ચીફ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ.નરવાને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
તેઓએ કોવિડ મેનેજમેંટમાં મદદ કરવા આર્મી દ્વારા લેવામાં આવતી વિવિધ પહેલની ચર્ચા કરી.
ચીફ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ.નરવાનેએ પ્રધાનમંત્રીને માહિતી આપી કે, આર્મીના મેડિકલ સ્ટાફને વિવિધ રાજ્ય સરકારોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેમણે પ્રધાનમંત્રીને પણ માહિતગાર કર્યા કે આર્મી દેશના વિવિધ ભાગોમાં હંગામી હોસ્પિટલો સ્થાપિત કરી રહી છે.
જનરલ એમ.એમ.નરવાનેએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી અને કહ્યું કે,સેના જ્યાં પણ સંભવ હોય નાગરિકો માટે હોસ્પિટલ ખોલી રહી છે,તેમણે વધુમાં ઉમેર્યુ કે, નાગરિકો તેમની નજીકની સૈન્ય હોસ્પિટલોમાં પહોંચી શકે છે.
જનરલ એમ.એમ. નરવાનેએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે, આર્મી આયાત કરેલા ઓક્સિજન ટેન્કર અને વાહનો જ્યાં તેઓનું સંચાલન કરવા માટે વિશિષ્ટ કુશળતા જરૂરી છે તે માટે માનવબળમાં પણ મદદ કરી રહી છે.