પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ન્યુયોર્ક, યુએસએમાં આરોગ્ય ક્ષેત્રના અગ્રણી યુએસ નિષ્ણાતોના જૂથને મળ્યા હતા.
પ્રધાનમંત્રી અને નિષ્ણાતોએ ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ, એકીકૃત દવા પર વધુ ધ્યાન અને આરોગ્યસંભાળની બહેતર તૈયારી સહિત આરોગ્ય ક્ષેત્રને લગતી વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી.
આ ક્રિયાપ્રતિક્રિયામાં ભાગ લેનાર નિષ્ણાતોની વિગતો નીચે મુજબ છે:
• ડૉ. પીટર હોટેઝ, નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિન, ટેક્સાસના સ્થાપક ડીન
• ડૉ. સુનિલ એ. ડેવિડ, ટેક્સાસ સ્થિત ViroVaxના CEO
• ડૉ. સ્ટીફન ક્લાસ્કો, જનરલ કેટાલિસ્ટના સલાહકાર
• ડૉ. લૉટન આર. બર્ન્સ, હેલ્થકેર મેનેજમેન્ટના પ્રોફેસર, વૉર્ટન સ્કૂલ, યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા
• ડૉ. વિવિયન એસ. લી, સ્થાપક પ્રમુખ, વેરીલી લાઈફ સાયન્સ
• ડૉ. પીટર એગ્રે, ચિકિત્સક, નોબેલ પુરસ્કાર વિજેતા અને મોલેક્યુલર બાયોલોજીસ્ટ, જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને જોન્સ હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિન ખાતે.
Had an informative discussion with a group of healthcare experts. They shared their rich perspectives on ways to augment healthcare capacities in India. I told them about the work we have done in integrating latest technology in the sector and our efforts like TB elimination. pic.twitter.com/vvRdyzGkAP
— Narendra Modi (@narendramodi) June 21, 2023