પોતાના મિત્ર શ્રી પરેશ ધેલાણી સાથે મુખ્યમંત્રીશ્રીની મૂલાકાતે આવેલા શ્રી સંજય દત્તે ગુજરાતની જનતાને સ્વર્ણિમ જયંતીની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તેને પ્રેરણારૂપ ગણાવી શ્રી સંજ્ય દત્તે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ગુજરાત જેવો વિકાસ થાય તેવી અભિલાષા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથે શ્રી સંજ્ય દત્તે ફિલ્મ સિટીના નિર્માણ માટે ગુજરાતે પહેલ કરવી જોઇએ એવું સૂચન કરતાં મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં આધુનિક ફિલ્મ સિટી માટે આવશ્યક બધી જ સુવિધાઓ છે તેવો પ્રતિભાવ આપ્યો હતો.
શ્રી સંજય દત્તે મુખ્યમંત્રીશ્રી પાસેથી સાબરમતી રિવરફ્રંટ, ગીફટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન, કલ્પસર પ્રોજેકટ, દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સહિત વિકાસના આધુનિક પ્રોજેકટની રૂપરેખા આપતી વિડીયો પ્રસ્તુતિ નિહાળી હતી અને અત્યંત પ્રભાવિત થયા હતા.