પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇ કાલે રશિયામાં યોજાયેલ ચુંટણીમાં વિજયી થવા બદલ રશિયા સંઘનાં રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુતિનને ફોન કરી શુભેકામના પઠવી હતી. શ્રી પુતિનની સફળતા માટે તેમને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, શ્રી પુતિનના નેતૃત્વમાં ભારત અને રશિયા સંઘ વચ્ચે ‘વિશેષ અને વિશેષાધિકૃત વ્યુહાત્મક ભાગીદારી’ હંમેશા સુદ્રઢ બની રહેશે. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતુ કે આ વર્ષે યોજાનારા વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરવા તેઓ આતુર છે.
રાષ્ટ્રપતિ પુતિને ફોન કોલ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે દરેક ક્ષેત્રે ભારત અને રશિયાના સંબંધો મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને ભારત તથા તેના નાગરિકોની નિરંતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.