પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બરે ઝારખંડના રાંચી ખાતેથી કિસાનમાન ધન યોજનાની શરૂઆત કરશે. આ યોજના અંતર્ગત 60 વર્ષની આયુ ધરાવતા પાંચ કરોડ નાના અને સિમાંત ખેડૂતોને લઘુતમ 3,000 રૂપિયા પ્રતિમાસ પેન્શન ઉપલબ્ધ કરાવીને તેમનું જીવન સુરક્ષિત કરવામાં આવશે.
આ યોજના માટે આગામી ત્રણ વર્ષો માટે 10,774 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
તમામ નાના અને સિમાંત ખેડૂતો જેમની ઉંમર વર્તમાનમાં 18 થી 40 વર્ષની વચ્ચે છે, તે આ યોજના માટે અરજી કરી શકે છે.
ખેડૂતો પોતાનું માસિક યોગદાન પીએમ-કિસાનના હપ્તાથી અથવા સીએસસીના માધ્યમથી કરી શકે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આદિવાસી બહુમતી ધરાવતા ક્ષેત્રોમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચપ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરની શિક્ષા પ્રદાન કરવા માટે 400 એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલયોનું પણ ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવા ઝારખંડ વિધાનસભા ભવનનું પણ ઉદઘાટન કરશે અને રાંચીમાં નવા સચિવાલય ભવનની પણ આધારશિલા મૂકશે.
પોતાના આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી સાહેબગંજમાં મલ્ટી-મોડલ ટર્મિનલનું પણ ઉદઘાટન કરશે.