પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેંડના મહારાણી મહામહિમ મેક્સિમા સાથે મુલાકાત કરી હતી.
મહારાણી મેક્સિમા વિકાસના સમાવેશીઅર્થતંત્ર માટેના સંયુક્તરાષ્ટ્રના મહાસચિવના વિશેષ દૂત તરીકે ભારતની યાત્રા પર છે.
પ્રધાનમંત્રી મોદી અને મહારાણી મેક્સિમાએ ભારતમાં નાણાકીય સમાવેશીતામાં વૃદ્ધિ કરવા માટે ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન લેવામાં આવેલા વિવિધ પગલાવિશે ચર્ચા કરીહતી જેમાંજન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાનો સમાવેશ થાય છે. મહારાણી મેક્સિમાએ આ પગલાઓ દ્વારા પ્રાપ્તથયેલી પ્રગતિની પ્રશંસા કરી.
બંને નેતાઓએ વૈશ્વિક નાણાકીય વિકાસ અંગે પણ ચર્ચા કરી. મહારાણી મેક્સિમાએ યજમાન સરકારની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓના આધાર પર ભારતીય ટેકનીકલ અને આર્થિક સહયોગ (આઈટીઈસી) યોજના અને વિદેશમાં વિકાસ કાર્યો માટે કન્સેશનલ લાઈન ઑફ ક્રેડીટની જોગવાઈ માટે ભારતના પ્રયત્નોની સરાહના કરી હતી.
Queen Máxima of the Netherlands met PM @narendramodi. pic.twitter.com/kpPZdwMTBh
— PMO India (@PMOIndia) May 28, 2018