મારા મિત્ર અને નેપાળના માનનીય પ્રધાન મંત્રી રાઈટ ઓનરેલબ કે પી શર્મા ઓલીજી,
બંને દેશોના વરિષ્ટ મંત્રીઓ અને અધિકારીગણ,
નમસ્કાર,
સૌ પ્રથમ તો હું આપને મારા તરફથી તથા ભારતવાસીઓ વતી ઓલીજી અને નેપાળના તમામ મિત્રોને નૂતન વર્ષ 2020ની શુભેચ્છાઓ પાઠવુ છું.
આ માત્ર નવુ વર્ષ જ નથી, પરંતુ એક નવા દાયકાની શરૂઆત છે. હું ઈચ્છા રાખુ છું કે આ નવો દાયકો તમારા સૌના માટે આરોગ્ય, લાંબુ આયુષ્ય, પ્રગતિ, પ્રસન્નતા અને શાંતિ લઈને આવે.
બંને દેશોએ તેમના અલગ અલગ વિસ્તારોમાં સંક્રાન્તિના પર્વની અલગ અલગ રૂપ રંગ સાથે, ભિન્ન પ્રકારે પરંતુ એક સરખા ઉલ્લાસ વડે ગયા સપ્તાહે જ ઉજવણી કરી હશે. આ પર્વના અવસરે પણ હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવુ છું.
એક્સેલન્સી.
આ નવા વર્ષ અને નવા દાયકાની શરૂઆતમાં જ આપણે આ શુભ કામગીરીમાં એક સાથે સામેલ થયા છીએ તે ખૂબ જ આનંદની બાબત છે.
વિતેલા પાંચ માસ દરમિયાન આપણે બે દેશો વચ્ચે બીજી વાર દ્વિપક્ષી પ્રોજેકટનુ ઉદ્ઘાટન વિડીયોલીંક વડે કરી રહ્યા છીએ. આ યોજના ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોના વિસ્તરણ અને ઝડપી વિકાસનુ પ્રતિક બની રહી છે.
મિત્રો,
નેપાળના ચોતરફી વિકાસમાં, નેપાળની અગ્રતાઓ અનુસાર, ભારત એક વિશ્વાસુ ભાગીદાર તરીકેની ભૂમિકા અદા કરતુ રહ્યું છે. નેબરહૂડ ફર્સ્ટ (પહેલાં પડોશી) એ મારી સરકારની અગ્રતા રહી છે. અને સરહદની પેલે પાર કનેક્ટિવિટીમાં વધારો કરવો તે આ નીતિનુ એક મહત્વનુ ધ્યેય છે. જ્યારે ભારત અને નેપાળની વાત કરવામાં આવે છે ત્યારે, બહેતર કનેક્ટિવિટીનુ મહત્વ તે રીતે પણ અનેક ઘણુ વધી જાય છે. કારણકે આપણા સંબંધો માત્ર પડોશી તરીકેના જ નથી. ઈતિહાસ અને ભૂગોળે આપણને પ્રકૃતિ, પરિવાર, ભાષા, સંસ્કૃતિ, પ્રગતિ, અને નજાણે કેટલા દોરાઓથી જોડેલા રાખ્યા છે.
આટલા માટે જ આપણા બંને દેશો વચ્ચે સારી કનેક્ટિવિટીઆપણા જીવનને વધુ નિકટતાથી જોડે છે અને આપણા દિલો વચ્ચેનો રસ્તો ખોલી દે છે. કનેક્ટિવિટીએ આપણા બંને દેશો વચ્ચે માત્ર દેશના જ નહી પણ સમગ્ર વિસ્તારના વિકાસને માટે એક ઉદ્દીપક તરીકેનુ કામ કરે છે.
પડોશના સારા દેશોની સાથે આવવા જવાની પ્રવૃત્તિ સરળ અને સુચારૂ બને તે માટે, આપણી વચ્ચે વેપાર, સંસ્કૃતિ, શિક્ષણ, વગેરે ક્ષેત્રોમાં સંપર્કો વધુ સરળ બનાવવા માટે ભારત કટીબધ્ધ છે.
ભારત અને નેપાળ ઘણા સરહદ પારના કનેક્ટિવિટી પ્રોજેકટ સાથે જોડાયેલા છે, જેમાં રોડ, રેલવે, અને ટ્રાન્સમિશન લાઈનો પર કામ ચાલી રહ્યું છે. આપણા દેશો વચ્ચેની સીમાનાં મહત્વનાં સ્થળોએ સુસંકલિત ચેક પોસ્ટ (આઈસીપી) એક બીજા સાથેના વ્યવહાર અને અવનજાવન માટે ખૂબ જસુવિધાજનક બની રહી છે.
એક્સેલન્સી,
આઈસીપી બનાવવાના પ્રથમ કદમમાં આપણે બિરગંજ અને વિરાટનગરમાં પણ આઈસીપી વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બિરગંજની આઈસીપીનુ આપણે વર્ષ 2018માં ઉદ્ઘાટન કર્યું હતું. હવે વિરાટનગરમાં પણ આઈસીપી શરૂ થઈ ગઈ છે તે ખૂબ જ આનંદની બાબત છે. ભારતની તરફ રકસોલ અને જોગબનીમાં અગાઉથી જ આ સુવિધા ઉપલબ્ધ છે. મને પૂરો વિશ્વાસ છે કે આવનારાં વર્ષોમાં પણ આપણે આવી અનેક આધુનિક સુવિધાઓ વિકસાવતા રહીશું,
એક્સેલન્સી,
2015નો ભૂંકપ એક દર્દજનક દુર્ઘટના હતી, ભૂકંપ જેવી કુદરતી આફતમાં માણસની દ્રઢતા અને નિશ્ચયની કસોટી થતી હોય છે. દરેક ભારતીયને ગર્વ છે કે આ આફતનાં દુખદાયી પરિણામોનો સામનો અમારા નેપાળી ભાઈઓ અને બહેનોએ સાહસિકતા સાથે કર્યો છે.
બચાવ અને સહાય પૂરી પાડવામાં પ્રથમ પ્રતિભાવ આપનારની સક્રિય ભૂમિકા બજાવ્યા પછી, ભારતપુન:નિર્માણમાં પોતાના નેપાળી સાથીઓની મદદથી ખભાથી ખભો મિલાવીને ઉભુ રહ્યું હતું. ખૂબ જ નિકટના પડોશી અને મિત્ર હોવાને નાતે, તે અમારૂ કર્તવ્ય હતું. આટલા માટે ગોરખા અને નુવાકોટ જીલ્લામાં આવાસોના પુન:નિર્માણમાં સારી પ્રગતિ થયેલી જોઈને મને ખૂબ જ સંતોષ થયો છે.
અમારો એ પ્રયાસ રહ્યો છે કે અમે આ આવાસોમાં બિલ્ડ બેક બેટર (ફરી બહેતર નિર્માણ)ના સિધ્ધાંતને આધારે બનાવ્યાં છે અને તેમાં ભૂકંપ પ્રતિરોધક ટેકનિકનો ઉપયોગ કરીને મજબૂત અને ટકાઉ બનાવવામાં આવ્યાં છે.
આફત માટે સહયોગ (કોએલિએશન ફોર ડીઝાસ્ટર)માં પ્રતિકાર કરી શકે તેવી માળખાગત સુવિધાઓ રજૂ કરવાનો ભારતનો ઉદ્દેશ, ઈનફ્રાસ્ટ્રકચર ઉપર કુદરતી આફતોની અસર ઓછી કરવા માટેનો છે.
એ ખૂબ જ સંતોષની બાબત છે કે ભારત –નેપાળ સહયોગ હેઠળ પચાસ હજારમાંથી ચાલીસ હજાર આવાસોના બાંધકામની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અમને આશા છે કે બાકીના ઘરોનુ નિર્માણ પણ ઝડપથી પૂરૂ થઈ જશે અને આ ઘર નેપાળી ભાઈઓ અને બહેનોને ખૂબ જલ્દી સોંપી દેવામાં આવશે.
એક્સેલન્સી,
તમારા સહયોગને કારણે વિતેલા અનેક વર્ષમાં ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. આપણા સહયોગ અને વિકાસની ભાગીદારી ખૂબ જ ઝડપભેર આગળ વધી રહી છે. સાથે સાથે આપણે ઘણાં નવાં ક્ષેત્રોમાં પણ સહયોગ શરૂ કર્યો છે.
મારી ઈચ્છા છે કે નવા વર્ષમાં તમારા સહયોગ અને સમર્થન વડે આપણે સંબંધોનો વધુ ઉંચાઈ ઉપર લઈ જઈ શકીશું. અને આ નવો દાયકો ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોનો સુવર્ણ દાયકો બની રહેશે
ફરી એક વાર, સારા આરોગ્ય અને તમામ સફળતા માટે હુ તમને શુભેચ્છા પાઠવુ છું અને આ કાર્યક્રમ માટે વિડીયો સંપર્કથી જોડવા માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનુ છું.
અંતમાં, તમારી દરેક બાબતોમાં હું શુભેચ્છા પાઠવુ છું.
નમસ્કાર