પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર, 2018ના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેઓ રાજ્ય સરકારનાં એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનાં કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સરકારની ઉપલબ્ધિઓ દર્શાવતા દસ્તાવેજ પ્રસિદ્ધ કરશે. પ્રધાનમંત્રી કાંગરા જિલ્લાનાં ધરમશાળામાં એક જાહેરસભાને સંબોધન કરશે. આ પ્રસંગે તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત-ચીત પણ કરશે.