મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં સુરાજની અનુભૂતિ કરાવતા સુશાસન આપવાનું સામર્થ્ય ભારતીય જનતા પાર્ટીમાં છે એવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો છે અને જણાવ્યું છે કે દેશનું વર્તમાન નેતૃત્વ દિશાહિન છે તેવા વાતાવરણમાં-રિએકટીવ ગવર્નન્સની નહીં પરંતુ પ્રો-પિપલ પ્રોએકટીવ ગુડવર્નન્સની (p2 G2) દિશા જ દેશની જનતાની સમસ્યાઓનું સમાધાન કરી શકશે અને આશા-અરમાનો મૂર્તિમંત કરી શકશે.

મુંબઇમાં આજથી બે દિવસ માટે શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આયોજિત સુશાસન માટેની રાષ્ટ્રીય પરિષદ-સુરાજ સંકલ્પમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને સુશાસન વિષયક હાર્દરૂપ પ્રવચન આપવાનું નિમંત્રણ મળ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે જ્યાં જ્યાં શાસનનો અવસર મળ્યો ત્યાં જનહિત માટે અને જનસમસ્યાના નિરાકરણ માટે ખૂબ જ સારા પરિણામો હાંસલ થયા છે. ભાજપા શાસિત રાજ્યોના સુશાસનની સાફલ્ય સિધ્ધિઓનું મૂલ્યાંકન યુનિવર્સિટીઓના સંશોધનો દ્વારા જનતા સમક્ષ મૂકવાનું સૂચન તેમણે કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારતના વિવિધ ભાજપા શાસનની શ્રેષ્ઠ સિધ્ધિઓ જોતાં તેને વૈશ્વિક સ્વીકૃતિ મળે તેવા પ્રયાસો જરૂરી છે. હિન્દુસ્તાનની ર૧મી સદીના નિર્માણનું નેતૃત્વ કરવામાં ભાજપા સક્ષમ છે એની વિશ્વમાં સ્વીકૃતિ ઉભી કરવાનું સામર્થ્ય બતાવવા તેમણે આગ્રહપૂર્વક હિમાયત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સામ્પ્રત સ્થિતિની દેશની સમસ્યાઓ અને વિકાસની દિશા માટે હાલનું નેતૃત્વ નિરાશા જન્માવી રહ્યું છે અને માત્ર કોઇ ધટના બને ત્યારે તેનો પ્રતિસાદ આપવા સિવાય સુશાસનની દેશની જનતાને કોઇ જ અનુભૂતિ થતી નથી તેમ જણાવી પ્રોરિએકટીવ ગવર્નન્સની દેશની વર્તમાન શાસનશૈલીમાં ગુણાત્મક પરિવર્તનની અનિવાર્યતા ઉપર ભાર મૂકયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ડેમોક્રેટીક ગવર્નન્સ (લોકતાંત્રિક સુશાસન) અને પોલિટીકલ વીલ ગવર્નન્સની (રાજકીય ઇચ્છાશકિત)ના સુશાસનની ભૂમિકા સમજાવતા જણાવ્યું કે પાંચ વર્ષે મત આપીને પ્રજા, સરકાર રચાય પછી પ્રશાસન ચલાવવાનો કોન્ટ્રાકટ આપી દે અને માત્ર દ્રષ્ટા બનીને નિષ્ક્રીય રહે તે ઇચ્છનીય નથી. ગુજરાતે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપનું મોડેલ ઉભૂં કરી જનભાગીદારીને સરકારના કાર્યક્રમો સાથે જોડીને અદ્દભૂત પરિણામો મેળવ્યા છે. આનાથી જનવિશ્વાસનું વ્યાપક વાતાવરણ સર્જાયું છે અને જનહિતના નિર્ણયો તથા અભિયાનોને અભૂતપૂર્વ જનસમર્થન તથા જનસહયોગ મળતા રહ્યા છે એવા અનેક દ્રષ્ટાંતો તેમણે આપ્યા હતા.

પિપલ પ્રોએકટીવ ગુડ ગવર્નન્સ એટલે જનતાની વચ્ચે સરકાર કાર્યરત રહે તે અને ગુજરાતમાં આ મોડેલ વિકસીત થયું છે તેની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે “પારદર્શિતા” અને “ખૂલ્લાપણા”ના સિધ્ધાંતોથી અનેક પ્રકારના લોકહિતના નિર્ણયો સુયોગ્ય તથા પરિણામલક્ષી બની શકયા છે. લોકરંજક આર્થિક નીતિઓ નહીં પરંતુ, વિકાસની ગતિ તેજ રાખવાની લોકહિતની નીતિઓને જનતાએ જ સમર્થન આપ્યું છે એમ તેમણે જણાવ્યું હતું. પારદર્શી વહીવટમાં ગેરરીતિઓને સૌથી ઓછો અવકાશ રહે છે. સરકાર કોઇ ભેદભાવ નહીં પણ જનહિત અને વિકાસને વરેલી છે તેની જનતાને પ્રતીતિ થાય તો તેનો સહયોગ મળી જ જાય છે અને ગુજરાતમાં સૌથી લાંબા પ્રશાસનનો અવસર ભાજપાને જનતાએ આપ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

લોકરંજક કામો જેવા શોર્ટકટ ઉપાયોને બદલે જનસેવા-સુવિધા અને સુખાકારીમાં વાસ્તવિક ગુણાત્મક પરિવર્તન લાવી શકાય છે અને આ હેતુસર પોલિટીકલ વીલનું ઇન્ટરવેન્શન-રાજકીય ઇચ્છાશકિતની દરમિયાનગીરીનો પ્રભાવ જરૂરી છે એમ તેમણે જણાવ્યું હતું.

આ સંદર્ભમાં દેશની વર્તમાન સમસ્યાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે રાજનૈતિક નેતૃત્વને બદનામ કરવાનું, ન્યાયપાલિકા અને બંધારણીય સંસ્થાઓને નબળી પાડવાનું, સરકારોના શ્રેષ્ઠ જનહિતના કામોને ઉપેક્ષિત રાખવાનું સ્થાપિત હિતોનું સક્રિય કર્તવ્ય જોતાં “ગુડગવર્નન્સ” એ બિનરાજનૈતિક વ્યવસ્થા હોઇ શકે નહીં “રાજકીય હસ્તક્ષેપ” નહીં, પરંતુ રાજકીય ઇચ્છાશકિત સાથેનું રાજકીય દરમિયાન-પ્રભાવનું પ્રોએકટીવ ગુડગવર્નન્સ જ કારગત બનશે.

મુખ્યમંત્રીશ્રીએ બાળકોના ચાચા નહેરૂના બાલ દિવસથી બાળપેઢીનું ભવિષ્ય સુધર્યું નથી પરંતુ સરદાર વલ્લભભાઇ પટેલની દેશની એકતા માટેની સંકલ્પબધ્ધ કાર્યયોજના (એકશન) અને લાલબહાદૂર શાસ્ત્રીજીના જયજવાન જયકિસાનના રાજકીય સંકલ્પથી “હરિયાળી અન્નક્રાંતિ” અને “શ્વેતક્રાંતિ”ના સપના સાકાર થયા હતા તેના દ્રષ્ટાંતો આપી જણાવ્યું કે સુશાસનની અનુભૂતિ “ભાષણ”થી નહીં પરંતુ “એકશન”થી જ થઇ શકશે.

ભારતીય જનતા પાર્ટીને શાસનનો જ્યાં અવસર મળેલો છે ત્યાં સમસ્યા અને મર્યાદા કે વિરોધના કોઇ રોદણા રડવાના નથી પરંતુ જે કાંઇ શ્રેષ્ઠ થયું છે અને કરી રહ્યા છીએ તે દેશહિતનું છે એ વાસ્તવિકતાની અનુભૂતિ કરાવીએ એમ તેમણે જણાવ્યું હતું.

ભાજપાની ગુજરાત સરકારે સૌથી લાંબા સમયના સુશાનમાં જનતાનો વિશ્વાસ સંપાદિત કર્યો અને ભવિષ્યના વિકાસ માટેનો આત્મવિશ્વાસ જગાવ્યો છે. ગુડગવર્નન્સ માટેના ટીમ સ્પિરીટ, ટ્રાન્સપરન્સી, પોલીસી વીથ હયુમન ટચ સાથે સામાન્ય માનવીની જીવન સુધારણાના અનેક કાર્યક્રમોનો આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ અને એવોર્ડ ગુજરાતે મેળવ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.

“પ્રો-પિપલ પ્રોએકટીવ ગુડ ગવર્નન્સ”ના મોડેલ સાથે ગુજરાતે વિકાસના જનઆંદોલનથી અભૂતપૂર્વ સફળતા મેળવી છે અને આજ મોડેલ જનતામાં આત્મવિશ્વાસ જગાવી રહ્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

સુરાજ સંકલ્પની આ પરિષદનું ઉદ્દધાટન ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન ગડકરીએ કર્યું હતું. ભાજપા શાસિત આઠ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, આમંત્રિત મંત્રીશ્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi