પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બર 2019 ના રોજ પંજાબના ડેરા બાબા નાનક, ગુરદાસપુર ખાતે કરતારપુર કૉરિડોરની ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રીઆ પહેલાંસુલતાનપુર લોધી ખાતે બેર સાહિબ ગુરુદ્વારા ખાતે દર્શન કરશે ત્યાર બાદ પ્રધાનમંત્રી ડેરા બાબા નાનકના જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.
આઈ.સી.પી.ચેક પોસ્ટના ઉદઘાટનથી ભારતીય શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં ગુરુદ્વારા કરતારપુર સાહિબની યાત્રા કરવાની લેવાની સુવિધા મળશે.
ભારતે 24 ઓક્ટોબર 2019ના રોજઆંતરરાષ્ટ્રીયસરહદ, ડેરા બાબા નાનકઝીરો પોઇન્ટ ખાતે કરતારપુર સાહિબ કૉરિડોરના સંચાલન માટેની કાર્યપદ્ધતિની કામગીરી અંગે પાકિસ્તાન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ભૂતકાળની જો વાત કરીએ તો,મંત્રીમંડળે 22 નવેમ્બર 2018ના રોજ દેશભરમાં અને સમગ્ર વિશ્વમાં શ્રી ગુરુ નાનક દેવજીની 550 મી જન્મજયંતીનાઐતિહાસિક પ્રસંગને ભવ્ય અને યોગ્ય રીતે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો.
મંત્રીમંડળે ભારતના યાત્રાળુઓને સરળ અને અનુકૂળ રીતે વર્ષ દરમિયાન ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુરની મુલાકાત માટેડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધીના કરતારપુર સાહિબ કૉરિડોરના નિર્માણ અને વિકાસને પણ મંજૂરી આપી હતી.
યાત્રાળુઓની સુવિધા માટેની જોગવાઈઓ
અમૃતસર – ગુરદાસપુર હાઇવેથી ડેરા બાબા નાનકને જોડતો 4.2 કિ.મી. ફોર લેન હાઈવે રૂ. 120 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
અત્યાધુનિક પેસેંજર ટર્મિનલ બિલ્ડિંગ 15 એકર જમીનમાં નિર્માણ પામેલું છે. સંપૂર્ણ વાતાનુકૂલિત સુવિધા વાળા એરપોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, બિલ્ડિંગમાં એકજ દિવસે લગભગ 5000 યાત્રિકોની સુવિધા માટે 50થી વધુ ઇમિગ્રેશન કાઉન્ટર છે.
આ મુખ્ય બિલ્ડિંગની અંદરની તમામ આવશ્યક સગવડતાઓ જેવી કે કિઓસ્ક્સ, શૌચાલય,ચાઇલ્ડ કેર, ફર્સ્ટ એઇડ મેડિકલ સુવિધાઓ, પ્રાર્થના રૂમ અને નાસ્તાના કાઉન્ટર છે.
સીસીટીવી સર્વેલન્સ અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાંઆવી છે.
આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા રાષ્ટ્રીય સ્મારક પર 300 ફુટનો ધ્વજ પણ લહેરાવવામાં આવી રહ્યો છે.
24મી ઓકટોબરના રોજપાકિસ્તાન સાથે કરતાર સાહિબ કૉરિડોરના સંચાલન માટે અને ઔપચારિક માળખું પૂરું પાડવા માટે કરાર કરવામાં આવ્યા હતા.
કરારની વિશેષતાઓ આ પ્રમાણે છે: –
- તમામ ધર્મના ભારતીય શ્રદ્ધાળુઓ અને ભારતીય મૂળના વ્યક્તિઓ કૉરિડોરનો ઉપયોગ કરી શકે છે;
- આ યાત્રા વિઝા મુક્ત રહેશે;
- યાત્રાળુઓએ ફક્ત માન્ય પાસપોર્ટ રાખવો જરુરી છે;
- ભારતીય મૂળના લોકોએ પ્રવાસી ભારતીયોએપોતાના પાસપોર્ટની સાથે OCI કાર્ડ પણ રાખવું જરૂરી છે;
- કૉરિડોર વહેલી સવારથી સાંજ સુધી ખુલ્લો રહેશે. સવારે નીકળેલા યાત્રાળુઓએ તે જ દિવસે પાછા ફરવાનુંરહેશે;
- સૂચિત દિવસો સિવાયકૉરિડોર આખુ વર્ષ કાર્યરત રહેશે, બંધ રહેવાનાં દિવસો અંગે અગાઉથી જાણ કરવામાં આવશે;
- યાત્રાળુઓને વ્યક્તિગત અથવા જૂથમાં મુલાકાત લેવાની તેમજ પગપાળા પ્રવાસ કરવાની પસંદગી કરવાની રહેશે;
- ભારત યાત્રાળુઓની સૂચિ મુસાફરીની તારીખથી 10 દિવસ પહેલા પાકિસ્તાન મોકલશે. યાત્રાળુઓને મુસાફરીની તારીખના 4 દિવસ પહેલાજાણ કરી દેવામાં આવશે.
- પાકિસ્તાન પક્ષે ભારતને ‘લંગર’ અને ‘પ્રસાદ’ના વિતરણની પૂરતી જોગવાઈ અંગે ખાતરી આપી છે;
નોંધણી માટેનું પોર્ટલ
યાત્રાળુઓ એ ફરજિયાત પણે prakashpurb550.mha.gov.in વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરાવવાનીરહેશે.યાત્રાળુએક્યા દિવસે મુસાફરી કરવી છે તેની પસંદગી કરવાની રહેશે. યાત્રાળુઓને મુસાફરીની તારીખના3 થી 4 દિવસ અગાઉ એસએમએસ અને ઇમેઇલ દ્વારા એમના જાણ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઇઝેશન પણ જનરેટ કરવામાં આવશે. યાત્રાળુઓ જ્યારે પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગમાં આવે છે ત્યારે તેમના પાસપોર્ટ સાથે, ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઇઝેશન સાથે રાખવાનારહેશે.