અમદાવાદ: મંગળવાર: મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને હિન્દી ચલચિત્ર જગતના સુપ્રસિધ્ધ અદાકાર સલમાન ખાન આજે ઉત્તરાયણના પર્વે અમદાવાદના નગરજનોના આનંદોત્સવોમાં સામાન્ય નાગરીકોની જેમ સહભાગી થયા હતાં.
મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ અને પ્રવાસન પ્રેમના પ્રતિક સમા ઉત્તરાયણના પર્વે ગુજરાતના પ્રવાસન વૈવિધ્યના વૈશ્વિક વિકાસના રાજ્ય સરકારના પ્રયાસોમાં અભિનેતા સલમાન ખાનને પ્રેરક ઉપસ્થિતિ વિશેષ આનંદદાયક બની રહી છે તેમ જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ઉત્તરાયણના આ પર્વને ચતુર્થ ઉત્સવ પર્વ ગણાવતાં આસામના નાગરિકોને બિહુ પર્વની, તામિલનાડુવાસીઓને પોંગલ પર્વની તથા મુસ્લિમ બિરાદરોને ઇદે મિલાદની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પતંગ ઉડયન પૂર્વે અમદાવાદ સરકીટ હાઉસમાં સલમાન ખાન સાથે શુભેચ્છા મૂલાકાત યોજી હતી અને પરસ્પર ઇદે મિલાદની શુભકામનાઓ પાઠવી હતી.
સલમાનખાને પોતે ગુજરાતના વિકાસ અને સુશાસન તથા ઉત્સવપ્રેમથી પ્રભાવિત થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો.