષકો માટે કેટલાક મંત્રનો સમાવેશ કરવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત મન કી બાત કાર્યક્રમમાં આખા રાષ્ટ્ર સાથે કરી હતી અને પુસ્તકમાં વધુ શું સામેલ થઈ શકે તેના પર દરેકના પ્રતિસાદની અપીલ કરી હતી. પરીક્ષા, વિદ્યાર્થીઓએ વર્તમાનમાં જ પડકારોનો સામનો કરવો પડે છે, તે પડકારોના નિરાકરણો અને વધુને લગતા કોઈપણ બાબતે નવા દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે.
કૃપા કરીને નીચે આપેલા મોડ્યુલમાં તમારો પ્રતિસાદ અને અન્ય સંબંધિત માહિતી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.