મોટાભાગે , ભારતનું સંરક્ષણ મંત્રાલય (MoD) એક બેરોજગાર રાક્ષસ જેવું ગણાતું હોય છે જે કાર્યરત થવા માટે ખૂબ ધીમું હોય છે. તેની પાસે માત્ર ભારતની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી જ નથી પરંતુ તે ભારતના લગભગ 15 લાખ સૈનિકો (થલસેના, જલસેના, વાયુસેના અને કોસ્ટગાર્ડ)નો પણ વહીવટ કરે છે. તે ભારત સરકારના બજેટના મોટા ભાગમાંથી એક ભાગ પણ ધરાવે છે.ઉદાહરણ તરીકે 2017-18 માટે, તેને રૂ. 3,59,854 કરોડ (53.5 બિલીયન અમેરિકન ડોલર) ફાળવવામાં આવ્યા છે. ટીકાકારોએ આ વખતના રક્ષા બજેટમાં કરવામાં આવેલા ઓછા વધારાની ટીકા કરી છે.
જોકે, સંરક્ષણ મંત્રી મનોહર પાર્રીકર અને MoDમાં રહેલી તેમની ટીમ માટે નાણાની કમી એ સૌથી નાના પડકારોમાંથી એક છે.
તેના સ્થાને તેમણે સંપાદનના સમયમાં આવેલી કમી, પ્રાપ્ત સ્ત્રોત્રના શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગે MoDના કાર્યમાં વધારે જવાબદારી અને પારદર્શિતા લાવવા ઉપરાંત ભારતની રક્ષા તૈયારીઓમાં રહેલા મોટાભાગના જોખમકારક છીંડાઓ ઝડપથી ભરવા પર સાઉથ બ્લોકના, જે બ્રિટીશકાળના મકાનમાં આવેલું રક્ષા મંત્રાલયનું મુખ્ય મથક છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસ સુનિશ્ચિત કર્યા છે. પરંતુ આ બધા ઉપર વડાપ્રધાનની મેઇક ઇન ઇન્ડિયાની પહેલને ધ્યાનમાં લઈને રક્ષા ઉત્પાદન માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવા પર વધારે ભાર મુકાયો છે.
સંરક્ષણ માટેની સંપાદનની નીતિ (DPP)-2016 નો પ્રચાર એ ભારતમાં શસ્ત્રોના પ્લેટફોર્મ કેવીરીતે હસ્તગત થાય છે તેમાં મૂળભૂત બદલાવ લાવવા તરફનું પહેલું કદમ હતું. IDDM (સ્વદેશી રીતે ડીઝાઈન કરેલા, વિક્સાવેલા અને ઉત્પાદિત કરેલા શસ્ત્રો)ની ખરીદની શ્રેણી જે DPP-2016માં દાખલ કરવામાં આવી હતી તેને હવે DPPની રચનામાં ભાગરૂપ એવી છ વિવિધ શ્રેણીઓમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે અને તે ભારતની તમામ રક્ષા સંબંધિત ખરીદ માટેની દસ્તાવેજી માર્ગદર્શિકા બની ગઈ છે. આની અસર હવે એ થશે કે એવી ભારતીય કંપનીઓ જેમની પાસે તેમના ઉત્પાદનોને સ્વદેશીરીતે ડીઝાઈન કરવાની અને વિક્સાવવાની ક્ષમતા હશે તેમને ત્રણેય સશસ્ત્રસેનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી મોટાભાગની ખરીદીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
સ્વદેશીરીતે ડીઝાઈન કરવામાં આવેલા , વિકસાવવામાં આવેલા અને ઉત્પાદિત કરવામાં આવેલા શસ્ત્રો (IDDM)ની નવી શ્રેણીમાં 40 ટકા જેટલી સામગ્રીના સ્ત્રોત્ર સ્થાનિક જ હોય તે શરતને ફરજીયાત બનાવવામાં આવશે.
નવી DPP માટે ઘણા તાજા વિચારો છે જે સરંક્ષણના સંપાદનમાં તેજી લાવવાની સાથે મેઇક ઇન ઇન્ડિયાના મુખ્ય કાર્યક્રમ અંતર્ગત સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન આપે એવી ડીઝાઈન પૂરી પાડશે. ઉદાહરણ તરીકે, વિલંબને રોકવા કોઈ એક વિશિષ્ટ પ્લેટફોર્મ માટેના તમામ AONs (જરૂરિયાતનો સ્વીકાર) હાલની 12 મહિનાની સમયમર્યાદાને સ્થાને છ મહિના સુધી જ માન્ય રહેશે જેને DPP દ્વારા ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઇપણ AON જ્યાંસુધી તે અંતિમ સ્વરૂપે નક્કી કરેલા RFP (દરખાસ્ત માટેની વિનંતી અથવાતો વિગતવાર ટેન્ડર) સાથે જોડાયેલું ન હોય ત્યાંસુધી તે જાહેર કરવામાં નહીં આવે. આ બાબતનો સાર એવો કાઢી શકાય કે AON જાહેર થઇ ગયા બાદ RFPની જાહેરાત કરવી એ અસામાન્ય વિલંબ કરતી પ્રક્રિયા હતી અને હવે આ વચગાળાનું પગથીયું દૂર થયું છે.
યોજનાઓને પ્રાથમિકતા આપવી એ પ્રથમ કદમ હતું. રક્ષા સંપાદનો મોંઘા હોય છે અને છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ ઓછી ખરીદી થઇ હતી, માંગણીઓનો ભરાવો સમસ્યામાં ઉમેરો કરી રહ્યો હતો. પ્રસ્તાવિત યોજનાઓ પર કરવામાં આવેલા એક સર્વેક્ષણ દ્વારા જાણ થઇ કે મંત્રાલયની નોકરશાહી – સિવિલ અને સૈનિક બંને – લગભગ 400 જેટલી યોજનાઓ, જે ત્રણેય સશસ્ત્ર દળો માટે અત્યંત મહત્ત્વ ધરાવતી હતી, તેના પર છેલ્લા પાંચ વર્ષથી પલાંઠી મારીને બેસી ગઈ હતી. એક વ્યાપક સર્વેક્ષણમાં એવી પણ જાણ થઇ કે આ 400 જેટલી યોજનાઓ માંથી લગભગ એક તૃત્યાંશ યોજનાઓ હવે અપ્રસ્તુત બની ગઈ છે. લગભગ 50 યોજનાઓની ગતી વધારવામાં આવી કારણકે તે નિર્ણાયક મહત્ત્વ ધરાવતી હતી.
ત્યારબાદ, નિર્ણાયક યોજનાઓ જે ત્રણેય પાંખોને અસર કરતી હતી અને જેને તાત્કાલિક ભંડોળની અને અમલીકરણની જરૂર હતી તેની ઓળખ કરવામાં આવી. જ્યારે એવી જાણ થઇ કે સૈનિકો જે આતંકવાદ વિરોધી, બંડખોરો સામે લડતા હતા તેમના માટે 50, 000 બુલેટપ્રૂફ જેકેટની ખરીદીની મંજુરી ફાસ્ટટ્રેક કરવામાં આવી, કારણકે તેઓ તેની જબરદસ્ત તંગી અનુભવી રહ્યા હતા. હેલ્મેટ, જે જવાનની રક્ષા માટેની અત્યંત મહત્ત્વની બાબત છે તેની ખરીદીનો ઓર્ડર પણ બે દાયકાના લાંબા ગાળા બાદ આપવામાં આવ્યો. MKU ઇન્ડસ્ટ્રીઝ જે કાનપુર ખાતેની ભારતીય કંપની છે તેની સાથે રૂ. 170 અને 180 કરોડનો સોદો કરીને 1.58 લાખ હેલ્મેટ બનાવવાનો કરાર કરવામાં આવ્યો.
આ આંકડાઓ પોતેજ બોલે છે: મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી MoDએ રૂ. 2,09,751 કરોડના મૂલ્યના કુલ 124 નવા કરાર કર્યા છે. જેમાં આર્ટીલરી ગન્સ, સેના માટે અટેક અને મીડીયમ લીફ્ટ હેલીકોપ્ટર્સ (ચીનૂક અને અપાચે હેલીકોપ્ટર્સ અમેરિકાથી ખરીદાયા છે); જલસેના માટે ફ્રિગેટ અને જળ સુરંગ વિરોધી પગલા લેવાના જહાજો અને વાયુસેના માટે આકાશ મિસાઈલો સામેલ છે.
સપ્ટેમ્બર 2016 પછી, જ્યારે ભારતે પાકિસ્તાન વિરુધ્ધ સર્જીકલ સ્ટ્રાઈકનું સંચાલન કર્યું હતું અને એવું લાગી રહ્યું હતું કે જવાબમાં પાકિસ્તાન કદાચ મોટા યુધ્ધને ગતિ આપશે ત્યારે ભારતની સુરક્ષા માટેની કેબીનેટ સમિતિએ (CCS) ત્રણેય દળોને રૂ. 20,000 કરોડના ફાસ્ટટ્રેક હસ્તાંતરણ કરવાની મંજુરી આપી હતી જેણે MoD માટે તે વર્ષ સર્વાધિક ઉત્પાદક ધરાવતા વર્ષોમાંથી એક બનાવી દીધું હતું.
આવું પ્રાથમિકતા સાથે કરવું જરૂરી હતું કારણકે ગત સરકારે મૂળભૂત જરૂરિયાતોને પણ નજરઅંદાજ કરી હતી. ગત કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ (CAG) નો રીપોર્ટ જેને સંસદના પટલ પર રાખવામાં આવ્યો હતો તેણે આઘાતજનક ચિત્ર ઉભું કર્યું હતું. CAGના રીપોર્ટે નિર્દેશ કર્યો હતો કે, “ઓછામાં ઓછા ભયસ્થાનના સ્તર જેટલું પણ શસ્ત્ર ભંડારણ સુરક્ષિત કરવામાં નહોતું આવ્યું, માર્ચ 2013 મુજબ તે 170 પ્રકારના શસ્ત્રો સામે 125 પ્રકારના શસ્ત્રોની ઉપલબ્ધતા જરૂરી સ્તર કરતા નીચી હતી. રીપોર્ટમાં એમપણ ઉમેરવામાં આવ્યું હતું કે તમામ પ્રકારના શસ્ત્રોમાંથી 50 ટકાનું ભંડારણ ‘કટોકટી’ ના સ્તરનું હતું – જે 10 દિવસની લડાઈ માટે પણ અપૂરતું હતું. આ હાલતને હવે સુધારીને એવી ખાતરી કરવામાં આવી છે કે 10 દિવસની તીવ્ર લડાઈ જેટલા શસ્ત્રો કાયમ ઉપલબ્ધ રહે. એક વખત આ લક્ષ્ય સધાઈ જાય ત્યારબાદ મંત્રાલય ભંડારોને ફરીથી ભરી દેવાના પગલાં લઇ શકશે. ત્રણેય સર્વિસીઝના ઉપ-વડાઓ તેમજ સેના કમાન્ડરોની પ્રતિનિધિત નાણાકીય સત્તાઓ વધારી દેવામાં આવી છે જેથી ઝડપી ખરીદી થઇ શકે. આ ધીમા અને અપારદર્શક કાર્યવાહીથી યુગોથી ઘેરાયેલા અને નામચીન બનેલા MoD માટે એક મોટો બદલાવ છે.
એક અન્ય મહત્ત્વના નિર્ણયમાં, સરકારે, રક્ષા ક્ષેત્રને વિદેશમાંથી સીધા રોકાણ (FDI) માટે ખુલ્લું મૂકી દીધું છે, જેમાં 49 ટકા FDI સીધા માર્ગેથી અને 100 ટકા સુધીનું FDI કેઈસ ટુ કેઈસના આધારે મંજુર થશે. આ ઉપરાંત ‘સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટેક્નોલોજી’ ના નિયંત્રણને હટાવીને ‘આધુનિક ટેકનોલોજી’ પર લાવી દેવામાં આવ્યું છે. આ પગલું ભારતમાં સંરક્ષણ કંપનીઓના રોકાણમાં વધારો કરશે.
સંપાદન, ત્રણેય સેનાઓનું અલગથી આધુનિકીકરણ કરવું, વન રેન્ક વન પેન્શનની મંજુરી એ મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય છે – જેનો નિવૃત્ત સૈનિકો 40 વર્ષથી માંગણી કરી રહ્યા હતા. આ સરકારે જરૂરી રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવી છે, તેમજ નિવૃત્ત સૈનિકોને સન્માન આપવાનો ઉકેલ આપ્યો છે.
સ્પષ્ટ છે કે ભારતનું સંરક્ષણ મંત્રાલય એક એવા મિશન પર છે જે વર્ષો જૂની આળસ ખંખેરીને ભારતના સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડતાનું રક્ષણ કરવા રક્ષા સેનાઓ સશસ્ત્ર તેમજ સદાય તૈયાર રહે તેની ખાતરી કરે છે.
(નીતિન અનંત ગોખલે એ અધિકૃત રક્ષા વિશ્લેષક, લેખક અને મીડિયા તાલીમકાર છે. મુખ્યધારાના વેબ, પ્રિન્ટ અને પ્રસારણ જેવા સંપૂર્ણ પત્રકારત્વમાં 32 વર્ષ પસાર કર્યા બાદ હવે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અંગેના વિષયો પર પ્રવચનો આપવા ઉપરાંત પોતાની સંરક્ષણ વેબસાઈટ BharatShakti.in નું સંચાલન પણ કરે છે)
ઉપરોક્ત વિચારો લેખકના પોતાના છે અને નરેન્દ્ર મોદી વેબસાઈટ અને નરેન્દ્ર મોદી એપ આ વિચારોને આવશ્યકપણે સમર્થન આપતી નથી.