પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જલપાઇગુડીની મુલાકાત લીધી હતી. તેમણે એનએચ-31ડીનાં ફાલાકાટા-સલસલાબારીને ચાર માર્ગીય કરવા માટે શિલારોપણ કર્યું હતું તથા અહિં નવી હાઈકોર્ટ બેન્ચનું ઉદઘાટન કર્યું હતું.
ફાલાકાટા-સલસલાબારીનો 41.7 કિલોમીટરની લંબાઈ ધરાવતો પટ્ટો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે, જેની કલ્પના નેશનલ હાઇવેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (NHDP)નાં બીજા તબક્કામાં કરવામાં આવી હતી તથા આ પૂર્વોત્તર સાથેનાં જોડાણ માટેની આવશ્યક કડી છે. આ પ્રોજેક્ટ બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) મોડમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) પર 2.5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાલસલાબારી અને અલીપુરદુઆરથી સિલિગુડ્ડી વચ્ચેનાં અંતરમાં આશરે 50 કિમીનો ઘટાડો કરશે.
જલપાઇગુડીમાં કોલકાતા હાઈકોર્ટની સર્કિટ બેંચ ઉત્તર બંગાળમાં દાર્જીલિંગ, જલપાઇગુડી, કલીમપોંગ અને કૂચબિહારનાં લોકોને ઝડપી ન્યાય પ્રદાન કરશે. આ ચાર જિલ્લાઓનાં રહેવાસીઓ હવે 600 કિમીનું અંતર કાપીને કોલકાતા હાઈકોર્ટ નહીં જવું પડે, તેના બદલે માત્ર 100 કિલોમીટરથી ઓછા અંતરમાં તેઓ આ બેન્ચ સુધી પહોંચી શકશે.