વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના નવા ભારતના ભવ્ય દ્રષ્ટિકોણમાં મહિલાઓ કેન્દ્રિત રહી છે. લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ અંગે જાગરૂકતા વધારવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગ્રણી રહ્યા છે. તેઓ કહે છે કે ભારતને માત્ર મહિલાઓના વિકાસની જરુર નથી, પરંતુ મહિલા-આગેવાની હેઠળના વિકાસની જરૂર છે, જે મહિલાઓને વિકાસની અગ્રણી શક્તિ બનાવે છે. તે મુજબ, એનડીએ સરકાર વ્યાપક મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
બાળકન્યા સંરક્ષણ અને સશક્તિકરણ
‘બેટી બચાવો બેટી પઢાઓ’ પહેલ 2015ની શરૂઆતમાં શરૂ થઈ હતી જેથી આપણા સમાજમાં બાળ કન્યાઓ પ્રત્યે જે વલણ જોવા મળે છે તેમાં પરિવર્તન આવે. સરકારની આ પહેલ તેની શરૂઆત પછી એક સામૂહિક ચળવળ બની ગઈ છે. તાલિમ, સંવેદનશીલતા, જાગરૂકતા વધારવા અને સામુદાયિક ગતિશીલતા દ્વારા માનસિક પરિવર્તન પર ભાર મૂકાયો છે. આ પ્રયાસોના કારણે, જિલ્લાઓમાં જાતિ-સંવેદનશીલ તરીકે ઓળખાતાં 104 નોંધપાત્ર સુધારો થયો છે. 119 જિલ્લાઓએ પ્રથમ ત્રિમાસિક નોંધણીમાં પ્રગતિની નોંધી હતી જ્યારે 146 જિલ્લાઓ સંસ્થાકીય ડિલિવરીમાં સુધારો નોંધાયો હતો.
આ જીલ્લાઓમાં આ પહેલની સફળતાથી ઉત્સાહ વધ્યો છે, બીબીબીપીનું હવે દેશના તમામ 640 જિલ્લાઓમાં વિસ્તરણ થયું છે.
બાળાઓને સશક્ત બનાવવા માટે શિક્ષણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કન્યાઓના શિક્ષણ માટે અનેક શિષ્યવૃત્તિ જેવા સરકારના સતત પ્રયત્નોને કારણે માધ્યમિક શાળાઓમાં કન્યાઓની નોંધણી વધી રહી છે.
બાળાઓની નાણાંકીય સલામતીને સુનિશ્ચિત કરવા, પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 1.5 કરોડથી વધુ સમૃદ્ધિ ખાતાઓ ખોલવામાં આવ્યા છે એટલું જ નહીં તેમાં 30,000 કરોડ જમા પણ કરાવાયા છે. એ એક સિમાચિહ્નરૂપ સફળતા છે.
નાણાકીય સમાવેશ અને સશક્તિકરણ
મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે, તેમને ઔપચારિક નાણાકીય સંસ્થાઓના લાભાર્થી બનાવવા એ જરૂરી છે. મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના દ્રષ્ટિકોણને આગળ ધપાવવા માટે સરકાર ગંભીરતાથી કાર્યરત છે. એ માટે તે સતત કામ કરી રહી છે જેથી મહિલાઓને શિક્ષણ, કૂશળતા તાલિમ અને સંસ્થાકીય ધિરાણ સરળતાથી મળી રહે.
દેશમાં મહિલાઓના નાણાકીય સમાવેશ માટે વડા પ્રધાન જન ધન યોજનાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં, 18 કરોડથી વધુ મહિલાઓ, પ્રથમ વખત, ઔપચારિક બેંકિંગ અને વિવિધ નાણાકીય સેવાઓ ધરાવે છે.
મહિલાઓ પાસે ઘણી કૂશળતાઓ છે. તેને મૂડીની જરૂર છે જે આ કૂશળતાને સફળ ઉદ્યોગસાહસિક તકોમાં બદલવામાં મદદરૂપ બની શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા મૂડીરોકાણકારોને, કોલેટરલ ફ્રી લોન્સ મળી રહે તે માટે મુદ્રા યોજના શરૂ કરાઈ છે, જેને કારણે આવી મહિલાઓને તેમના સપનાને સાકાર કરવામાં અબૂતપૂર્વ મદદ મળી છે. આ ઉપરાંત સ્ટેન્ડ અપ ઇન્ડિયા, પણ મહિલાઓ અને અનુસચિત જાતિ-જનજાતિના ઉદ્યોગસાહસિકોને રૂ. 1 કરોડ સુધીની લોન આપે છે. આ કાર્યક્રમોને અત્યંત સફળ બનાવવા મહિલાઓએ આગેવાની લીધી છે. 10 કરોડથી વધુ મહિલાઓએ મુદ્રા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા દ્વારા લોન મેળવી છે. મુદ્રાના લાભાર્થીઓમાં 70%થી વધુ મહિલાઓ છે.
કુશળતા વિકાસના ક્ષેત્રે, મહિલાઓની ભાગીદારી અસાધારણ રહી છે. વડા પ્રધાન કૌશલ વિકાસ યોજના (પી.એમ.કે.વી.વાય.) 2.0 હેઠળ નોંધાયેલાં લાભાર્થીઓમાંથી 50 ટકા મહિલાઓ છે. આ યોજનાનો હેતુ મહિલાઓની સક્ષમતાઓ અને કૂશળતાને પ્રોત્સાહન આપવાનો છે, તેમની રોજગારક્ષમતામાં વધારો કરવાનો છે અને તેમને આત્મ નિર્ભર બનવા માટે સક્ષમ બનાવે છે. મહિલા સશક્તિકરણના એજન્ડા માટે કૂશળ મહિલા વર્કફોર્સ એટલો અગત્યનો છે, કારણ કે તેના કારણે બાર્ગેનિંગ વધશે.
જે મહિલા આર્થિક રીતે સ્વતંત્ર હોય અને તેને પોતાની ક્ષમતા પર ભરોસો હોય તે શોષણના વિષચક્રને તોડી શકે છે. શિક્ષણ અને કૂશળતા મહિલાને તેના ઘરમાં જ નહીં સમાજમાંપણ દરજ્જો આપે છે, તેની નિર્ણય ક્ષમતાને વધારે છે જેને સમાજમાં મોટાં પ્રમાણમાં સ્વીકૃતિ મળે છે.
કામ કરતી મહિલાઓ પ્રોત્સાહન
સંગઠિત ક્ષેત્રમાં મહિલાઓની નોકરી છૂટવા પાછળ ‘પ્રસૂતિ સમયે મળતી નહીવત અથવા ઓછી રજા’ની હતી, આમ મહિલાઓને તેમના નવજાત બાળક સાથે પોતાની કારકિર્દીનો વિકાસ બંનેનું ધ્યાન રાખવું પડતું હતું. આ મુદ્દો ધ્યાને રાખીને સરકારે મેટરનિટી બેનિફિટ (સુધારો) બિલ, 2017 પસાર કરીને નિર્ણાયક કામગરી કરી છે, અગાઉ જે રજાઓ 12 અઠવાડિયા પૂરતી મળતી હતી તેના બદલે હવે 26 અઠવાડિયાની રજાઓ કરવામાં આવી છે. આ પ્રગતિશીલ પગલાથી ભારતે આ સંદર્ભે વિશ્વના ટોચના કેટલાક દેશોમાં સ્થાન મેળવ્યું છે. સીમાચિહ્નરૂપ આવાં કાયદાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત મહિલા-આગેવાની હેઠળના વિકાસની દ્રષ્ટિએ નવું જીવન આપ્યું છે.
પ્રથમ વખત, ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન્ડ માટે પાત્રતા અપાઈ છે. નજીકના ભવિષ્યમાં સશસ્ત્ર દળોમાં મહિલા ઉમેદવારોને માટે પૂર્ણ કારકિર્દીનો માર્ગ મોકળો કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી મહિલાઓ માટે પણ નોંધપાત્ર કામ થયું છે. મોદી સરકારે આશા અને આંગણવાડી કાર્યકરોનાં ભથ્થા વધારવા ઉપરાંત અનેક લાભદાયી પેકેજોની ઘોષણા કરી છે. તેઓ જે અવિરત કાર્ય કરે છે તેના માટે આ એક મોટું પ્રોત્સાહન છે.
મહિલા કલ્યાણ માટે પાથબ્રેકિંગ કાર્યક્રમો
પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અને સ્વચ્છ ભારત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ મુખ્ય કાર્યક્રમો દેશભરમાં ઘરેલુ નામો બની ગયા છે. આ બંને કાર્યક્રમોએ કરોડો મહિલાઓ, ખાસ કરીને ગરીબ મહિલાઓના જીવનની ગુણવત્તા સુધારી છે.
ઉજ્જવલા યોજના, જે મફત એલપીજી જોડાણો પૂરા પાડે છે, તેણે 6.7 કરોડ મહિલાઓને ધુમાડા વગરનું રસોડું-જીવન પૂરૂં પાડ્યું છે. આ યોજના તેમને તંદૂરસ્ત જીવન જીવવામાં મદદ કરે છે સાથે રસોઈ માટે લાકડા શોધવાનો સમય અને મહેનત બંને બચાવવામાં મદદ કરે છે.
સ્વચ્છ ભારત યોજનાએ સ્વચ્છતાના ક્ષેત્રમાં ક્રાંતિ ઊભી કરી છે, અને મહિલાઓને સુરક્ષિતતા અને સ્વચ્છતા આપવામાં મદદ કરી છે. દેશમાં 9.76 કરોડથી વધુ ઘરોમાં શૌચાલયો બાંધવામાં આવ્યા છે. જ્યારે 28 રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોમાં 5.52 લાખ ગામોને ઓડીએફ (ઓપન ડિફેક્શન ફ્રી) જાહેર કરવામાં આવ્યા છે.
મહિલાઓના નામ પર સ્થાવર મિલકતો હોય તે નિશ્ચિત કરવા માટે, વડા પ્રધાન આવાસ યોજના મહિલાઓને પ્રાધાન્ય આપે છે.
છૂટછેડા જેવા કારણો બાદ એકલા હાથે પોતાના બાળકોને ઊછેરતી મહિલાઓ માટે પાસપોર્ટના નિયમો હળવા બનાવાયા છે કે જેથી તે કોઈ મુશ્કેલી વિના તમામ પ્રક્રિયા પૂર્ણ કરી શકે.
આમ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલાઓની આગેવાની હેઠળ, મહિલાઓને સશક્ત બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.