આજે, અમે – ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બેનેસ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી ફુમિઓ કિશિદા અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઇડેન - ટોક્યોમાં એક મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક માટે અમારી અડગ કટીબદ્ધતાનું નવીનીકરણ કરવા માટે ભેગા થયા છીએ જે સર્વસમાવેશી અને સ્થિતિસ્થાપક છે.

માત્ર એક વર્ષ પહેલાં, આ હેતુથી નેતાઓ પ્રથમ વખત મળ્યા હતા. આજે ટોક્યોમાં, અમે અમારી ચોથી બેઠક બોલાવીએ છીએ અને આ અમારી બીજી રૂબરૂ મુલાકાત છે જે, ગહન વૈશ્વિક પડકારના સમયમાં, એ બતાવવા માટે છે કે ક્વાડ સારું કરવા માટેનું એક બળ છે, અને આ પ્રદેશમાં મૂર્ત લાભો લાવવા માટે કટિબદ્ધ છે. અમારા સહકારના પ્રથમ વર્ષમાં, અમે સકારાત્મક અને વ્યવહારુ એજન્ડા માટે ક્વાડના સમર્પણની સ્થાપના કરી હતી; અમારા બીજા વર્ષમાં, અમે 21મી સદી માટે આ પ્રદેશને વધુ સ્થિતિસ્થાપક બનાવીને આ વચન પૂરું કરવા માટે કટિબદ્ધ છીએ.

હાલમાં આખી દુનિયામાં કોવિડ-19 મહામારી હજુ પણ ચાલી રહી છે અને માનવજાત તેમજ આર્થિક પીડા આપી રહી છે તે સાથે, અમે યુક્રેનમાં દેશો વચ્ચે એકપક્ષીય ક્રિયાઓ માટેની વૃત્તિઓ અને દુ:ખદ સંઘર્ષ સામે, અડગ છીએ. અમે સ્વતંત્રતાના સિદ્ધાંતો, કાયદાનું શાસન, લોકશાહી મૂલ્યો, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા, ધમકી અથવા બળનો ઉપયોગ કર્યા વિના વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન, યથાસ્થિતિ બદલવાના કોઇપણ એકપક્ષીય પ્રયાસ અને જહાજ પરિવહન અને વિમાન ઉડ્ડયનની સ્વતંત્રતા સહિત એ દરેક બાબતોને સમર્થન આપીએ છીએ જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિશ્વની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે જરૂરી છે. અમે આ સિદ્ધાંતોને પ્રદેશ અને તેની બહાર આગળ વધારવા માટે સાથે મળીને નિર્ણાયક રીતે કામ કરવાનું ચાલુ જ રાખીશું. અમે, જ્યાં દેશો તમામ પ્રકારના સૈન્ય, આર્થિક અને રાજકીય બળજબરીથી મુક્ત હોય તેવી આંતરરાષ્ટ્રીય નિયમો-આધારિત વ્યવસ્થાને જાળવી રાખવાના અમારા સંકલ્પની ફરી પુષ્ટિ કરીએ છીએ.

શાંતિ અને સ્થિરતા

અમે અમે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અને દુ:ખદ માનવતાવાદી કટોકટી અંગે અમારા સંબંધિત પ્રતિભાવો પર ચર્ચા કરી છે અને ઇન્ડો-પેસિફિક માટે તેની અસરોનું મૂલ્યાંકન કર્યું છે. ક્વાડ નેતાઓએ આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના અમારા મજબૂત સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે. અમે સ્પષ્ટપણે ભારપૂર્વક જણાવીએ છીએ કે, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ આંતરરાષ્ટ્રીય કાયદો છે, જેમાં યુએન અધિકારપત્ર, તમામ દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર સામેલ છે. અમે એ બાબત ઉપર પણ ભાર મૂક્યો છે કે, તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાના માર્ગો શોધવા જોઇએ.

ક્વાડ આ પ્રદેશમાં પોતાના ભાગીદારોને સહકાર આપવા માટે કટિબદ્ધ છે જેઓ મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક માટે સહિયારી દૂરંદેશી ધરાવે છે. અમે ASEAN એકતા અને કેન્દ્રિયતા માટે અમારા અટલ સહકારની ફરીથી પુષ્ટિ કરીએ છીએ જે ઇન્ડો-પેસિફિકમાં ASEAN દૃષ્ટિકોણના વ્યવહારુ અમલીકરણ માટે છે. અમે ઇન્ડો-પેસિફિકમાં EU સહકાર વ્યૂહનીતિ અંગે EUના સંયુક્ત સંચારને આવકારીએ છીએ જેની જાહેરાત સપ્ટેમ્બર 2021માં કરવામાં આવી હતી અને તેનાથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં યુરોપિયન જોડાણમાં વધારો થયો હતો. અમે સમુદ્રી નિયમો- આધારિત વ્યવસ્થા સામેના પડકારોને પહોંચી વળવા માટે ખાસ કરીને UN સમુદ્રી નિયમો પર અધિવેશન (UNCLOS)માં પ્રતિબિંબિત અને જહાજ પરિવહન અને વિમાન ઉડ્ડયનની સ્વતંત્રતાની જાળવણી સહિત આંતરરાષ્ટ્રીય કાયદાના પાલન આગળ વધારવાનું ચાલુ રાખીશું જેમાં પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્ર પણ સમાવિષ્ટ રહેશે. અમે પરિસ્થિતિને બદલવા અને વિસ્તારમાં તણાવ વધારવા માંગી હોય તેવી કોઇપણ બળજબરી, ઉશ્કેરણીજનક અથવા એકપક્ષીય ક્રિયાઓનો સખત વિરોધ કરીએ છીએ, જેમ કે વિવાદિત સુવિધાઓનું લશ્કરીકરણ, કોસ્ટ ગાર્ડ જહાજો અને સમુદ્રી સૈન્યનો જોખમી ઉપયોગ અને અન્ય દેશોના ઓફશોર સંસાધન ખનનની પ્રવૃત્તિઓને વિક્ષેપિત કરવાના પ્રયાસો.

વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે, અમે પેસિફિક ટાપુઓના દેશો સાથેના અમારા સહયોગને વધુ મજબૂત કરીશું, જે તેમની આર્થિક સુખાકારી, આરોગ્ય માળખાકીય સુવિધાઓ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા, તેમની દરિયાઇ સુરક્ષામાં સુધારો કરવા અને તેમની માછીમારીને ટકાવી રાખવા, ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા, શૈક્ષણિક તકોને પ્રોત્સાહન આપવા અને, આબોહવા પરિવર્તનની અસરોનું શમન કરવા તેમજ તેની સાથે અનુકૂલન કરવા માટે, કે જે આ પ્રદેશ માટે ખાસ કરીને ગંભીર પડકારો ઉભા કરે છે, તેના માટે રહેશે. અમે પેસિફિક ટાપુના ભાગીદારોની જરૂરિયાતોને પહોંચી વળવા સાથે મળીને કામ કરવા માટે કટિબદ્ધ છીએ. અમે પેસિફિક ટાપુ ફોરમની એકતા અને પેસિફિક પ્રાદેશિક સુરક્ષા માળખા માટેના અમારા સમર્થનની ફરીથી પુષ્ટિ કરીએ છીએ.

અમારી વચ્ચે અને અમારા ભાગીદારો સાથે, અમે સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય સંસ્થાઓમાં અમારો પારસ્પરિક સહયોગ વધારે ઘનિષ્ઠ બનાવીશું જ્યાં બહુપક્ષીય પ્રણાલીની સ્થિતિસ્થાપકતાને સુધારવા અને વધારવા માટે અમારી સહિયારી પ્રાથમિકતાઓને વધુ મજબૂત બનાવીશું. વ્યક્તિગત રીતે અને સામૂહિત રીતે, અમે અમારા સમયના પડકારોનો પ્રતિસાદ આપીશું, અને તે સુનિશ્ચિત કરીશું કે આ પ્રદેશ સર્વસમાવેશી, ખુલ્લો અને સાર્વત્રિક નિયમો અને ધોરણો દ્વારા સંચાલિત રહે.

અમે કોરિયન દ્વિપકલ્પના સંપૂર્ણ અણુશસ્ત્રીકરણ માટેની અમારી કટિબદ્ધતાની ફરીથી પુષ્ટિ કરીએ છીએ, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ઠરાવ (UNSCR)ને સુસંગત છે અને જાપાનીઝ અપહરણકારોના મુદ્દાના તાત્કાલિક ઉકેલની જરૂરિયાતની અમે ફરીથી પુષ્ટિ કરીએ છીએ. અમે UNSCRનું ઉલ્લંઘન કરીને ઉત્તર કોરિયા દ્વારા બહુવિધ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણો સહિત અસ્થિરતા ઉભી કરતી બેલિસ્ટિક મિસાઇલ વિકાસ અને પ્રક્ષેપણની પણ નિંદા કરીએ છીએ, અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઠરાવોનો સંપૂર્ણ અમલ કરાવવા માટે આહ્વાન કરીએ છીએ. અમે ઉત્તર કોરિયાને UNSCR હેઠળની તેની તમામ જવાબદારીઓનું પાલન કરવા માટે, ઉશ્કેરણીથી દૂર રહેવા માટે અને સાર્થક સંવાદમાં જોડાવા માટે અનુરોધ કરીએ છીએ.  

અમે મ્યાનમારમાં સર્જાયેલી કટોકટીની સ્થિતિથી ખૂબ જ ચિંતિત છીએ, કારણ કે તેના લીધે ગંભીર માનવતાવાદી વેદના અને પ્રાદેશિક સ્થિરતા સામે પડકારો ઊભા થયા છે. અમે મ્યાનમારમાં તાત્કાલિક ધોરણે હિંસાનો અંત લાવવા, વિદેશીઓ સહિત તમામ રાજકીય લોકોને અટકાયત કરવામાં આવી છે તેમને મુક્ત કરવા, રચનાત્મક સંવાદમાં જોડાવા, માનવતાવાદી અભિગમ અપનાવવા અને ફરી ઝડપથી લોકશાહીની સ્થાપના કરવા માટે આહ્વાન કરવાનું ચાલુ રાખીએ છીએ. અમે મ્યાનમારમાં ઉકેલ મેળવવા માટેના ASEANના નેતૃત્વ હેઠળના પ્રયાસો માટેના અમારા સમર્થનની ફરીથી પુષ્ટિ કરીએ છીએ અને ASEAN ચેરના વિશેષ દૂતની ભૂમિકાને આવકારીએ છીએ. અમે વધુમાં, ASEAN પાંચ મુદ્દાની સર્વસંમતિનો તાત્કાલિક ધોરણે અમલ માટે આહ્વાન કરીએ છીએ.

અમે સ્પષ્ટપણે આતંકવાદ અને હિંસક ઉગ્રવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં વખોડીએ છીએ અને કોઇપણ આધાર પર આતંકના કૃત્યોને કોઇપણ પ્રકારે વાજબી ઠેરવી શકાય નહીં તેવો પુનરોચ્ચાર કરીએ છીએ. અમે આતંકવાદી પ્રોક્સીઓના ઉપયોગની આકરી ટીકા કરીએ છીએ અને આતંકવાદી જૂથોને આપવામાં આવતા કોઇપણ પ્રકારના લોજિસ્ટિક, આર્થિક અથવા લશ્કરી સમર્થનને નકારવાના મહત્વ પર ભાર મૂકીએ છીએ, જેનો ઉપયોગ સરહદ પારના હુમલાઓ સહિત આતંકવાદી હુમલાઓને અંજામ આપવા અથવા આયોજન કરવા માટે થઇ શકે છે. અમે મુંબઇમાં થયેલા 26/11 હુમલા અને પુલાવામા ખાતે થયેલા આતંકી હુમલા સહિત તમામ આતંકી હુમલાઓની અમારી ટીકાનો પુનરોચ્ચાર કરીએ છીએ. અમે UNSC ઠરાવ 2593 (2021) ની પણ ફરીથી પુષ્ટિ કરીએ છીએ, જેમાં એવી માંગ કરવામાં આવી છે કે, અફઘાન પ્રદેશનો ઉપયોગ ફરી ક્યારેય કોઇપણ દેશને ધમકી આપવા માટે અથવા હુમલો કરવા માટે અથવા આતંકવાદીઓને આશ્રય આપવા માટે અથવા તેમને તાલીમ આપવા અથવા આતંકવાદી હુમલાઓની યોજના ઘડવા અથવા નાણાં આપવા માટે કરવો જોઇએ નહીં. અમે FATF ભલામણો સાથે અનુરૂપ, તમામ દેશો દ્વારા નાણાં ઉચાપત વિરોધી અને આતંકવાદને આપવામાં આવતા ધીરાણનો સામનો કરવા માટે નિર્ધારિત કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ધોરણોને જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂકીએ છીએ. અમે વૈશ્વિક આતંકવાદ સામેની અમારી લડતમાં, અમે UNSC ઠરાવ 1267(1999) અનુસાર નિયુક્ત કરવામાં આવેલી વ્યક્તિઓ અને સંસ્થાઓ સહિત તમામ આતંકવાદી જૂથો સામે નક્કર પગલાં લઈશું તેવો પુનરોચ્ચાર કરીએ છીએ.

કોવિડ-19 અને વૈશ્વિક આરોગ્ય સુરક્ષા

બે વર્ષ કરતાં વધારે સમયથી, દુનિયા કોવિડ-19 ની વિનાશક અસરો સામે ઝઝૂમી રહી છે – આપણા સમુદાયો, નાગરિકો, આરોગ્ય કર્મચારીઓ અને પ્રણાલીઓ તેમજ અર્થતંત્રો પર તેની વિનાશક અસર પડી રહી છે. ક્વાડ દેશોએ કોવિડ-19 સામે પ્રતિસાદ માટે વૈશ્વિક પ્રયાસોનું નેતૃત્વ કર્યું છે અને બહેતર આરોગ્ય સુરક્ષાનું નિર્માણ કરવા અને આરોગ્ય પ્રણાલીને વધારે મજબૂત કરવાના હેતુથી આ પ્રયાસો તેઓ ચાલુ જ રાખશે. અમે નવા વેરિએન્ટ્સ માટે પૂર્વતૈયારી કરવા અને સૌથી વધુ જોખમ ધરાવતા લોકો માટે રસી, પરીક્ષણો, સારવાર અને અન્ય તબીબી ઉત્પાદનો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાઇરસ સામે આગળ વધવા માટે અમારા સામૂહિક અભિગમોને અનુકૂલિત કરવા કટિબદ્ધ છીએ.

આજદિન સુધીમાં, ક્વાડ ભાગીદારોએ COVAX AMC માટે સામૂહિક રીતે આશરે USD $ 5.2 બિલિયનનું ભંડોળ પૂરું પાડવાનું વચન આપ્યું છે, જેમાં કુલ યોગદાનમાંથી આશરે 40 ટકા યોગદાન સરકારી દાતાઓનું છે. અમે ઇન્ડો-પેસિફિકમાં ઓછામાં ઓછા 265 મિલિયન ડોઝ સહિત 670 મિલિયન કરતાં વધુ ડોઝ પહોંચાડવામાં આવ્યા બદલ ગૌરવ અનુભવીએ છીએ છે. કોવિડ-19 રસીઓના વૈશ્વિક પુરવઠામાં નોંધપાત્ર વિસ્તરણની નોંધ લેતા, અમે સલામત, અસરકારક, પરવડે તેવી અને ગુણવત્તા મામલે ખાતરીપૂર્ણ કોવિડ-19 રસીઓ જ્યાં અને ક્યારે જરૂર હશે ત્યાં શેર કરવાનું ચાલુ રાખીશું.

અમે ક્વાડ રસી ભાગીદારી હેઠળ ભારતમાં બાયોલોજિકલ ઇ સુવિધા ખાતે જે એન્ડ જે રસીનું ઉત્પાદન વધારવા માટે ક્ષમતામાં વિસ્તરણ કરવામાં આવ્યું તેને આવકારીએ છીએ – આ એક ટકાઉક્ષમ વિનિર્માણ સુવિધા છે જેના કારણે કોવિડ -19 સામેની લડતમાં અને ભવિષ્યની મહામારી લાંબાગાળાના લાભો પ્રાપ્ત થશે. આ સંદર્ભમાં, અમે ભારતમાં ઉપરોક્ત રસીઓ અંગે WHO ની EUL મંજૂરીઓની રાહ જોઇ રહ્યા છીએ. અમે અમારા સહયોગની મૂર્ત સિદ્ધિના ઉદાહરણ તરીકે, ક્વાડ સભ્યોના અન્ય રસી સંબંધિત સમર્થન સાથે, WHO દ્વારા માન્ય મેડ ઇન ઇન્ડિયા રસીઓના કમ્બોડિયા અને થાઇલેન્ડને ક્વાડ દ્વારા દાનની ઉજવણી કરીએ છીએ.

અમે કોવિડ-19 પ્રતિભાવ અને ભવિષ્યમાં આવનારા આરોગ્ય સંબંધિત જોખમો સામેની પૂર્વતૈયારીઓ સતત ચાલુ રાખીશું. અમે છેવાડાના માણસને સહકાર આપવા સાથે રસી આપવાની કામગીરીમાં વધારે વેગ લાવીશું જેમાં અમારા ચાર દેશો દ્વારા વૈશ્વિક સ્તરે 115 થી વધુ દેશોમાં 2 બિલિયન USD આપવામાં આવ્યા છે અને આ અઠવાડિયે વિશ્વ આરોગ્ય સભા ખાતે ક્વોડ-આયોજિત ઇવેન્ટ દ્વારા રસી અંગે લોકોમાં રહેલા ખચકાટને દૂર કરીશું. અમે "કોવિડ-19 ઉન્નત જોડાણ માટે પ્રાથમિકતાપૂર્ણ વૈશ્વિક કામગીરી યોજના (GAP)" અને કોવેક્સ રસીની ડિલિવરી માટેની ભાગીદારી સહિત અમારા પ્રયાસોનું સંકલન કરીશું. અમે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સહ-આયોજિત 2જી વૈશ્વિક કોવિડ-19 શિખર મંત્રણાનું સ્વાગત કરીએ છીએ અને ક્વાડ સભ્યો દ્વારા જોડાયા છીએ, જેણે નાણાકીય અને નીતિ પ્રતિબદ્ધતાઓમાં $3.2 બિલિયન ભેગા કર્યા છે. અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આર્થિક અને સામાજિક પુનરુત્કર્ષ માટે સમર્થન વધારે  મજબૂત કરીશું.

લાંબાગાળામાં, અમે વધુ સારી આરોગ્ય સુરક્ષાનું નિર્માણ કરવા માટે વૈશ્વિક આરોગ્ય માળખા અને મહામારીના નિવારણ, પૂર્વતૈયારીઓ અને પ્રતિભાવ (PPR) ને વધારે મજબૂત કરીશું, જેમાં નાણાકીય અને આરોગ્ય સંકલન વધારીને તેમજ તબીબી પરીક્ષણ અને જીનોમિક સર્વેલન્સ દ્વારા આપવામાં આવતા સહકાર સહિત હાલમાં ચાલી રહેલા વિજ્ઞાન અને ટેકનોલોજી સહકારને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. હાલના ક્વાડ સહયોગના આધારે, અમે મહામારીની સંભાવના હોય તેવા નવા અને ઉભરતા પેથોજેન્સ (રોગ ફેલાવતા જીવાણુઓ)ની વહેલી શોધ અને દેખરેખમાં સુધારો કરવાની અમારી ક્ષમતામાં વધારો કરીશું અને મહામારી અને રોગચાળા સામે સ્થિતિસ્થાપકતા વધારવા માટે કામ કરીશું. ચેપી રોગોને રોકવા માટે અને અને તેના પર નિયંત્રણ લાવવા માટે નવી રસીઓ વિકસાવવાના ઉદ્દેશથી, ક્વાડ ભાગીદારોએ CEPIના કાર્યના આગલા તબક્કા માટે સામૂહિક રીતે $524 મિલિયનની કટિબદ્ધતા આપી છે, જે કુલ જાહેર રોકાણકારોના લગભગ 50 ટકા હિસ્સો ધરાવે છે.

અમે, UHC જૂથના મિત્રોના સભ્યો તરીકે, 2023 માં યોજાનારી UHC પર UN ઉચ્ચ સ્તરીય બેઠકની આગેવાનીમાં PPR વધારવા અને UHC ને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા અને તેમાં સુધારો લાવવા માટે, વૈશ્વિક નેતૃત્વ લેવા કટિબદ્ધ છીએ.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર
અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સહકારને વધુ ઘનિષ્ઠ બનાવવા માટે અમારી સહિયારી કટિબદ્ધતાનની ફરીથી પુષ્ટિ કરી છે, જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સમૃદ્ધિને આગળ ધપાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે દેવા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે પણ અમારી સહિયારી કટિબદ્ધતા ધરાવીએ છીએ, જે ઘણા દેશોમાં મહામારીના કારણે વધુ વકરી છે.

ક્વાડ ભાગીદારો આ પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરીને ઉત્પ્રેરિત કરવા માટે દાયકાઓના કૌશલ્ય અને અનુભવને એકજૂથ કરે છે. અમે જાહેર અને ખાનગી રોકાણ વચ્ચેના અંતરાયને દૂર કરવા માટે ભાગીદારો અને પ્રદેશ સાથે મળીને કામ કરવા માટે કટિબદ્ધ છીએ. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, આવનારા પાંચ વર્ષમાં ક્વાડ ઇન્ડો-પેસિફિકમાં 50 બિલિયન USD કરતાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહાય અને રોકાણના વિસ્તરણનું લક્ષ્ય રાખે છે.

અમે "ક્વાડ ડેબ્ટ મેનેજમેન્ટ રિસોર્સ પોર્ટલ," કે જેમાં બહુવિધ દ્વિપક્ષીય અને બહુપક્ષીય ક્ષમતા નિર્માણ સહાયનો સમાવેશ થાય છે તેના દ્વારા સહકાર આપવા સહિત સંબંધિત દેશોના નાણાં સત્તામંડળો ઘનિષ્ઠ સહયોગ સાથે દેવાની ટકાઉક્ષમતા અને પારદર્શકતાને પ્રોત્સાહન આપીને G20 સામાન્ય માળખા અંતર્ગત દેવાની સમસ્યાઓનો સામનો કરવા માટે જરૂરિયાતમાં હોય તેવા દેશોની ક્ષમતાઓને વધારે મજબૂત કરવાની કામગીરી કરીશું.

અમે ક્વાડ નેતાઓની બેઠકની સાથે સાથે મળેલી ચાર દેશોની વિકાસ નાણાકીય સંસ્થાઓ અને એજન્સીઓની બેઠકનું પણ સ્વાગત કરીએ છીએ. અમે ઇન્ડો-પેસિફિકને વધુ સારી રીતે જોડવા માટે અમારી ટૂલકીટ અને કૌશલ્યને જોડવા માટે નિષ્ણાતો, અમારા પ્રદેશ અને એકબીજા સાથે પણ નજીકથી કામ કરી રહ્યા છીએ.

અમે પ્રાદેશિક અને ડિજિટલ કનેક્ટિવિટી, સ્વચ્છ ઉર્જા અને ઇન્ડો-પેસિફિક અંગે ASEAN ના દૃષ્ટિકોણ સહિત આ પ્રદેશની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરતી હોય તેવી ઉર્જા સંબંધિત સુવિધાઓમાં આપદા પ્રતિરોધકતા સહિત આબોહવા પ્રતિરોકતા જેવા ઓળખી કાઢવામાં આવેલા ક્ષેત્રોમાં સહયોગને વધારે ઘનિષ્ઠ બનાવીશું અને પૂરક ક્રિયાઓ કરીશું જેથી આ પ્રદેશમાં દીર્ઘકાલિન અને સહિયારી વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકાય.

આબોહવા

તાજેતરના IPCC અહેવાલોમાં ભારપૂર્વક દર્શાવ્યા મુજબ આબોહવા પરિવર્તનની સમસ્યાનો ઉકેલ લાવવાની તાકીદની જરૂરિયાતને ઓળખીને, અમે પેરિસ કરારનો અડગપણે અમલ કરીશું અને COP26ના પરિણામો પહોંચાડીશું, જેમાં ઇન્ડો-પેસિફિકના મુખ્ય હિતધારકો સુધી પહોંચીને, ખાનગી અને જાહેર ક્ષેત્ર એમ બંનેમાં આબોહવા ભંડોળને ગતિશીલ કરીને આ પ્રદેશમાં ભાગીદારો દ્વારા આબોહવા સંબંધિત ક્રિયાઓને સહકાર આપીને, તેનું મજબૂતીકરણ કરીને અને તેમાં વધારો કરીને વૈશ્વિક મહત્વાકાંક્ષા વધારવા માટેના અમારા પ્રયાસોને વેગવાન બનાવીને અને આવિષ્કારી ટેકનોલોજીને નિયુક્તિ કરીને સહકાર આપવાનું સામેલ છે.

આજે, અમે “ક્વાડ આબોહવા પરિવર્તન અનુકૂલન અને શમન પેકેજ (Q-CHAMP)” શરૂ કર્યું છે જે તેની બે થીમ “શમન” અને “અનુકૂલન” પર આધારિત છે. Q-CHAMP માં ક્વાડ ક્લાઇમેટ કાર્યકારી સમૂહ હેઠળ આ બાબતો ચાલી રહેલી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમ કે: ગ્રીન શિપિંગ અને દરેક ક્વાડ દેશના ઇનપુટ પર સહિયારા ગ્રીન કોરિડોર ફ્રેમવર્ક બિલ્ડિંગ માટે લક્ષ્ય રાખતા બંદરો; કુદરતી ગેસ ક્ષેત્રમાંથી સ્વચ્છ હાઇડ્રોજન અને મિથેન ઉત્સર્જનમાં સ્વચ્છ ઊર્જા સહકાર; સિડની ઉર્જા ફોરમના યોગદાનને આવકારીને સ્વચ્છ ઉર્જા પુરવઠાની શ્રૃંખલાઓનું મજબૂતીકરણ; પેસિફિક ટાપુ દેશો સાથે જોડાણ વ્યૂહરચના વિકસાવવા માટે આબોહવા માહિતી સેવાઓ; અને આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંગઠન (CDRI) દ્વારા પ્રયાસો જેવા આપત્તિ તેમજ આબોહવા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત આપત્તિના જોખમમાં ઘટાડો. તેના કવરેજમાં સ્વચ્છ ઇંધણ એમોનિયા, CCUS/કાર્બન રિસાયક્લિંગ, પેરિસ કરારની કલમ 6 હેઠળ ઉચ્ચ અખંડિતતા કાર્બન બજારોને આગળ વધારવા માટે સહકાર અને ક્ષમતા નિર્માણ સહાય, આબોહવા- સ્માર્ટ કૃષિ, સબનેશનલ ક્લાઇમેટ ક્રિયાઓ પર જ્ઞાનની વહેંચણી અને ઇકોસિસ્ટમ આધારિત અનુકૂલન બાબતે નવા સહકારનો સમાવેશ થાય છે. Q-CHAMP ને સાકાર બનાવવા માટે, અમે અમારા ચાર દેશો વચ્ચે તેમજ ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં આબોહવાની ક્રિયાઓના સમર્થનમાં અમારા કાર્યક્રમોનું વિસ્તરણ કરવા માટે કટિબદ્ધ છીએ. અમે પેસિફિકના ટાપુ દેશો માટે આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા વિશાળ પડકારોને ઓળખીએ છીએ.

અમે 2050 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કાયદો પસાર કરીને અને એક નવું, મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન દાખલ કરવા સહિત, આબોહવા પરિવર્તન પર મજબૂત પગલાં લેવા બદલ ઑસ્ટ્રેલિયાની સરકારની કટિબદ્ધતાને આવકારીએ છીએ.

સાઇબર સુરક્ષા

સતત વિકસી રહેલા ડિજિટલ વિશ્વમાં અત્યાધુનિક સાઇબર જોખમો સાથે અમે સાઇબર સુરક્ષા મજબૂત બનાવવા માટે સામૂહિક અભિગમ હાથ ધરવાની તાત્કાલિક જરૂરિયાત સ્વીકારીએ છીએ. મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસેફિગના ક્વાડ નેતાઓના વિચારોને સાકાર કરવા માટે, અમે જોખમરૂપ માહિતીના આદાન-પ્રદાન, ડિજિટલ રીતે સક્ષમ પ્રોડક્ટ્સ અને સેવાઓ માટે પુરવઠા શ્રૃંખલામાં રહેલા સંભવિત જોખમોની ઓળખ કરવા અને તેનું મૂલ્યાંકન કરવા અને સરકારી ખરીદી માટે આધારભૂત સૉફ્ટવેર સુરક્ષા માપદંડોને એકિકૃત કરવા, વ્યાપક સૉફ્ટવેર વિકાસ વ્યવસ્થાતંત્રમાં સુધારો કરવા માટે અમારી સામૂહિક ખરીદ શક્તિને ઇષ્ટતમ કરીશું, જેથી તમામ વપરાશકર્તાઓને લાભ પ્રાપ્ત થઇ શકે. ક્વાડ ભાગીદારો ક્વાડ સાઇબર સુરક્ષા ભાગીદારી હેઠળ ઇન્ડો-પેસેફિક પ્રદેશમાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું સંકલન કરશે અને સાઇબર જોખમોથી પોતાને વધારે સારી સુરક્ષા પૂરી પાડવા માટે અમારા તમામ રાષ્ટ્રો, ઇન્ડો-પેસેફિક પ્રદેશ સહિત અનેક દેશોમાં વ્યક્તિગત ઇન્ટરનેટ વપરાશકર્તાઓને મદદરૂપ થવા માટે સૌ પ્રથમ ક્વાડ સાઇબર સુરક્ષા દિવસનો પ્રારંભ કરશે.

જટિલ અને ઉભરતી ટેકનોલોજીઓ

ક્વાડ પ્રદેશમાં સમૃદ્ધિ અને સુરક્ષામાં વધારો કરવા માટે જટિલ અને ઉભરતી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 5Gનું ક્ષેત્ર અને 5G ઉપરાંત, ટેલિકમ્યુનિકેશન્સ સપ્લાયર ડાઇવર્સિટી ઉપર પ્રેગ્વે પ્રસ્તાવોનું સ્વાગત કરતી વખતે અમે 5G સપ્લાયર ડાઇવર્સિફિકેશન અને મુક્ત RAN ઉપર નવા સહકારના નિવેદન ઉપર હસ્તાક્ષર દ્વારા આંતરકાર્યક્ષમતા અને સુરક્ષાની કામગીરી આગળ વધારીશું. અમે મુક્ત RAN ટ્રેક 1.5 પ્રસંગો સહિત, ઉદ્યોગ સાથે અમારું જોડાણ પણ વધારે ગાઢ બનાવી રહ્યાં છે અને પ્રદેશમાં મુક્ત અને સુરક્ષિત ટેલિકમ્યુનિકેશન ટેકનોલોજી લાગુ કરવા માટે સહકારના માર્ગો તપાસી રહ્યાં છે.

અમે વૈશ્વિક સેમી-કન્ડક્ટર પુરવઠા શ્રૃંખલામાં ક્વાડની ક્ષમતા અને તેની સામે રહેલા જોખમો રેખાંકિત કર્યા છે અને સેમી-કન્ડક્ટર માટે વૈવિધ્યપૂર્ણ અને સ્પર્ધાત્મક બજાર પ્રાપ્ત કરવા માટે અમારી પૂરક ક્ષમતાઓનો વધારે સારી રીતે ઇષ્ટતમ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. જટિલ ટેકનોલોજી પુરવઠા શ્રૃંખલા ઉપર સિદ્ધાંતોનું સામાન્ય નિવેદન આ શિખર મંત્રણાના પ્રસંગે રજૂ કરવામાં આવે છે, જે સેમી-કન્ડક્ટર અને અન્ય જટિલ ટેકનોલોજીઓ ઉપર અમારો સહયોગ આગળ વધારશે. આ સહયોગ પ્રદેશમાં વિવિધ જોખમોની સામે અમારી સ્થાપિત ક્ષમતા વધારવા માટે સહકારાત્મક આધાર પૂરો પાડે છે. ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન બ્યુરો ઓફ ધ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન જેવી આંતરરાષ્ટ્રીય માનક સંસ્થાઓમાં અમારા સહકારે વ્યાપક પ્રગતિ સાધી છે, અને અમે નવા આંતરરાષ્ટ્રીય માનક સહકાર નેટવર્ક (ISCN) મારફતે આવા સહકારને મજબૂત કરવાની અપેક્ષા રાખીએ છીએ. આ સહકાર પ્રદેશમાં ટેકનોલોજી વિકાસને સુનિશ્ચિત કરશે જે અમારા સહિયારા લોકતાંત્રિક મૂલ્યોમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરશે. અમે અમારા મેપિંગ અને તેને સુસંગત ટ્રેક 1.5 ઉપર તથા ક્વૉન્ટમ ટેકનોલોજી ઉપર ભવિષ્યનું ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે બાયોટેકનોલોજીમાં અમારી ચર્ચાઓ વધારે વ્યાપક બનાવીને અમારા ક્ષિતિજ નિરીક્ષણ સહકારને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે. અમે જટિલ અને ઉભરતી ટેકનોલોજી માટે મૂડી વિસ્તરણ માટે ઉદ્યોગ ભાગીદારો સાથે નેટવર્કિંગ માટે વેપાર અને રોકાણ મંચને આકાર આપીશું.

ક્વાડ શિષ્યવૃત્તિ

અમે સ્વીકારીએ છીએ કે લોકો થી લોકો વચ્ચેનું ગઠબંધન ક્વોડની કરોડરજ્જૂ છે અને ક્વાડ શિષ્યવૃત્તિની સત્તાવાર શરૂઆતનું સ્વાગત કરીએ છીએ, જે હવે અરજી માટે ખુલ્લી છે. ક્વાડ શિષ્યવૃત્તિ STEM ક્ષેત્રોમાં સ્નાતક ડિગ્રીઓ હાથ ધરવા માટે દર વર્ષે અમેરિકામાં અમારા દેશોમાંથી 100 વિદ્યાર્થીઓ લાવશે અને Schmidt ફ્યુચર્સ દ્વારા સંચાલિત થશે. ક્વાડ વિદ્યાર્થીઓનો પ્રથમ વર્ગ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં તેમનો અભ્યાસ શરૂ કરશે અને અમે સાથે મળીને આગામી-પેઢીના STEM માઇન્ડ્સના કૌશલ્યબદ્ધ સમૂહના નિર્માણની આશા રાખી રહ્યાં છીએ.

અવકાશ

અવકાશ-સંબંધિત એપ્લિકેશન અને ટેકનોલોજી પણ આબોહવા પરિવર્તન, આપતિ તૈયારીઓ અને પ્રતિક્રિયા અને સાગર અને સમુદ્રી સંશાધનોના ટકાઉ ઉપયોગ જેવા સામાન્ય પડકારો દૂર કરવામાં પોતાનું યોગદાન આપી શકે છે. દરેક ક્વાડ ભાગીદારો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ડેટા અને એપ્લિકેશનની જાહેર ઉપલબ્ધી સુધારવા પ્રયત્નો કરશે. અમે અર્થ ઓબ્ઝર્વેશન-આધારિત નિરીક્ષણ અને ટકાઉ વિકાસ માળખાનું સર્જન કરવા સાથ મળીને કામ કરીશું. અમે “ક્વાડ સેટેલાઇટ ડેટા પોર્ટલ” પૂરું પાડવાની સાથે અવકાશ-આધારિત નાગરિક અર્થ ઓબ્ઝર્વેશન ડેટાના આદાન-પ્રદાનનો પ્રયાસ કરીશું જે ભેગા મળીને અમારા સંબંધિત રાષ્ટ્રીય સેટેલાઇટ ડેટા સંશાધનોનું જોડાણ કરે છે. અમે અર્થ ઓબ્ઝર્વેશન ક્ષેત્ર સહિત અવકાશ એપ્લિકેશન વિકસાવવા સાથે મળીને કામ કરીશું અને અત્યંત વરસાદની ઘટનાઓનો સામનો કરવા અવકાશ ક્ષમતાઓનો ઉપયોગ કરીને ભાગીદારી કરવા સહિત પ્રદેશમાં દેશોની ક્ષમતા નિર્માણ સહાયતા પૂરી પાડીશું. અમે અવકાશના ટકાઉ ઉપયોગ માટે નિયમો, જોગવાઇઓ, માર્ગદર્શિકાઓ અને સિદ્ધાંતો ઉપર પણ પરામર્શ કરીશું અને બાહ્ય અવકાશ ગતિવિધીઓના લાંબા-ગાળાની ટકાઉ ક્ષમતા માટે બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ (COPUOS) અંગે UN સમિતિના સંબંધમાં કામગીરી સહિત સંયુક્ત વર્કશોપ મારફતે પ્રદેશમાં દેશોને સહાયતા પૂરી પાડીશું.

સમુદ્રી ક્ષેત્રીય જાગૃતિ અને HADR

અમે નવી સમુદ્રી ક્ષેત્રીય જાગૃતિ પહેલનું સ્વાગત કરીએ છીએ. ઇન્ડો-પેસેફિક સમુદ્રી ક્ષેત્રીય જાગૃતિ માટે ભાગીદારી (IPMDA) માનવીય અને કુદરતી આપતિઓ અને ગેરકાયદેસર માછીમારીનો સામનો કરવા માટે ક્ષેત્રીય ભાગીદારો સાથે કામગીરી કરવા રચવામાં આવ્યું છે. IPMDA આપણા દરિયા અને સમુદ્રોમાં ટકાઉપણુ અને સમૃદ્ધિ પ્રોત્સાહિત કરવા સહિયારી સમુદ્રી ક્ષેત્રીય જાગૃતિ વધારવા સહાયતા માટે ટેકનોલોજી અને તાલીમ પૂરી પાડીને હિન્દ મહાસાગર, દક્ષિણ-પૂર્વ એશિયા અને પેસિફિક ટાપુઓમાં ઇન્ડો-પેસિફિક રાષ્ટ્રો અને પ્રાદેશિક માહિતી વિતરણ કેન્દ્રોને સહાયતા કરશે અને તેમના પરામર્શમાં કામગીરી હાથ ધરશે.

IPMDA ક્વાડનો હાર્દરૂપ ઇરાદો દર્શાવે છેઃ મજબૂત પરિણામો પ્રત્યે અમારા સંયુક્ત પ્રયત્નોનો પ્રેરિત કરવા જે પ્રદેશને વધારે સ્થિર અને સમૃદ્ધ બનાવવા મદદ કરે છે.

3 માર્ચ, 2022ના રોજ અમારી વર્ચ્યુઅલ બેઠક બાદ અમારી કટિબદ્ધતા પૂરી પાડતાં આજે અમે “ઇન્ડો-પેસિફિકમાં માનવીય સહાયતા અને આપતિ રાહત (HADR) ઉપર ક્વાડ ભાગીદારી” સ્થાપવાની જાહેરાત કરીએ છી. આ ભાગીદારી પ્રદેશમાં આપતિઓનો અસરકારક રીતે સામનો કરવા માટે અમારા સહયોગને વધારે મજબૂત બનાવશે.

સમાપન

આજે, ઇન્ડો-પેસિફિકના મુક્ત અને ખુલ્લા સહિયારા વિચાર સાથે, અમે ફરી એક વખત મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતોના મહત્ત્વ ઉપર ભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રદેશમાં અનુભવી શકાય તેવા પરિણામો પૂરા પાડવા અથાક કામગીરી કરવા કટિબદ્ધ છીએ. આમ કરવામાં, અમે નેતાઓ અને વિદેશ મંત્રીઓ દ્વારા નિયમિત બેઠકો સહિત ક્વાડ પ્રવૃતિઓ નિયમિત હાથ ધરીશું. અમે ઓસ્ટ્રેલિયાના યજમાનપદે 2023માં અમારી આગામી વ્યક્તિગત પરિષદ યોજવા સંમત થઇએ છીએ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Waqf Law Has No Place In The Constitution, Says PM Modi

Media Coverage

Waqf Law Has No Place In The Constitution, Says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.