કન્યા કેળવણી શાળાપ્રવેશ મહોત્સવ ર૦૧ર
જનઅભિયાનના પ્રારંભે વિડિયો કોન્ફરન્સથી સમાજની સામૂહિક શકિતને ઉજાગર કરતા મુખ્યમંત્રીશ્રી
શાળા પ્રવેશોત્સવ એ ૧પ વર્ષ પછીના સુશિક્ષિત ગુજરાતનો પાયો નાંખે છે
ગામપરિવારરાષ્ટ્રનું સંસ્કારનું કિલ્લોલ ઘોડીયું આંગણવાડીપ્રાથમિક શાળા છે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજથી શરૂ થયેલા ત્રણ દિવસના કન્યા કેળવણી અને શાળાપ્રવેશ મહોત્સવના દશમા અભિયાનના પ્રારંભે વિડિયો કોન્ફરન્સથી વાલી સમાજને પ્રેરક અપીલ કરતાં જણાવ્યું હતું કે ગામમાં મંદિર જેટલું જ મહત્વ પ્રાથમિક શાળાનું છે. આપણા બાળકનું બાળપણ એમાં પ્રાણશકિત તરીકે ધબકતું રાખવાનું આપણું દાયિત્વ છે.શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ૧પ વર્ષ પછીનું ગુજરાત સુશિક્ષિત હશે તેનો પાયો આ જનઅભિયાન બની રહેવાનું છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીથી માંડીને આખી સરકાર અને જનપ્રતિનિધિઓ ગામેગામ દિકરીદિકરાને ભણાવવાનો ભેખ લઇને નીકળ્યા છે. ગામ આખું સુશિક્ષિત હોયગામની દિકરીદિકરો ડોકટરએન્જીનીયર ઉચ્ચ હોદ ઉપર પ્રતિષ્ઠા મેળવીને ગામને ગૌરવ અપાવે છે એ જ શિક્ષણનું મહત્વ સમજાવે છે. ગરીબ બાળકને શિક્ષિત બનાવવા આ સરકારે દશ જ વર્ષમાં શું નથી કર્યું? એવો પ્રશ્ન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બાળક શાળામાં દાખલ થયું એટલે એના જીવનનો વીમો સરકારે વિદ્યાદીપ યોજના નીચે ઊતારી દીધો છે.
શાળાના પ્રત્યેક બાળકના આરોગ્યનું પરિક્ષણ અને રોગોની સારવારની આ સરકારે જવાબદારી ઉપાડી લીધી છે. રાજ્ય સરકારના તમામ અધિકારીઓએ શિક્ષણસંસ્કાર માટે જે ઉત્તમ દાયિત્વમાં યોગદાન આપ્યું છે તેને બિરદાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અનેક અધિકારીઓએ આંગણવાડી દત્તક લઇ લીધી છે. આ એવો અવસર છે કે શિક્ષણ માટે આખી સરકાર આટલી સંવેદનશીલ છે. ગુણોત્સવથી બે લાખની શિક્ષકોની સેનામાં નવી ચેતના જાગી છે ત્યારે ગામ આખું પણ એ માટે સંવેદનાથી શાળાના ઉત્તમ શિક્ષણ માટેની કાળજી લે એ જરૂરી છે.
દશ વર્ષની આ સરકારની તપસ્યા અને ભૂતકાળની સરકારોએ પ્રાથમિક શિક્ષણ માટે કરેલા આંખમિચામણાની તુલના કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ઼ કે બધી જ ૩૪૦૦૦ શાળાઓમાં શાળાના ઓરડા, શિક્ષકો, સેનીટેશન યુનિટ, વીજળી, કોમ્પ્યુટર લેબ, મધ્યાન્હ ભોજન, પોષક આહાર, વાંચે ગુજરાતનું અભિયાન અને પુસ્તકોની લાયબ્રેરી, રમતનું મેદાનબધી જ સુવિધાઓ આપી છે. શિક્ષકોને તેમણે કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્યપણે મેળવી લેવા આહ્વાન કર્યું હતું.
શાળા માટે સમાજની સંવેદના જગાવવા તિથી ભોજન માટે પણ તેમણે પ્રેરક અપીલ કરી હતી. દિકરીઓ ધો૭ પછી પણ માધ્યમિક શાળામાં આગળ ભણે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. આંગણવાડીના ગરીબ ભૂલકાંઓ માટે લોકભાગીદારીથી લાખો લાખો રમકડાંની ભેટ આપવાની સમાજની સત્વશકિત ગુજરાતની આવતીકાલને ઉજ્જવળ બનાવવાનો સંકેત છે એમ તેમણે જણાવ્યું હતું.
ગામ નક્કી કરે કે ગામની શાળા ‘એ’ ગ્રેડમાં લાવવી જ છેએવો સંકલ્પ કરવાનું પ્રેરક આહ્વાન પણ તેમણે કર્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી સંગીતાસિંઘ અને પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર. સી. રાવળ ઉપસ્થિત રહ્યા હતા.