પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની માતાના જીવનને એક ભવ્ય સદી ગણાવી હતી જેને આજે ભગવાનના ચરણોમાં શાંતિ મળી છે.
શ્રીમતી હીરાબેનનું આજે અવસાન થતાં, પ્રધાનમંત્રી યાદ કર્યું કે, મામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિ સ્વરૂપ અનુભવ્યું છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.
પ્રધાનમંત્રીએ તેમની સલાહ પણ યાદ કરી જે તેમણે તેમના 100મા જન્મદિવસે આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કામ ડહાપણથી કરવું જોઈએ અને જીવન શુદ્ધતા સાથે જીવવું જોઈએ.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે... મામાં મેં હંમેશા ત્રિમૂર્તિ સ્વરૂપ અનુભવ્યું છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.
જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહી છે કે બુદ્ધિથી કામ કરો, શુદ્ધતાથી જીવન જીવો, એટલે કે બુદ્ધિથી કામ કરો અને પવિત્રતાથી જીવન જીવો.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022