આજે બ્યૂનસ આયર્સમાં પ્રધાનંમત્રી મોદી, રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર વી. પુતિન અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ત્રિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત્રણેય નેતાઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર પારસ્પરિક સાથ-સહકાર વધારવા માટે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું તેમજ ત્રણેય દેશો વચ્ચે આદાન-પ્રદાનને વધારવા માટે પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓ સુધારાનાં મહત્વ પર અને બહુપક્ષીય સંસ્થાઓને મજબૂત કરવા માટે સંમત થયા હતા, જેનાથી દુનિયાને લાભ થશે, તેમાં અમેરિકા, ડબલ્યુટીઓ (વિશ્વ વ્યાપાર સંસ્થા) અને સુસ્થાપિત તેમજ નવી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ સામેલ છે. તેમણે બહુપક્ષીય વેપાર વ્યવસ્થાનાં લાભો તથા વૈશ્વિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ઉદાર વૈશ્વિક અર્થતંત્રનાં ફાયદા પર ભાર મૂક્યો હતો.
ત્રણેય નેતાઓ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને સંયુક્તપણે પ્રોત્સાહન આપવા, બ્રિક્સ, એસસીઓ અને ઇએએસ વ્યવસ્થાઓ મારફતે સાથ-સહકારને મજબૂત કરવા તમામ સ્તરે નિયમિત ચર્ચા-વિચારણા યોજવા પણ સંમત થયા હતાં, જેથી આતંકવાદ અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોનું સમાધાન થઈ શકે તેમજ તમામ મતભેદોનાં શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રોત્સાહન મળી શકે.
ત્રણેય નેતાઓએ આરઆઇસી (રશિયા, ઇન્ડિયા અને ચીન) ફોર્મેટમાં સહકારનાં મહત્વનો સ્વીકાર કર્યો હતો અને તેઓ બહુપક્ષીય બેઠકોમાં આ પ્રકારની ત્રિપક્ષીય બેઠકો યોજવા માટે સંમત થયા છે.
Deepening engagement with valued development partners.
— PMO India (@PMOIndia) November 30, 2018
President Vladimir Putin, President Xi Jinping and PM @narendramodi participate in the RIC (Russia, India, China) trilateral in Buenos Aires. @KremlinRussia pic.twitter.com/G8zj5C1ezZ