Quoteપરીક્ષા પે ચર્ચા 2021 કન્ટેસ્ટ માટે તમારી નોંધણી કરાવો
Quoteપ્રધાનમંત્રી સાથે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સામેલ થવાની વિશિષ્ટ તક મેળવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા 2021 દરમિયાન વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. આ વર્ષે કાર્યક્રમ સંપૂર્ણપણે ઓનલાઇન યોજાશે અને દુનિયાભરના તમામ વિદ્યાર્થીઓ સહભાગી થઈ શકશે. પ્રધાનમંત્રી મોદી વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકો સાથે તેઓ પરીક્ષાની ચિંતામાંથી મુક્ત કેવી રીતે રહી શકે એના વિશે વાત કરશે.

પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચા કન્ટેસ્ટમાં સહભાગી થવા વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકોને અપીલ કરી

પરીક્ષા પે ચર્ચા 2021 કન્ટેસ્ટમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકોને અપીલ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “જ્યારે આપણા બહાદુર એક્ઝામ વોરિયર્સ તેમની પરીક્ષાઓ માટેની તૈયારી કરી રહ્યાં છે, ત્યારે ‘પરીક્ષા પે ચર્ચા 2021’નું પુનરાગમન થયું છે, જે આ વર્ષે સંપૂર્ણપણે ઓનલાઇન યોજાશે અને એમાં દુનિયાભરના વિદ્યાર્થીઓ સહભાગી થઈ શકશે. ચાલો, આપણે ચિંતામુક્ત થઈને, હસતાં-હસતાં પરીક્ષા આપીએ!”

પરીક્ષા પે ચર્ચા 2021 માટે ઉત્સાહ

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાઓ વચ્ચે પરીક્ષા પે ચર્ચા 2021માં સહભાગી થવાના ઉત્સાહની સાથે પરીક્ષાઓને હળવાશ લેવા અને ચિંતામુક્ત વાતાવરણમાં આપવા પ્રધાનમંત્રી મોદી પાસેથી કિંમતી સૂચનો મેળવવાની આતુરતા પણ જોવા મળે છે. તમને પણ પ્રધાનમંત્રીને પ્રશ્રો પૂછવાની તક મળી શકે છે, તમે તેમની પાસેથી સૂચનો માંગી શકો છો અને કિંમતી સલાહ મેળવી શકો છો.

પરીક્ષા પે ચર્ચા 2021 કન્ટેસ્ટમાં સહભાગી કેવી રીતે થવું?

પરીક્ષા પે ચર્ચા 2021માં સહભાગી થવા માયગવ પ્લેટફોર્મ પર તમારી નોંધણી કરાવો. એક કન્ટેસ્ટ દ્વારા પીપીસી 2021માં વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને શિક્ષકોની પસંદગી તેમની રજૂઆતને આધારે થશે.

પીપીસી 2021 કન્ટેસ્ટમાં સહભાગી થવા innovateindia.mygov.in/ppc-2021/ની મુલાકાત લો!

પીપીસી 2021ના વિજેતાઓને વિશેષ સર્ટિફિકેટ અને કિટ.....

પીપીસી 2021 કન્ટેસ્ટના વિજેતાઓને પરીક્ષા પે ચર્ચા 2021 વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાથે સીધા સહભાગી થવાની તક મળશે. દરેક વિજેતાને પ્રશંસા સ્વરૂપે ખાસ ડિઝાઇન કરેલું સર્ટિફિકેટ અને વિશેષ પરીક્ષા પે ચર્ચા કિટ મળશે!

‘એક્ઝામ વોરિયર’ બનો

‘પરીક્ષા પે ચર્ચા’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાન વિદ્યાર્થીઓ માટે ચિંતામુક્ત વાતાવરણ ઊભું કરવા માટે હાથ ધરેલી પહેલ ‘એક્ઝામ વોરિયર્સ’નો મહત્વપૂર્ણ ભાગ છે. આ પુસ્તકમાં પ્રધાનમંત્રી મોદીએ શિક્ષણ પ્રત્યે પ્રેરક અભિગમની રૂપરેખા આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પુસ્તકનો સંદેશ છે – “શિક્ષણ આનંદદાયક, આનંદ અને પરિપૂર્ણ બનવાની સફર હોવી જોઈએ.” નમો એપ પર ‘એક્ઝામ વોરિયર્સ’ના મોડ્યુલ એક્ઝામ વોરિયર્સ અભિયાનમાં રસપ્રદ ટેકનોલોજી પાસું ઉમેરે છે અને પ્રધાનમંત્રીએ પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’માં લખેલા દરેક મંત્રનું હાર્દ વ્યક્ત કરે છે.

|

પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’માં પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ચિંતામુક્ત રહેવા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે 25 મંત્રો આપ્યાં છે. આ મંત્રો પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ માટે સવિશેષ ઉપયોગી છે. પ્રધાનમંત્રી મોદીએ આ પુસ્તકમાં ભાર મૂક્યો છે – “લડાયક બનો, ચિંતા છોડો.” આ પુસ્તકના એક મંત્રમાં પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને જ્ઞાન કે જાણકારી મેળવવા જણાવ્યું છે, પછી માર્ક આપમેળે મળશે એવી સલાહ આપી છે. જ્ઞાન, જાણકારી અને માહિતી મેળવવાની સફરને લાભદાયક અનુભવ ગણાવીને એક પ્રકરણમાં વિદ્યાર્થીઓની જ્ઞાન મેળવવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી તેમને કોઈ પણ પ્રશ્ર મુશ્કેલ ન લાગે.

 

પરીક્ષા પે ચર્ચાની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી, 2018ના રોજ નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં યોજાઈ હતી. પછી બીજી આવૃત્તિ 29 જાન્યુઆરી, 2019ના રોજ અને ત્રીજી આવૃત્તિ 20 જાન્યુઆરી, 2020ના રોજ આ જ સ્ટેડિયમમાં યોજાઈ હતી.

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Insurance sector sees record deals worth over Rs 38,000 crore in two weeks

Media Coverage

Insurance sector sees record deals worth over Rs 38,000 crore in two weeks
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM speaks with HM King Philippe of Belgium
March 27, 2025

The Prime Minister Shri Narendra Modi spoke with HM King Philippe of Belgium today. Shri Modi appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. Both leaders discussed deepening the strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

In a post on X, he said:

“It was a pleasure to speak with HM King Philippe of Belgium. Appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. We discussed deepening our strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

@MonarchieBe”