પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાત કરી.
બંને નેતાઓએ અફઘાનિસ્તાનના હાલના ઘટનાક્રમ સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ સંદર્ભમાં, તેમણે આતંકવાદ, નશીલા પદાર્થો, ગેરકાયદે હથિયારો અને માનવ તસ્કરીના સંભવિત પ્રસાર સાથે સાથે માનવાધિકારો, મહિલાઓ અને લઘુમતીઓના અધિકારોને સુનિશ્ચિત કરવાની આવશ્યકતાઓ વિશે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી.
તેમણે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં વધતા દ્વિપક્ષીય સહયોગ અને આ ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં ભારત-ફ્રાંસ સહભાગિતાની અગત્યની ભૂમિકાની સમીક્ષા કરી.
નેતાઓએ ભારત-ફ્રાંસની વ્યૂહાત્મક ભાગીદારીની ભાવનાથી ઘનિષ્ઠ અને નિયમિત પરામર્શ જારી રાખવા અંગે સહમતિ વ્યક્ત કરી, જેને બંને દેશ ઊંડાણપૂર્વક વ્યક્ત કરતા રહે છે.