‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતુ કે ચંદ્રયાનનું ઉતરાણ એ જીવનમાં નિષ્ફળતાઓમાંથી ઉપર ઉઠવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. “ચંદ્રયાન ઉતરાણ વખતે મારી ઈસરોની મુલાકાત અને આપણા સખત મહેનતુ વૈજ્ઞાનિકો સાથે મેં ગાળેલા સમયને હું ક્યારેય નહીં ભૂલી શકું.”
ઈસરોના વૈજ્ઞાનિકોના પ્રયાસોને યાદ કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, “ચંદ્રયાનનું જ્યારે આયોજન અનુસાર ઉતરાણ ન થઇ શક્યું ત્યારે આપણા વૈજ્ઞાનિકોના ચહેરા પર હું નિરાશા જોઈ શકતો હતો. ક્ષણિક નિષ્ફળતાનો અર્થ એ નથી કે સફળતા રાહ નથી જોતી. તે દર્શાવે છે કે શ્રેષ્ઠ હજુ બાકી છે.”